૧૨૦૦૦ કરતા વધુ પાનાનું વિશ્વનું સૌથી જાડું પુસ્તક પહેલી મે ૨૦૧૬નાં રોજ વેચાણ માટે મુકાયું
https://www.dropbox.com/s/a8ytjnjfgrgcbhu/SAHITYA%20SARITA.mp3?dl=0
મ્યુઝીક મસાલાનાં ડી.જે. ઈના પટેલ અને ડી.જે. દીલીપ કાનાબારે તેમના પ્રોગ્રમ છેલ છબીલો ગુજરાતી માં “સંવર્ધન માતૃભાષાનાં” સંપાદક મંડળ અને ગુજરાતી સાહિત્ય સરિતાનાં પ્રમુખ ડૉ ઇંદુબહેન શાહનો ઇંટરવ્યુ આજે સવારનાં ૯થી ૧૦ વચ્ચે લીધો હતો. જેમાં હેમાબેન પટેલ અને પ્રજ્ઞાબેન દાદભાવાલા ફોન ઉપર હતા અને વિજય શાહ અને પ્રવીણા કડકિઆ અને ગુજરાતી સાહિત્ય સરિતાનાં પ્રમુખ ડૉ ઇંદુબહેન શાહ રેડિઓ સ્ટેશન ઉપર હતા.
૨૨૫૦૦ રુપિયાના આ પુસ્તકને “ભેટ પુસ્તક” કહેતા જે મુખ્ય વિગતો અપાઇ હતી તે નીચે મુજબ છે.
પુસ્તક્માં અમેરિકામાં માતૃભાષાનાં સંવર્ધન અને સંરક્ષણમાં જોડાયેલા ૧૦૦ કરતા વધુ લેખકોનાં ૧૧૫ કરતા વધુ પુસ્તકો સમાવાયા છે. ગદ્યનાં સર્વ પ્રકારો ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, હેતૂલક્ષી સર્જનો, કાવ્ય આસ્વાદ, હાસ્ય લેખો, નાટ્ય પ્રકારો.આધ્યાત્મિક લેખો અને નિબંધો સમાવાયા છે સહિયારા સર્જનો વિશે માહિતી અપાઇ હતી. દસ વર્ષથી સર્જાયેલું અમેરિકન સર્જન આ પુસ્તક દ્વારા જનસમાજ સામે આવી રહ્યું છે.
આ પુસ્તક્નાં પ્રચાર અને પ્રસાર માટે સાન ફ્રાન્સીસ્કોમાં ૫ જુને અને હ્યુસ્ટન માં ૧૭ જૂને પ્રોગ્રમ આયોજાય છે જેમાં જનસમાજને આમંત્રણ અપાયુ છે.ભેટ પુસ્તક તરીકે મધર ડે અને ફાધર ડે કે વર્ષગાંઠ નિમિત્તે આ લઘુ લાઇબ્રેરી ઘરમાં વસાવો કે લાઇબ્રેરીમાં અનુદાન કરવા જરુરી બધીજ સગવડો ઉપલબ્ધ છે.
હાલ પુસ્તક ખરીદનાર ને આ સમારોહમાં જાહેર માન સાથે પુસ્તક આપવાની વાત છે. વધુ વિગતે માહિતી, ગુજરાતી સમાજ, સીનીયર સીટીઝન અને લાઇબ્રેરી અનુદાન માટે ડીસ્કાઉંટ માટે બુક પબનાં પ્રકાશક કિરણ ઠાકરને સંપર્ક કરવા જણાવાયું હતુ.
સંપાદન મંડળ સંપર્ક નંબરો
પ્રજ્ઞા દાદભાવાળા- ૪૦૮-૪૧૦-૨૩૭૨, હેમા પટેલ ૨૮૧-૭૪૯-૫૯૮૮.
પ્રવીણા કડકિઆ ૭૧૩-૬૩૬-૯૩૩૯, વિજય શાહ ૮૩૨-૫૮૪-૪૩૨૭.
http://bookpub.in/index.php/books/world-s-biggest-book.html
Contact Person: Mr. Kiran Thaker
Address: Bookpub Innovations 1779/2 hinglaj Mata compound, behind manmohan complex, navarangpura police station lane, ahmedabad-380009, Gujarat, India
૦૫/૦૧/૨૦૧૬