પૂ. મોટાભાઈ (બાવીસ)

moon-venus_filtered.jpg

એક ઘટનામાંથી હજી બહાર માંડ નીકળ્યા અને બીજી ઉપાધી આવી નથી..થોડાક સમય પહેલા કટરીના હરિકેન આવ્યું અને ન્યુ ઓર્લીંન્સમાં હાહાકાર મચાવીને ગયુ અને લગભ એક લાખ જેટલા અમેરિકનો હ્યુસ્ટનમાં ખસેડાયા..તેમની ભાષા અને તેમના મકાન ગુમાવ્યાનાં દુ;ખો સહ્ય કરતા હતા ત્યાં હ્યુસ્ટન ઉપર રીટા નામનુ હરિકેન આવવાનું છે તે વાવડ ઉપર હ્યુસ્ટન ખાલી કરવાનાં પડઘમો વાગવા માંડ્યા..શીખા માંડ માંડ હજી એક ઉપાધીમાંથી કળ મેળવીને ઉભી થતી હતી ત્યાં આ આંધીથી અધમુઇ જેવી થઇ ગઇ..

તેને ઘર છોડી જવાનુ બહુજ આકરુ લાગતુ હતુ અને આશ્કા તે વખતે પુરા દિવસો ગણતી હતી…એક વખત તો સામાન બાંધતા તેના થી રડી દેવાયુ..હે પ્રભુ આ કેવુ..બહુ મહેનત અને જતનથી બનાવેલુ ઘર બગીચો અને સૌ ફર્નીચર અહીં સાવ રેઢુ મુકીને જાન બચાવવા દુર અજાણ્યા શહેરમાં રહેવા જવાનું..?આશ્કા હજાર માઇલ દુર હતી..અંશને ત્યાં જવુ નહોંતુ..અને હરિકેન કટરીના નો કાળો કેર દુરદર્શન ઉપર રોજ બતાવાતો હતો..

પોલીસો સતત શેરીઓમાં ફરી ફરી જાહેરાતો કરતા હતા ફલાણા રોડ થી નીકળી ગામ ખાલી કરો..જાનની રક્ષા કરો.. જીવતા હશો તો મિલકતો ફરી બનશે…વળી દરેક રોડ એક તરફી કરી દીધા છે..જાહેરાતોમાં દેખાડાતી ચિંતાથી એક પ્રકારનો ભય બહુગુણીત થયા કરતો હતો..ઘર છોડીને નીકળતા પહેલા અહીંનાં મિત્રોમાં બે અભિપ્રાયો નીકળ્યા..કોઇક નીકળી ગયુ હતુ તો કોઇક બહુ ચિંતીત નહોંતુ..જે ઓછુ ચિંતીત હતુ તે કહેતુ હતુ હરિકેન છેલ્લા ત્રીસ વર્ષમાં હ્યુસ્ટન ઉપર કેટલીય વાર આવ્યા. આપણા વિસ્તારમાં ક્યારેય આવ્યું નથી. જવું ના જવું નાં અવઢવમાં પ્રભુ પરની શ્રધ્ધા વધારતા બે ચમત્કાર દસેક મીનીટમાં થયા…

આશ્કાની સાસુનો ફોન આવ્યો..અજયનાં જન્મનો..અને આશ્કાનાં પુન:જન્મનો ( મા તરીકે) અને ટીવી ઉપર જાહેરાત થઇ હરિકેન ફંટાઇ ગયુ અને હ્યુસ્ટન ઉપરનો ભય પુર્વ તરફનાં ગામે જતો રહ્યો… મનમાં થયું.

કદીક સુખનાં અતિરેકે આવે આંખે આંસુ
કદીક દુ:ખનાં દરિયા વચ્ચે જન્મે હાસ્ય

કેવી છે આ જિંદગી મનવા કર વિચાર
ક્ષણે ક્ષણે જાય ઘટતી છતા જીવન છે

હરિકેન આવશે અને જશે કરી સૌ ત્રાસ
ફરી જિંદગી શરુ થશે એકડેએક થી કાશ!

વધતી ઉંમરે જ્યાં ઘટતી તન સ્ફુર્તી ત્યાં
કેમ શરુ કરશે નવી જિંદગી એમ વિચારી

હરિ એ તેનું હરિકેન વાળ્યુ બીજે ગામ
‘અજય’ પૌત્ર દાન હે પ્રભુ! મોટો ઉપકાર.

આમ એક દુ:સ્વપ્ન પુરુ થયુ..શીખાની તકલીફો શબ્દસ: વર્ણવી શક્યો નથી પરંતુ નાની બનવાનાં આનંદે તેના હરિકેનથી થનારી કાલ્પનીક તકલીફોમાંથી બહાર કાઢી અને જિંદગીનું ક્રીપ્ટો ક્યુબ જેમ સુખમાંથી દુ:ખ જન્માવે તેવુ કાયમ નથી થતુ આ વખતે તેણે દુ:ખમાંથી સુખ જન્માવ્યું..તે જ્યારે આજે વહેલી સવારે સુઇ ગઇ ત્યારે તેનું મન ગણગણતુ હતુ.

રાત જીતની ભી સંગીન હોગી
સુબહા ઉતની હી રંગીન હોગી

હું પણ હવે સુઇ જઇશ..આ હરિકેને છેલ્લા 3 દિવસથી દુરદર્શન ઉપર ઘણા તણાવો આપ્યા છે.. બહાર ધીમો ધીમો વરસાદ વરસે છે..ફરી થી આશ્કાને ફોન કરી તેની તબીયતની સુખાકારી પુછી લીધી તે આનંદમાં છે..નાના અજયનો ચહેરો કુંતલ જેવો છે..અને આશ્કા સ્વસ્થ છે. હરિકેને તબાહી તો ઘણી કરી છે..દુરદર્શન્ વિગતો આપે છે..ત્રણ વાગ્યા છે.મનમાં સૌ ઉપર પ્રભુની કૃપા ઉતરે તેવા મંગલ ભાવો સાથે થોડુક ઉંઘી જઇશ.

સોહમનાં પ્રણામ

One reply

  1. DR. CHANDRAVADAN MISTRY says:

    દુઃખમાથેી સુખ આવે…..કુદરતનો ખેલ ન્યારો છે કોણ સમજેી શકે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *