jump to navigation

અચાનક આંખ ખુલી August 13, 2008

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , add a comment

મને રાત્રે એવુ સ્વપ્ન આવ્યું કે
મારો દેશ મહાન છે એવુ કહેતા
દરેક રાજકારણીઓ
પોતાના કાળા નાણા, પીળા નાણા, સ્વીસ નાણા અને રાતા નાણા
( ડોલર પાઉન્ડ અને સ્વીસ ફ્રાંક, રુબલ અને પેટ્રો નાણા)
બધા દેશને અર્પણ કરી રહ્યા છે અને
ખુરશીસેવા દેશભક્તીથી કરી રહ્યા છે

અચાનક આંખ ખુલી

બોંબ ધડાકાથી દેશ લોહી લુહાણ્ હતો
મેરા દેશ મહાન ગુંડા રાજ્..
મોંઘવારી અને હાડમારીથી ધ્રુજતી જનતા
કહેતી હતી ક્યાં છે નવા દેશનાં સ્વતંત્ર સેનાનીઓ?

સ્થિતપ્રજ્ઞતાની આ દશા August 10, 2008

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , add a comment

સર્જન હરેક ક્ષણે માનવ તુ કરે
પછી તેના ઉપર આશાઓ તુ કરે
આશાના ફળે તો મનથી ખુબ રડે

સર્જન ના કરે અને ફક્ત જોયા કરે
થનાર જે છે તે હરદમ થયા કરે, 
તો  સુખ કે દુઃખને તુ કદી ન રડે

સ્થિતપ્રજ્ઞતાની આ દશા તને મળે
જો માન શાન અપમાનમાં સમાન રહે

સૌ સાચી વાતે July 31, 2008

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , 1 comment so far

berenerchamion-128.jpg

પ્રભુ સાથે વાતો કરતો માનવ બોલી ઉઠ્યો કે
પ્રભુ કેમ આપ્યુ શેતાન નાં સંતાન મન ને મસ્તિક્માં ઉંચેરુ સ્થાન્
અને હ્રદયને વેંત નીચે છાતીમાં?

પ્રભુ કહે

મન તો વિકલ્પોમાં ગુંચવે,
કરે નહી કોઇ વહેવારીક વાત
મન તો વિપરીત બુધ્ધી.
સાચુ કદીયે ના જુએ.

તેથી તે સાવકુ અને રાખ્યુ દુર ખાસ.

સમજે હ્રદય મારી બાની તેથી
તેનુ સ્થિર સુરક્ષીત દેહમાં સ્થાન
હ્રદય તો સ્વયં સંચાલીત,
મન નુ ના ચાલે કોઈ જોર.

હ્રદય સાચે જ ધડકે અને ધબકે સૌ સાચી વાતે

શક્યતા July 12, 2008

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , add a comment

આમ તો મુકી દીધી હતી
તને મળવાની સર્વે આશાઓ
કારણો ઘણાં તેથી ,
નશીબનાં ભરોંસે છોડ્યો  હતો તને
ને વરસાવતો હતો ઘણા આશિષો અશ્રુધારે, 
કે મળે તારુ ધાર્યુ સર્વ સુખ તને,
અંતે તુ જ તો છેને એક માત્ર પીંડ અમારુ
નક્કી સમાંતરે ચાલતા ગ્રહે ખુણો બદલ્યો છે
તેથી તો આજે ફોન આવ્યો.
જિંદગીમાં ક્યારેય નહી મળુ ના ધુંધવાતા
અગ્ની ઉપર્ આશનું અમી છંટકાયું
હવે ક્યારેક તો મળીશુની
શક્યતા ઉજાગર કરી તેં.

નવી ક્ષીતિજો June 21, 2008

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , 2 comments

cry.jpg 

આ કોઈ  હાર નથી, જો માને તો આ વહાલ છે સખી!
પંખી માળામાંથી જાય્, તે તો જગ વ્યવહાર છે સખી!

જનમ્યું તે જાય, એ વાત સાચી સંસારની છે સખી!
રડ નહીં આતો, બધી રોજની ઘટમાળ છે સખી!

કાલનો સુરજ આવશે, કોઇ વાત નવી લઈને સખી!
આ ઘાતને,સમજથી કે હીબકીને વિતાવીયે સખી!

ધર્મ કહે ,કરેલુ કદી એળે જતુ નથી તે જાણ ને સખી
બંધ દ્વારને જોઈ, નવી ક્ષીતિજો અણદેખી કર ના રે સખી

દઈએ ડંખ કેમ? June 16, 2008

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , add a comment

berenerchamion-128.jpg 

કરીલે કરવા હોયે તેટલા જુલમો જુલ્મી
સહીને ડંખ સૌ કોશેટો પતંગિયું બને છે

કરેલા સૌ જુલ્મોનાં હિસાબો જ્યારે કરીશું
અમે સ્મિત ભરેલું  તમારું કવન બનીશું

જાત અમારી મકરંદની તેથી તો આ જેલ
કમળ જેવા કોમળ શરીરે દઈએ ડંખ કેમ?

આયખું લાંબુ તેથીતો પરિવર્તનની આશ
નહીંતો એક ચિત્કાર અને બંધ થાય શ્વાસ.

મારા પિતાજી June 6, 2008

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , add a comment

fathers-day.jpg

 માન કેટલુંય દઉં તમને મારા પિતાજી!
માવજત કરી ઉછેર્યો મુંને મારા પિતાજી!

મુજ બાળહાસ્યોથી ખીલ્યા મારા પિતાજી!
મુજ સફળતા દેખી કોળ્યા મારા પિતાજી!

કૌટુંબીક ધોરણે પોષ્યો મુંને મારા પિતાજી!
સંસ્કાર અમિથી મુંને સીંચ્યો મારા પિતાજી! (more…)

વાત ઘણી નાની May 7, 2008

Posted by vijayshah in : કવિતા , add a comment

વડિલોને માન આદર અને પ્રણામ
મારી પેઢીમા વહેંચવા હાસ્ય ઘણાય
દિકરા દિકરીને દેવા અનુભવના જ્ઞાન
બાળ ગોપાળને દેવા ઘણા વ્હાલ

કમાયાથી અર્ધુ બચાવવું અને
અર્ધામાંથી અર્ધુ સમાજને આપવું
સાબુત રાખી શરીરને વજન જાળવવું
આમ આખુ વર્ષ નફે રહેવું ને રાખવું

દેશ માતૃભાષા કુટુંબ અને દેહ
માંગે તેથી વધુ આપવું અને કમાવું
આમ તો છે આ વાત ઘણી નાની
પચાવી લો તો ઘણી અદભુત જાણી

સમય May 4, 2008

Posted by vijayshah in : કવિતા , 1 comment so far

charioteer.jpg

સમય જ સારથી ને સમય જ જિંદગી રથ
સમયની સાથે ચાલો તો સમય જ જીવન પથ

નવા વર્ષની પ્રભાતે લેવાનાં સંકલ્પો December 30, 2007

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , add a comment

nutanvarshnisavare.jpg

વડીલોને માન અને સન્માન
મારી પેઢી સાથે હાસ્ય ગુલાલ
દીકરા દીકરીને દેવું અનુભવ જ્ઞાન (જો માંગે તો)
બાલ ગોપાલને સૌ વ્હાલ દુલાર.

કમાયાનું અર્ધુ બચાવવું અને
અર્ધામાંથી અર્ધુ પાછુ આપવું (સરકારને)
સાબુત રાખી તનને, વજન જાળવવું
વર્ષ આખુ નફે રહેવુ અને રાખવું.

દેશ, ભાષા, દેહ અને કુટુંબ સાચવવા
જે જ્યારે જેટલુ માંગે તે આપવું
દરેક વર્ષની જેમ તન અને મનને
સક્ષમ અને પ્રભુમય રાખવું,રખાવવું .

પ્રભુ પ્રસાદ December 27, 2007

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , add a comment

માનવ તું જ તો છે  સર્જન પ્રભુનું
 તુજમાં સર્જ્યો પ્રભુએ તેનો આવાસ

વરંવાર દુઃખી થઈને ના પુછ્યા કર
પ્રભુનું કાં નથી જગઐશ્વર્ય મુજ પાસ્

પરમસુખ તો ભલે ગમતુ તને પણ
જાણ દુઃખ છે ઘડતરનો પ્રભુ પ્રયાસ્

ભક્તિ કર,ધ્યાન કર કે ધર ચિત્તે શાતા
કારણ સુખ કે દુઃખ એતો છે પ્રભુ પ્રસાદ

પ્રભુ તું જ હવે તાર તાર! December 4, 2007

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન, વિજય શાહ , 1 comment so far

folkartmask1.jpg

કેવો મુર્ખ હું પ્રભુ!
જે ડાળ પર બેઠો તે કાપુ
માયા કેરા ચશ્મે માનુ
હું જોઉં તે સર્વે સાચુ.

હાંક્યા સૌને એક લાકડીએ
માન્યા મન ઉત્પાતો સૌ સાચા
તેથી પડ્યો ભવાટવી જંગલે
પ્રભુ તું જ હવે તાર તાર!

ગોરજવેળા ભણ November 30, 2007

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , add a comment

 જોને વહે આ ક્ષણ
જોને બને એ મણ

કે છે દરેકે કણ
વીણે દરેકે જણ

આખુ ય રાતુ રણ
મૃગજળ ને હણ

માથુ તુ ન રે ખણ
બેસી પલાખા ગણ

પરબડીએ ચણ
જીવદયા તુ લણ

પાછાવળ્તા જો ધણ
ગોરજવેળા ભણ

આપણી શી સગાઇ? November 28, 2007

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , 2 comments

ecuador-rain-forest.jpg

હું ઋજુ ઋજુ

વ મૃદુ મૃદુ

કો કુસુમનું

છું ઓસ બીંદુ

તુ વજ્ર સમ

પર્વતનું કો

ઉત્તુંગ શીખ

આપણી શી સગાઇ?

વરસંતો મેઘ મુશળધાર….

ચગડોળ છે જિંદગી November 21, 2007

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન, વિજય શાહ , add a comment

giantwheel.jpg

ઘણું બધુ થાય પણ નયને, આંસુ ન સરે,
ચચરાટ ને ઉકળાટ ઘણો, શાતા ન મળે

હળાહળ ઝેર પીતા શીવને ઉમા આણ છે
હું તો સીધો માણસ મને તો તે ઝેર નડે

સમુદ્ર મંથને નીકળે ઘણું, ખબર ન પડે
મેરુ બની કેમ ફર્યા કરુ શેષનાગની ધરે

ખુટતી જાય છે જીવન ક્ષણો ક્ષણે ક્ષણે
છતા ચિત્ત ચઢ્યા કરે દ્વિધાની અવઢવે

સમજાય ના ઓ ઇશ તુ કરવા શું ચહે
સ્વિકારી લઉં સુખ દુ:ખ પ્રસાદી સ્વરુપે?

આજ છે અજંપ ઘણી,કાલની ના ખબર
ચગડોળ છે જિંદગી ચાલે ઉંચે નીચે ખરે

અલભ્ય November 17, 2007

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , add a comment

કદીક કશુંક અલભ્ય રહે તો
તે સારું જ છે.
કારણ દરેક ચાહતો પુરી થવી જોઈએ
એવુ ક્યાં ધર્મગ્રંથોમાં લખ્યું છે પરમ પિતા પરમેશ્વરે?
અને મળે તે બધુ ગમે તેવુ પણ ક્યાં થતું હોય છે?

ગમતુ મળે તે ભાગ્ય!
પણ મળે તેને ગમાડે તે માણસ
ન ગમતાને ગમાડે તે સંત
માટે જ તો તે પ્રભુને ગમતો

આ સંદેશ ગર્ભિત છે

કળયુગમાં સંત થવુ અઘરુ છે કારણ તે દરેક પરિસ્થિતિમાં તેના ગમાને ઓગાળી દરેકને સારુ સીંચતો ફરે છે. અને તેથી સાચા સંત અલભ્ય હોય છે. સાચા સંતને પોતાના આગમનનાં ઢંઢેરા પીટવા નથી પડતા, મઠ સ્થાપવા નથી પડતા,કે નથી ફંડફાળા ઉઘરાવવા પડતા.તેના સત્કાર્યો જ તેમની સુવાસ પુરતા હોય છે જેમકે મધર ટેરેસા કે જલારામ … કો’કને માઠા સમયે મદદ કરતો માણસ અને મદદ કર્યા પછી કદી તે મદદ ને યાદ પણ ન કરતો માણસ કદાચ આજનાં જમાના નો મહામુર્ખ માણસ કહેવા પણ આવા માણસો હજી આ પૃથ્વી ઉપર છે અને તેથી તો પૃથ્વી હજી વિના ટેકે અવકાશે મુક્ત ફરે છે.

ખોટમાં

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , add a comment

traffic-jam.jpg

છે ચક્કાજામ આ ભીડો બધી,
ને ઘટે છે ઘટનાઓ થોકમાં,

જે ઉદાસી પહેરી રોયા કરે,
કેમ બોલીયે ના રહે શોકમાં

જિંદગી આમ ચાલ્યા જ કરે,
આંખ પાણી વહે તો રોક મા.

પ્રભુ તુજ છે જેની આશ છે,
નહિ તો જીવન જશે ખોટમાં

દુર નિયંત્રણ (Remote Control) November 13, 2007

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , add a comment

ના બન તુ ભૂતકાળનો કેદી
ના શોધ એકલા દુ:ખના દરિયા
જીવીલે તુ રૂડી આજમાં
આજ તે છે જ્યાં પ્રભુ છે ભરિયા

દૂરદર્શને જેમ બદલાયે દ્રષ્યોને ચેનલો
તેમ ફેરવ નજર દુર નિયંત્રણ હાથ વગુ
સુખ શોધ ભૂતકાળમાં ને આજમાં જીવ
એજ તો છે સખી ભવિષ્યની રૂડી જીત કહું

નિયંતાએ જ્યાં પૂર્ણ વિરામ કર્યુ
ત્યાં શકટ નીચે ચાલતા શ્વાનની જેમ
પ્રશ્નો કરી કરી તાણ ન કર કારણ
નિયતીનાં ન્યાયને બદલતો ન જોયો લગાર..

ઉદધિ November 2, 2007

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન, વિજય શાહ , add a comment

ઉદધિ જોને કેવો ઘુઘવે
શીખવે આપણ ને એક વાત
સમાવી અનેક સરિતાઓ ઉદરે
છતા ન છોડ્યો એણે કિનારો
કદી ના છલકાયો
કદી ના ઉભરાયો
કદી ના રાખ્યું કંઇ તેની પાસે
સમાવી અનેક સરિતાઓને ઉદરે
ને નિપજાવ્યા અનેક વાદળો ભારે કાળાં
કિનારે રાખ્યાં છીપલા અનેક
અતલ ઉંડાણે પકવ્યા મોતી અનેક

કંઇ કેટલાયને પાળતો પોષતો
તે છતા કદી ન ઢંઢેરો પીટતો
ઉદધિ જોને કેવો મધુરો ઘુઘવતો..

રંગમંચનાં ખેલો November 1, 2007

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , 1 comment so far

સમયની સાથે જાઉં છું સરતો સરતો
સમય છોને પછી હોય સારો કે નરસો

કરવા યોગ્ય કાર્યો બધા જાઉં છું કરતો
રડે કે હસે તુ કઠપુતળી, ખેલ કરતો

હિંમત હાર્યો જ્યારે સમય બન્યો નરસો
મથ્યા કર્યું ત્યારે સમય બન્યો સરસો

કેમ કરી સમજાવુ હતપ્રભ તને સખી
રંગમંચનાં ખેલો બધા સમય જ કરતો

કોડિયું-ડો.દિનેશ ઓ શાહ October 27, 2007

Posted by vijayshah in : કવિતા, કાવ્ય રસાસ્વાદ , add a comment

kodiyu.jpg

ભીની રે માટી ચડાવી ચાકડે, મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો, લૈ દોરી મુજને કાપ્યો રે…

સીતાજીની સમ આગમાં મુકી, અંગારે ખૂબ તપાવ્યો રે
પાવન થઇ બહાર નીકળ્યો, કો’કે કોડિયું કહી અપનાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!

કો’કે મુકી એક વાટ લાંબી, કો’કે તેલ ભરી છલકાવ્યો રે
કો’ક રુપાળા હાથે મુજને, ઉંચે ગોખ ચઢાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!

સૂરજ ડુબ્યો અંધાર છવાયાં, કો’કે મુને પ્રગટાવ્યો રે
દુર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાળ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!

તેલ ખુટ્યું ને વાટ ખુંટી, મારા સપનાનો અંત ન આવ્યો રે
લાખ દિવા એક જ્યોતમાં દીઠા, સાર જીવન નો જાણ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
સપ્ટેમ્બર 10 , 2007

આ કાવ્ય વાંચતા પહેલો વિચાર આવ્યો કે કેટલા સરળ શબ્દોમાં આખા જીવનની સફર અને તેનો સાર કવિ સમજાવી ગયા..ભીની માટી થી શરુ થયેલ જીવન યાત્રા ચાકડે ચઢી આગમાં ભુંજાઇ અને પાવન થઇ જે હેતુ થી તેનું નિર્માણ જે હેતુ થી થયુ હતુ તે હેતુ તરફ સરે છે.. આખા જગનાં અંધારા દુર કરવાનાં સપના તો છે પણ એક ગોખલો ઉજાળીને જીવન જાણે પુરુ થયું ત્યારે લાખ દિવા એક જ્યોતમાં ભાળી તેમા વિલિન થઇ જવું..કહે છે પ્રભુએ તમને જે કામ માટે સર્જન કર્યુ છે તે કામ સરસ રીતે નિભાવો અને સમય આવે તે પરમ આત્મા માં કોઇ પણ હરખ શોખ વિના વિલિન થઇ જાવ તે જ તો જિંદગીનો સાર છે…સપનાઓ અસંખ્ય હોય તે સૌ પુરા ના પણ થાય.. એક ગોખલો ઉજાળ્યો તે પણ ઉત્તમ જિંદગીનું કામ છે.

પ્રમેય September 27, 2007

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , 1 comment so far

પ્રભુ શ્રધ્ધાથી તારો દિવો કરું
અને પાછો બીજીજ ક્ષણે તારા ન્યાયને
કેમ આમ કહી? દેકારાને પડકારા કરું

મને કદાચ ખબર જ નથી
તુ કર્તા ને હું શકટ તળે ચાલતો શ્વાન
માની બેસી મે કર્યુ સર્વને
ના થાય તો દોષ તને દેતો
કહી જેવી તારી મરજી

પ્રભુ ખબર નથી કેમ હું મથ્યા કરું
તારા હોવાનો પ્રમેય ઉકેલવા?
અને બીજી જ ક્ષણે ‘ઇતી સિધ્ધમ’ કહી
તારી ભક્તિ કરવા ચહું!