શું આજ છે મારી પ્રિયા?

gnyan-praptini-xan.jpg ચિત્ર સૌજન્યઃ શાંગ્રીલા આર્ટ

રડી લે આજે રડાય તેટલું કે
ભ્રમો આજે તુટ્યાં છે બધાં

સહી લે આજે સહાય તેટલું કે
સંબંધો આજે છુટ્યાં છે બધાં

તરી લે આજે તરાય તેટલું કે
શોણિત ખરડ્યા હૈયા છે બધાં

શબો લે આજે હસ્યાંય કેટલું કે
ભડકા ચીતાનાં દઝાડે છે બધાં

અપેક્ષા ઘણાં દુઃખોનું કારણ છે અને તેથી તો મરસીયા ગવાય છે બધે.
તુ જતો રહ્યો તે દુઃખ માત્ર નથી તારા ગયા પછી મારું શું થશે નું ગાન મન ને રડાવે છે.
તારી પાછળ મારી આખી જીંદગી પુરી થઈ પણ તે મને જેટલુ આપ્યુ તે કાયમ જ ઓછુ પડ્યુ.
હવે તુ જ્યારે નથી ત્યારે હવે એ ભ્રમો તુટે છે અને તુ આગની શેહમાંથી પણ હસે છે.

મને તે ચીતા દઝાડે છે..
પીયુ તુ જતો રહ્યો હવે મારું શું થશે?

ક્ષુબ્ધ શાંત મને જોતો રહ્યો પીયુ..
દેહ છોડીને
શું આજ છે મારી પ્રિયા?
જેને મારા જવાના દુઃખ કરતા છે વધુ દુઃખ
તેનુ શું થશેનું?

One reply

  1. vijayshah says:

    શાંગ્રીલા આર્ટ નાં અતુલ વીરને જ્યારે મળવાનુ થયુ ત્યારે તેમનો પહેલો મુહાવરો હતો કે આર્ટ ગેલેરીમાં તમે ચિત્ર પસંદ નથી કરતા ચિત્ર તમને પસંદ કરે છે ત્યારે થોડુક સમજાયુ નહોંતુ પણ મહીના પછી જ્યારે કાવ્ય જન્મ્યુ ત્યારે તે મહાવરો સમજાયો.. આ ચિત્ર મારા મન ઉપર સળંગ ટકોરા મારતુ હતુ અને તે ટકોરા આજે બંધ થયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *