jump to navigation

પ્રમેય September 27, 2007

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , trackback

પ્રભુ શ્રધ્ધાથી તારો દિવો કરું
અને પાછો બીજીજ ક્ષણે તારા ન્યાયને
કેમ આમ કહી? દેકારાને પડકારા કરું

મને કદાચ ખબર જ નથી
તુ કર્તા ને હું શકટ તળે ચાલતો શ્વાન
માની બેસી મે કર્યુ સર્વને
ના થાય તો દોષ તને દેતો
કહી જેવી તારી મરજી

પ્રભુ ખબર નથી કેમ હું મથ્યા કરું
તારા હોવાનો પ્રમેય ઉકેલવા?
અને બીજી જ ક્ષણે ‘ઇતી સિધ્ધમ’ કહી
તારી ભક્તિ કરવા ચહું!

Comments»

1. vijays - September 27, 2007

આમ તો હું આસ્તિક અને પાછો બુધ્ધીશાળી માણસ..
એટલે દરેક પ્રશ્ન નો દેકારો પણ કરુ અને પછી જેવી તારી મરજી કહીં
પ્રભુ સાથે સાખ્ય ભાવે વંદન પણ કરુ
અને તેને ખોળતા ખોળતા થાકુ એટલે દ્રાક્ષ ખાટી છે
કહી પાછો વળી જતો બુધ્ધીવાદી શાયર પણ છુ


 Type in