સુખને સમજવું અને માણવું કઈ રીતે?-જય ભટ્ટ

સુખના વિષય પર અત્યાર સુધીમાં ઘણું બધું લખાઈ ચૂક્યું છે.
થોડાંક પ્રશ્નો પૂછીને સુખના આ ગહન વિષયને હું આંતરિક રીતે સમજવાનો પ્રયત્ન કરૂં છું.

  • મારું કોઈ પણ કાર્ય મારાં સિવાય બીજાંને કંઈ ઊપયોગમાં આવ્યું કે નહિ?
  • મારી દરેક વ્યક્તિ સાથેની વાતચીતમાં મેં કેટલા ઊમળકા અને ઉત્સાહ સાથે વાત કરી? આ ઉત્સાહ કેટલો સાચો હતો? જ્યારે કોઈ પણ વ્યક્તિને મેં મદદ કરી એ કોઈ પણ અપેક્ષારહિત હતી?
  • ઈશ્વરને પાર્થના કરૂં છું ત્યારે એમાં કોઈ શરત કે અપેક્ષા છે?
  • નાનાં બાળકો સાથે રમું છું ત્યારે એમના જેટલી જ નિખાલસતા સાથે રમી શકું છું?
  • શું ‘ગુસ્સો’ શબ્દ મારી શબ્દપોથીમાં હજી પણ છે?
  • અત્યંત વિપરિત પરિસ્થિતિમાં શું હું સમતાપૂર્વક એનો સ્વીકાર કરી મારી દિવસભરની વિવિધ પ્રવૃત્તિઓ સહજ રીતે પાર પાડી શકું છું?
  • શું હું કોઈ પણ વજૂદ વગરના આક્ષેપોનો શાંતિથી જવાબ આપી શકું છું?
  • શું હું પક્ષીઓના મીઠાં કલરવમાં, સાગરના ઉછળતાં મોજામાં, મંદિરના ઘંટારવમાં કે પછી પાંદડાઓથી છવાયેલી કેડી પર ચાલતાં ચાલતાં થતાં ધ્વનિનાદને માણી શકું છું?
  • શું હું ફૂલોની સુવાસમાં, મૈત્રીની મહેકમાં, અને પૂનમની ચાંદનીમાં ઈશ્વરીય આનંદનો અનુભવ કરી શકું છું?
  • ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતી વખતે હું મારી સીટ પાસે ઊભી રહેલી કોઈ વૃદ્ધ વ્યક્તિને આપું છું ખરો?
  • ગમે એટલાં કામના બોજા વચ્ચે કશી પણ ફરિયાદ વગર હું મારાં કામો શાંતચિત્તે અને પૂરેપૂરા ખંતથી પાર પાડવાનો પ્રયત્ન કરૂં છું ખરો?

જયભાઈનાં આ પ્રશ્નોનાં જવાબો શોધતા મને મનમાંબીજા પ્રશ્નો ઉઠ્યા અને થયુ કે આ વિષયને વધુ આગળ વધારું..

  • શું હૂં સંતોષી છું?
  • શું મને બીન અપેક્ષીત રહેતા આવડે છે?
  • શું મને આજમાં રહેતા આવડે છે?
  • શું હું કાર્ય શરુ કરતા પહેલા તેમાથી થનારા લાભાલાભ વિશે વિચારીને કાર્યાન્વીત થઉં છું?
  • -વિજય શાહ

One reply

  1. Pinki says:

    ખૂબ સરસ અંકલ,
    આ વિષય વિચાર કરતા કરી દે એવો જ છે…. !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *