પૈસાનું ગૃપ તપાસ્યું છે?-ઈ-મેલ- રીધ્ધી દેસાઈ

મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તેનુ વજન અઢી કીલો હોય છે
અને જ્યારે અગ્નિસંસ્કાર બાદ્
તેની રાખનું વજન પણ અઢી કીલો જ હોય છે
જીંદગીનું પહેલુ કપડું જેનુ નામ ઝભલું,
જેમાં ખીસું ન હોય્.
જે જીંદગીનું છેલ્લુ કાપડ કફન,
એમાય ખીસું ન હોય.
તો વચગાળાનાં ખીસા માટે આટલી ઉપાધી શા માટે?
આટલા દગા પ્રપંચ શા માટે?
લોહી લેતા ગૃપ ચેક કરાય છે.
પૈસા લેતા જરાક ચેક કરજો એ કયા ગૃપનો છે?
ન્યાયનો છે? હાયનો છે?કે હરામનો છે?
અને ખોટા ગૃપના પૈસા ઘરમાં આવી જવાથીજ
આજે ઘર ઘરમાં અશાંતિ, ક્લેશ,કંકાસ છે.
હરામનો અને હાયનો પૈસો,
જીમખાનાને દવાખાના, ક્લબોને બારમાં પૂરો થઈ જશે
ને પૂરો તનેય કરી જશે.
બેંક બેલેન્સ વધે પન ફેમિલી બેલન્સ ઓછુ થાય
તો સમજવું કે પૈસો આપણ ને સૂટ નથી થયો.
                                                                  -અજ્ઞાત

કાવ્ય લખનાર સાધુ સંત હશે કે સંસારી પણ વાત બહુ સચૉટ રીતે કરી છે.સંયુક્ત કુટૂંબ અને વિભક્ત કુટુંબની ચર્ચા કરતા કરતા તેમણે કહી દીધુ કે તમારા ઘરમાં પૈસાનાં શૂન્યો વધે અને છતા જો સુખ ન આવે તો માનવું કે અણ હકનો પૈસો જતા પહેલા તમારી પાસે તમે કરેલા ગુનાની સજા આપે છે.

ક્યાંક વાંચ્યુ હતુ કે

૧૦.૧૦૦,૧૦૦૦,૧૦૦૦૦,૧૦૦૦૦૦,૧૦૦૦૦૦૦
શૂન્ય વધ્યા,શૂન્યતા વધી,વધ્યા હૈયે અંતરાળ*

*આ અંતરાળનું બીજુ નામ એ પણ છે કે વિશ્વાસ ગુમાવવો અને તાળાઓનો વધારો કે સીક્યોરીટી સીસ્ટમના ભરોંસે એકલા થતા જવું કેમ કે પૈસા બચાવવા છેને?

મારા શેરબજારનાં ગુરુ અને માસાજીને ત્યાં ધંધામાં મોટી ખોટ આવી ત્યારે ઘરનાં બધા ઉદાસ હતા અને ખાસ તો જે દીકરાને કારણે તે ખોટ આવી હતી તે અને તેનુ કુટુંબ ત્યારે તેમણે તેની પાસે આવીને ખાલી માથુ ખંખેર્યુ અને કહ્યું પૈસા ગયા માથા પરનો ભાર ઘટ્યો..હાથ પગ સાબુત છે ને?..ખરેલા વાળ પાછા ઉગશે..ગયેલા પૈસા પાછા આવશે..ચાલ ભુલમાં આવી ગયેલો પૈસો ભુલ સુધારી ગયો…આપણે બધા સાથે છીયે તો હક્કનો પૈસો આવશેજ્. અફ્સોસ છોડો અને કામે ચઢો.

લક્ષ્મીના તમે ચોકીદાર હોઇ શકો છો પણ માલીક નહી
 ‘લક’ શમી જાય ત્યારે લક્ષ્મી* આવાગમન ચાલુ થાય
*લક્ષ્મી= લક્+શમી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *