જીવ્યા કરીયે ચાલને સખી

જિંદગીના આટલા લાંબા સફર પછી
તુ કહે કે હું જેમ જીવી તેમ ના જીવી હોત તો
કેટલા બધા બચ્યા હોતે પૈસા સજન!

આ તો ઉંધા ચશ્મા જ વળી…
ચશ્મો સીધો કરને સખી
જે છે તેને જોને…સખી
જે નથી તેને છોડને સખી!

“આજ” આપણી લાખેણી,
“કાલ” બંને “આજ”થી તાણેલી
જીવ્યા કરીયે ચાલને સખી,
આજને બસ આજની રીતે…

2 replies on “જીવ્યા કરીયે ચાલને સખી”

  1. જીવ્યા કરીયે ચાલને સખી,

    આજને બસ આજની રીતે.

    બહુજ સરસ.

    જીવન જીવવુ – હિયર નૌવ.

  2. શૈલા મુન્શા says:

    “આજ” આપણી લાખેણી વાત એકદમ સાચી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *