અજાણ વિદ્યા – ધીરુ મોદી

ફાનસ ફૂટી ગયું
ત્યાં સુધી
મને ખબર જ ન્હોતી
કે મારી અંદર
અંધારું નહીં
પણ પ્રકાશ ભરેલો હતો.

-ધીરુ મોદી

ગાગરમાં સાગર જેવું એક નાનકડું અર્થગહન અછાંદસ. છેલ્લે સુધી અંદરના પ્રકાશથી અનભિજ્ઞ રહેવાનો કોઈ શાપ છે કે શું આપણા સૌના માથે જેને પરિણામે આખું જીવન અંધકારની ગલીઓમાં ભટકતા રહેવામાં જ નીકળી જાય છે ?! જાતનું ફાનસ ફૂટતું નથી ત્યાં સુધી સતનો પ્રકાશ સમજાતો નથી.

Vivek Tailor

www.laystaro.com

One reply

  1. આ કવિતા આપે અહીં મૂકી છે એની જાણ જ નહોતી… મારી ગમેલી કવિતા હોવા છતાં આજે ફરી વાંચી ત્યારે એ ફરીથી સ-વિશેષ ગમી ગઈ.. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *