કરપ્ટ જીવન ….. ચેતન ફ્રેમવાલા

લાંચ તો લેતાં હશો, સાચ્ચું કહો !
ને દગો દેતાં હશો, સાચ્ચું કહો!

દેશને નુકશાન હો, તો મુજને શું?
આવું પણ કે’તાં હશો, સાચ્ચું કહો !

આંખ સામે છો નગર બળતું રહ્યું.
આપ તો, છેટાં હશો સાચ્ચું કહો !

લાગણી પણ ખેલ લાગે આપને.
જડ બની રે’તાં હશો સાચ્ચું કહો.

વીર સૈનિક ની શહીદી વેંચતાં,
પાપીઓ ; નેતા હશો, સાચ્ચું કહો,

છો ને જૂઠી જિંદગી, ચેતન મળી,
આપ પણ એંઠાં હશો, સાચ્ચું કહો !

હાલની કલયુગી જીંદગી સામે અરીસો બતાવવાની હીંમત કવિ એ દાખવી છે. ક્યાં રહી છે સત્ય કે નીતિની જરૂરીયાત્? સૌને આગળ વધવાની અને ભૌતિક સુખો માટે કરવુ પડે તે કરવાની તલપ લાગી છે. અને થોડુક નીતિમત્તા વાળુ જીવન ધર્મ કે વડિલો શીખવતા હશે ત્યારે તેને તમે તો પછાત છે એક્વીસમી સદીમાં તો ‘મારે તેની તલવાર’ નો જમાનો છે માનતા માણસોને ચેતનભાઈ કહે છે

છો ને જૂઠી જિંદગી, ચેતન મળી,
આપ પણ એંઠાં હશો, સાચ્ચું કહો !

ખારા સમુદ્રમાં રહી મીઠા જળની વાતો કોઇ બેવકુફ જ કરે અને તેથી કળયુગમાં જો તમે લાગણી ઓને સાચી માનતા હો તો ભુલ કરો છો કારણ કે લાગણી સાચી હોય તેવુ તો બનતુ જ નથી લોકોને ગ્લિસરીનથી ખોટુ રડતા અને ખેલો કરતા આવડે છે અને તેથી કદાચ જડ બનો વહેવારીક બનો અને પોતાનુ ઘર સાચવો જેવા ગર્ભીત સુઝાવો સામે કવિ પ્રશ્ન પુછે છે

લાગણી પણ ખેલ લાગે આપને.
જડ બની રે’તાં હશો સાચ્ચું કહો.

જે દગો દે છે તેને દગો મળે છે પણ તેની દરકાર આજે શું કામ્ આજે તો તેથી મારૂ ઘર ભરાય છે ને? અરે ભાઈ મારા જાગ્.. દગો કોઇનો સગો નથી..જુવારનો એક દાણો અનીતિનો ઘરમાં આવશે તો તે તો જશે પણ સાથે સાથે ઘરનાં પણ બે દાણા લઈને જશે. કેવી રીતે તે જાય છે તે જોવું છે?  જેઓને ત્યાં ડોક્ટરો, વકીલો અને વૈશ્યાઓની આવન જાવન છે તેમના ઘરને ઘસાતા જુઓ બીજે ક્યાંય જવુ નહી પડે તેમની અનીતિની આવકો અને સુખોને ઘસાતા જોવા માટે…

One reply

  1. નીલા says:

    ચેતનભાઈએ ધબકારમાં આની રજુઆત કરી હતી. મઝાવી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *