પ્રિય સોહમ ( બાવીસ)

moon-venus_filtered.jpg

તારો પત્ર મળ્યો. ગયા વર્ષે ધરતીકંપ આવ્યો ત્યારે અહીં દુરદર્શન પુરી અને સાચી માહીતિ આપતુ નહોંતુ.. જોકે હું તો ઘરની બહાર નીકળ્યો જ નહોંતો અને તે ધ્રુજારી પાંચ મીનીટમાં જતી રહી હતી. તારો અનુભવ રોચક છે પરંતુ સાથે સાથે તુ આસ્થાવાન છે તેથી શીખા કરતા તને તકલીફો ઓછી પડી તે જાણી આનંદ. અજય અને આસ્થા બંનેની તબિયત સારી છે તે જાણીને આનંદ

આ વખતે અમે લોકો જીવત ક્રિયા કરાવવાનાં છીયે..તુ કહીશ તેવો વિચાર તમને કેમ આવ્યો..અમે બધા ભેગા મળીને ઘટીત બધુ કરશુંને.. હમણા વાંચેલી આ કવિતાએ મને તે દિશામાં વિચારતો કરી દીધો

શ્રધ્ધાંજલિ જાત ને…-નિલમ દોશી

હવે સાતતાળી..હાથતાળી દ ઇ…
કયાં સુધી છટકતા રહેવું ?
આખરે તો એક દિન..
જવું પકડાઇ …
આજની ઘડી રળિયામણી,
લે,હરિ હેઠા મૂકયા મેં હથિયાર સઘળા..
અલવિદાનો ફરકાવ્યો પાલવ…
લો તંયે..આવજો કરી દઇએ…

પણ..ના.. મારું કામ.. જાતે જ કરવાની
મને છે જૂની આદત..
જતાં પહેલાં ચાલ, લખી નાખું ..
શ્રધ્ધાંજલિ મારી…

છેલ્લી બે લીંટી એ મને વિચારતો કરી દીધો..પ્રભુએ બહુ સંતુલીત અને સંયમિત જિંદગી આપી બધા બાળકોએ ભણતર મેળવ્યું તેમના ઘર થયા વળી પ્રપૌત્ર પણ થયા 85 વર્ષ તો શાંતિથી પ્રભુની કૃપાથી જીવ્યા. હવે જ્યારે પાછુ વાળવાનો સમય છે તો ધાર્મિક રીતે કરવા યોગ્ય બધુ કરી લઇએ..તમે છોકરાઓ જે વાપરશો તે પણ પહોંચશે..તારા મનને આવી મારી વાતોથી દુ:ખી ના કરીશ પણ તારી બા અને તેની ઉંમરનાં સૌ માને છે કે હવે સંકેલવાનો સમય છે. હલકા થવાનો સમય છે.

ક્યાંક વાંચ્યુ હતું કે

જિંદગી એટલે મારું, અમારું અને તમારું વચ્ચેનું વહેતુ ઝરણું..!
અમારા વડીલોએ જ્યારે તમારું કહી અમને ભણતર ગણતર અને ધન આપ્યું તે સમયે મારું થયુ..
તમે સૌ એ બધું પામ્યા ત્યારે તે અમારું કે આપણું થયુ..
હવે જે અમારા વડીલોએ કર્યુ તે અમે કરશું..અમારાનો ખપ ઘટાડી ધીમે ધીમે તમારુ કરશું.
અને આમ અમે હલકા થઇશું

‘જીવત ક્રિયા’ એટલે બધુ જ જાતે ધર્મ માં વાપરવું તેમ નહીં પણ હવે મમત્વનો ભાવ ઘટાડવો તેવુ સ્પષ્ટ થઇ ગયું છે. મેં વીલ તો બનાવ્યું જ છે છતા મને એવુ છે કે હું ભણતરમાં સ્કોલરશીપો આર્થિક પછાત વિદ્યર્થીઓમાં આપીશ.તારુ આ દિશામાં કંઇ સુચન હોય તો મોકલજે. તારી બા આજે બહુ રાજી છે. અને કહે સોહમ અહીં હતો ત્યારે આવુ વિચાર્યુ હોત તો…

ખૈર.. અંશ ભણી રહે ત્યારે તુ પાછો આવીશ ત્યારે વધુ કરશું

તબિયત જાળવજે અને પત્ર લખતો રહેજે

મોટાભાઇનાં આશિષ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *