પૂ. મોટાભાઈ (૨૯)

moon-venus_filtered.jpg 

તમારો પત્ર મળ્યો.ઘણી વખત ઘરમાં સહજ થવાના પ્રયત્નો અમે બંને જાગૃત રહીને કરીયે છે અને તમે તો જાણો છો અમેરિકામાં માંદા પડવુ પોષાય પણ્ નહીં.કદાચ આપના માનવા પ્રમાણે અમે “હતાશા” જે પણ એક માનસિક રોગ નો પ્રકાર જ કહેવાય તેનાથી પીડાઈએ છે.પણ મને આજે તમને શીખાની તકલીફો કહેવા દો.

હું માનુ છુ તેમ તેનો રોગ હતાશા નહિ પણ “મા” છે. તે ખુબ જ વાત્સલ્યમયી છે. અને તે વાત મને ત્યારે સુઝી કે જ્યારે તેના રુદનમાં ક્યારેય અંશ છેતરી ગયો નો ભાવ નથી આવતો અને એમજ વાત આવે છે કે તે ભોળો છે તેને દુનિયા છેતરી જશે.” ગરજ સરી ને વૈદ્ય વેરી”ની લપડાકો તેને પડશે ત્યારે તે રડશે અને તે ન રડે તે માટે તે તેની કાંખમાં રાખી દેવા મુક્ત કરી સરખો જમાનાને લાયક બનાવી ક્યારેય લપડાક ન ખાય તેવો બનાવવા ઈચ્છતી હતી. પણ પેલો “હું” વાઈરસ જાગી ગયો .અને વીસ વર્ષ્ની ઉંમરે રોગ ગ્રસ્ત થઈ ગયો..પછીની વાત થી તમે વાકેફ છો આજે છવીસ વર્ષે તેને જમાનાએ શું દીધું હાર કે માર તે તો તે જાણે પણ શીખામાં રહેલો “મા” રોગ હજી કાલ્પનીક ભયોથી જ પીડાય છે કે તેને માર પડશે ત્યારે રડશે અને તે કાલ્પનીક રુદન તેને આજે મળેલા વાસ્તવિક તેના સુખો જેવા કે મહેલો જેવુ તેનુ ઘર અને મનનો માનેલો વર ગૌણ બની ગયા છે.

 દેવિકાબેન ધ્રુવ ની આ કવિતા કંપ જ્યારે તેણે વાંચી ત્યારે તે ફૂટ ફુટ રડી.

કંપ
આંચકા ભૂતળને લાગે,
તો ધરતીકંપ થઇ જાય છે,
ધક્કા ભીતરને વાગે,
તો ધિક્કારકંપ થઇ જાય છે.

ન નીકળે લોહી પણ,
પડે કાળજે ચકામા એવા,
કે સમયનો મલમ,ભરી દે જખમ
તો યે ડાઘ રહી જાય છે.

શબ્દોના તારે,
નીતરી સમજી જાય વેદના,
કે કર્યાં’તાં કાલે પોતાના,
આજે સાવ પરાયા થઇ જાય છે.

ના દોષ કોઇના,
હોય બધાં ઋણાનુબંધ એવાં,
કે સમયની સંગસંગ,
 ઇન્સાન પણ બદલાઇ જાય છે.

વીંધાઇ ધારદાર,
સમજાય સત્ય આરપાર,
કે ચાંદ પર ચડતા માનવીથી,
ક્યાં દિલ સુધી પહોંચાય છે ?!!!!
                      દેવિકાબેન ધ્રુવ

મેં તેને શાંત કરીને પુછ્યુ દેવિકા બેન ની કવિતા તો સચોટ છે પણ તને કેમ રડવુ આવ્યું તો ફરી પાછી એ “મા” બોલી મારો અંશ બદલાઈ ગયો…એની વાત્ એનુ દુઃખ અને એની આર્દ્રતા સમજી હું દ્રવતો ગયો..ક્ષણ..ક્ષણ..
કદાચ તે માને છે જ્યારે તેની અમેરિકન હની તેને અમેરિકન ડાઈવોર્સ ની લપડાક મારશે ત્યારે કેમ કરી તે સહેશે.

One reply

  1. સંસારમાં રેહતા સંતાનોના સુખ દુખ એટલે મોહમાયાનેી જાળ….અમેરેીકામાં કે ભારતમાં હોય આ જાળમાંથેી પસાર થવું જ પદે છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *