પ્રિય સોહમ (૨૯)

 moon-venus_filtered.jpg

તારો પત્ર મળ્યો. દેવિકાબેનની કવિતા સચોટ છે અને શીખાને તે ગમી જાય તે સહજ છે.

આગળના પત્રોમાં તેં એવો ઉલ્લેખ કરેલો કે અંશ છેતરી ગયો તે વાતનુ શીખા અને આશ્કાને દુઃખ છે અને આ પત્રમાં વાત બદલાઈ..કદાચ આ એક સારી ઘટના છે.
કારણ કે “મા” જીવંત થઈ રહી છે..તને ખબર છે ને પેલી કોઈ મા નો કિસ્સો.. વૈશ્યાનાં પ્રેમ માં પાગલ દિકરો વૈશ્યાના ચઢાવાને કારણે માનુ મસ્તક વાઢીને લઈ જાય છે. અને પાછા જતા રસ્તામાં ઠોકર ખાય છે અને પેલુ કપાયેલુ માનુ મસ્તક બોલી ઉઠે છે ખમ્મા બેટા તને વાગ્યુ તો નથી ને?.. મા ગુસ્સો કરે, ગાળો દે કે રડે પણ કદી સંતાન નું તેના થકી અહીત નથી થતુ…


તારા પત્રમાં વર્ણવેલી મા તે બીજુ કોઈ નહી પણ વિજ્ઞાનમાં વર્ણવેલ સાઈનો બેક્ટરીયા છે જે જ્વાળામુખીમાં રહેતો છે તાપ સહે છે અને દુનીયા માટે ઝેરી ગેસ પચાવે છે અને બદલામાં પ્રાણવાયુ સૌને આપે છે. સાઈનાઈડ જેવો ઝેરી વાયુ પચાવવા માટે અને બદલામાં પ્રાણવાયુ અને હાઈડ્રોજન આપતા આ સાઈનો બેક્ટેરીયા_પુરાણોમાં સમૂદ્ર મંથનમાંથી નીકળતા હળાહળ ઝેરને પચાવતા શંકરને પાર્વતીની આણ જેવા બહુ ઉપકારી અને સૌભાગ્ય સ્વરુપો ભેગા થઈ આજ ના જમાનામાં માતાનુ સ્વરુપ બને છે.
અંશ ને અહેસાસ જ્યારે થશે ત્યારે થશે પણ તે તેની હની માટે મા નું (માન રુપી) મસ્તક લઈ ગયો છે અને મા નુ રુદન સાંભળવા બહેરો થઈ ફરે છે. અને એ મા ને તો જુઓ કે તે રંજ મનમાં રાખવાને બદલે મારો અંશ ભોળો છે તેને “ડાઈવોર્સનુ” દુઃખ પડશે તો શું થશે કરીને રડે છે.એક ગામ માં છો તો ક્યારેક ક્યાંક હવે જો તે મળે તો તેને સ્વિકારવા માં નાનમ ના અનુભવશો અને હું તો કહીશ પહેલ જે પણ કરશે તે આપો આપ મોટો થવાનો છે
મને લાગે છે કે દુઃખનાં વરસો હવે જલ્દી પુરાથશે અને પ્રભુને પ્રાર્થના કરું કે હું ઉપર જાઉં તે પહેલા મારા ચારેય દિકરાઓને સાથે જોઉ..તને તારા દિકરાને અને તેના દિકરાને અને આશ્કાના દિકરાને.. મારી ચાર પેઢીને સાથે જોવાનો લહાવો મારા બાપાને અને દાદાને મળ્યો હતો. મારો તે હક્ક તમે આપી શકો તેટલી ઉંમરથી વધુ આયખુ મને મળે તો પ્રભુનો મોટૉ ઉપકાર.

તબિયત સાચવશો અને ફોન કરતા રહેજો

મોટાભાઈનાં આશિષ

2 replies on “પ્રિય સોહમ (૨૯)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *