માણસાઈની હેલી!- ડો. દિનેશ ઓ શાહ

mansai-ni-heli.jpg 

એક હતા માજી બહ શાણા સમજુ અને સન્નારી
બીજી હતી ભલી અને ભોળી યુવાન એક દુધવાળી
ગજરી એનુ નામ હતુ એ લાગતી ખૂબ રૂપાળી
માજીને ગજરી હૈયું ખોલી કરતા વાત નિરાળી

શિયાળાની ઠંડી પડતી સૌની કાયા કંપાવી
કુદરત તેનુ જોર બતાવેસૌને ખુબ હંફાવી
માજીને ઉષ્મા આપે ગજરી માલીસનુ તેલ લગાવી
ગજરી વિના માજીનુ જીવન બળદ વીનાની ગાડી

માજી આપે રૂપિયો ગજરીને, લીધા વીના ગઈ દોડી
માડી તારી ચાકરીના રૂપિયા મારે હરામની મૂડી
માજી કહે હું મરુ ત્યારે તો  તુ  આવજે સ્મશાને દોડી
આપીશ તને ચિતાની ઉષ્મા હવે એજ રહી છે મૂડી

મોજ શોખ ને પૈસા પાછળ આ દુનિયા થાતી ઘેલી
“દિનેશ” હૈયુ પલળે આજે જોઈ માણસાઈની હેલી
                                 
                                 દિનેશ ઓ શાહ
                                નડીયાદ, ગુજરાત
                                ૧૦, ફેબ્રુઆરી ૨૦૦૮

.
“પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ” વાળા કળીયુગમાં સાવ ગરીબ, નિઃસહાય અને સાધનહીન મૃત્યુની નજીક પહોંચેલી વૃધ્ધાની માવજત કરતી દુધવાળીની એક ઘટના અને સ્વાર્થ વિનાનાં માણસાઈના સબંધો જે સમજ થકી કેટલા ઉંચે જઈ શકે તેની સાવ સીધી વાત “માડી તારી ચાકરીના રૂપિયા મારે હરામની મૂડી” કહીને દર્શાવે છે

દેશમાં રહી દેશનું ઋણ ફેડવા માનદ પ્રધ્યાપક તરીકે કાર્ય કરતા સીત્તેર વર્ષની ઉમરે દેશ અને વિદેશ બંનેમાં  છ મહિના રહેતા અને સરળ જીવન જીવતા ડો.દિનેશ ભાઈ ઘણાનાં જીવનમાં માર્ગદર્શક બન્યા છે.
 
 

2 replies on “માણસાઈની હેલી!- ડો. દિનેશ ઓ શાહ”

  1. devika says:

    આપીશ તને ચિતાની ઉષ્મા હવે એજ રહી છે મૂડી…
    ખુબ જ હ્રદયસ્પર્શી….

  2. manvant says:

    ખૂબ સઁવેદનશીલ રજુઆત છે .
    અભિનઁદનસહ આભાર !
    ડૉ.સાહેબ સાચે જ માણસાઇના દીવા છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *