એ ઘડી-ભરત દેસાઈ…’સ્પંદન’

એ  ઘડી ને થોભવાનુ  એ  જ તો  કારણ  હતુ

મન ભરી ને દેખવાનુ  એ  જ તો  કારણ  હતુ

પૂછશો  ના હાલ  મારા  શું  થયાતા  એ  પછી

છાશ  ને પણ  ફુંકવાનુ  એ જ તો  કારણ  હતુ

આમ  તો  ચાલીચઢી ને  એ કદી ના આવતા

તોરણો  ને બાંધવાનુ    એ  જ તો  કારણ હતુ

વાતમા ને વાત મા  વાતો બધી હું   કહી ગયો

બસ તને પણ જાણવાનુ   એ જ તો   કારણ હતુ

કમનસીબી એક સરખી  મારી ને  સહ્દેવ  ની

થૈ અજાણ્યા  જીવવાનુ   એ   જ  તો   કારણ  હતુ

સાવ  નાની  ભૂલ  ના મેં  દામ  મોટા   ચુકવ્યા

એષણાઓ  ને નાથવાનુ     એ જ તો કારણ હતુ

એ જ મે’ફિલ એ જ ‘સ્પંદન’તો ય ના બોલી શક્યો

ચોતરફ   કૈ   શોધવાનુ   એ  જ  તો  કારણ  હતુ

One reply

  1. vijayshah says:

    કમનસીબી એક સરખી મારી ને સહ્દેવ ની
    થૈ અજાણ્યા જીવવાનુ એ જ તો કારણ હતુ

    વાહ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *