આજે આ લેખ દ્વારા આપ સૌ વાંચકો સમક્ષ હું ઉપસ્થિત થાઉં છું. લેખનું શીર્ષક નવાઈ પમાડનાર તથા આપણા કૌટુંબિક દુશ્મનો વિષે જાણવા માટેની જિજ્ઞાસા જગાડનાર લાગશે. હું આગળ વધું તે પહેલાં, આપ સૌ વાંચકોને વિનંતિ કરીશ કે આપ સૌ હળવા મને આરામથી બેસીને આગળ વાંચવાનું શરૂ કરશો. અહીં જે દુશ્મનોની વાત કરવામાં આવનાર છે તેઓ બહારના નથી, પણ આપણાં જ સ્વજન કે જે એક જ છાપરા નીચે આપણી સાથે જ રહેતાં આપણાં જ કુટુંબીજન છે. આ શબ્દો મારા પોતાના નથી, પણ કોઈકે નોંધ્યું છે કે ” જ્યારે કોઈ પુત્ર પિતાને માન ન આપે, પુત્રી માતા સામે પોતાનું માથું ઊંચકે, પુત્રવધુ પોતાની સાસુ સામે જીભાજોડી કરે, ત્યારે એ બધાં આપણાં કૌટુંબિક દુશ્મનો બને છે.” અહીં હું એક વાત સ્પષ્ટ કરીશ કે માત્ર પુત્રવધૂઓ જ કૌટુંબિક અશાંતિ માટે હંમેશાં જવાબદાર નથી હોતી, સાસુ પણ તેટલી જ જવાબદાર હોય છે. સાસુ પણ વારંવાર ભૂલી જતી હોય છે કે કોઈક સમયે તે પોતે પણ કોઈકની પુત્રવધૂ હતી. એ જ પ્રમાણે પુત્રવધૂએ પણ હંમેશાં યાદ રાખવું જોઈએ કે પોતે પણ ભવિષ્યે સાસુ બનવાની છે. Continue reading →
Daily Archives: July 12, 2008
શક્યતા
આમ તો મુકી દીધી હતી
તને મળવાની સર્વે આશાઓ
કારણો ઘણાં તેથી ,
નશીબનાં ભરોંસે છોડ્યો હતો તને
ને વરસાવતો હતો ઘણા આશિષો અશ્રુધારે,
કે મળે તારુ ધાર્યુ સર્વ સુખ તને,
અંતે તુ જ તો છેને એક માત્ર પીંડ અમારુ
નક્કી સમાંતરે ચાલતા ગ્રહે ખુણો બદલ્યો છે
તેથી તો આજે ફોન આવ્યો.
જિંદગીમાં ક્યારેય નહી મળુ ના ધુંધવાતા
અગ્ની ઉપર્ આશનું અમી છંટકાયું
હવે ક્યારેક તો મળીશુની
શક્યતા ઉજાગર કરી તેં.
