પૂ મોટાભાઈ(૨૭)

moon-venus_filtered.jpg
તમે કહેલુ સત્ય મને તો શીરાની જેમ ગળે ઉતરી જાય પણ આ પંડ એકલો ક્યાં છે? શીખા અને આશ્કાને આ સત્ય હું જેવો સમજાવા બેસુ એટલે તેમનો છેતરાયા નો ચચરાટ જ્વાળા મુખીની જેમ ભડકે…કેમ? કેવી રીતે આવુ ચાલે અને એ આગને ઠારવા છેલ્લે આવીને ઉભી રહે આંસુઓની ફોજ… જે મને કદી ન ગમે.
મારી હાલત તો એવી કે મને જ જાણે મારુ બીજુ અંગ ઠપકારે…સાવ જ બિન વહેવારીક છે તુ. આવા છોકરાની પાછળ લોહી તે બળાતુ હશે જે તમને મોઢા પર કહે
“તમને મે ક્યાં બોલાવ્ય છે તે આમ વિના અમંત્રણે ચાલ્યા આવો છો?”
શીખા તો રડતા રડતા બોલે કે હું તો એના ભલા માટે ના કહેતી હતી અને તેની ચિંતા થી રડ્યા કરતી હતી. એ ફસાયો છે તે ભોળો છે.અમેરિકન થવામાં તે અમેરિકન પણ નથી અને ભારતિય પણ નથી તેથી તો મને છોડીને જતો રહ્યો…આશ્કા પણ બોલે કે મારે અને એને શું વહેંચવાનુ છે? પણ મારો પણ ફોન ઉપાડતો નથી.. મને પણ હડધૂત કરે છે.
હું મને મારા મનમાં થતા દર્દને સહન કરું કે તે બંને ને શાંત કરુ તે સમજાતુ નહીં.
શીખા નો વિલાપ તીવ્ર થાય ત્યારે સહજ રીતે મારે તેને શાંત રાખવી જોઈએને? પણ હું કેવીરીતે એને શાંત રાખુ જ્યાં હું તેના કરતા પણ વધુ ઘાયલ હોઉં.
તમે લખ્યુ હતુને કે ‘તારો એક દિકરો ખોવાયો છે મારા તો બંને ખોવાવાનાં એ તે જ દશા મારી પણ છે હુંતો ભરે બજારે ચારે ને ખોઈ રહ્યો છું મને, શીખાને, આશ્કાને અને અંશને… શીખાએ તેને બધુ યાદ કરાવ્યુ તુ કહેતો હતો મમ્મી તુ તારુ ઘર માણ હું પહેલા બે પાંચ વર્ષમાં તને તારુ બધુજ કરી આપીશ.. તુ ખાલી રસોડુ સંભાળ અને બેજ મહિનામાં તે બોલ્યો હજી હાથ પગ ચાલે છે નોકરી કરો અને પૈસા બચાવો..ઘરડે ઘડપણ હું બેઠો છું ને? મારો દેવરુપ ગુણીયલ દિકરો બે જ મહિનામાં…ત્યારે વક્રોક્તિ કરતા બોલ્યો ત્યારે હું બેબી હતો આજે હું રીસ્પોન્સીબલ માણસ છું મારે પણ મારી જિંદગી જોવાની ને?
બદલાતી સ્વાર્થી મનોવૃત્તિ નો ચાબખો હજી દોઢ વર્ષે પણ એટલોજ ચચરાટ આપે છે.મનમાં થાયકે તમે એવાતો કેવા અમને કેળવ્યા કે આટલી મોટી ઉમરે પણ મને એવો વિચાર નથી આવતો કે મા બાપ અમારા કુટુંબનો ભાગ નહીં ..શીખા તેથી તો કહે છે આવુ ન હોયે મારુ સંતાન્..પણ હવે અફસોસ કરવાને બદલે બે રસ્તા છે કાંતો ભુલી જા અથવા જઈને માફી માંગ. એને હવે માની જરુર નથી..પણ માને દિકરો જોઇએ છેને..જેની ગરજ વધારે તે નીચો પડે ખરુને…શીખાની આંખે રોજ બોર બોર જેવા આંસુ પડે અને હજાર પ્રયત્નો પછી પણ તેની અંદરની “મા” જ્યારે ના મરે ત્યારે માર ડાયરીમાં આવુ ઉદાસ કવન સીસકે ચઢે
“પેટ” જ સાચુ ભાન કરાવે.


અમે તો દીઠા તુજમાં સ્વપ્ન હજાર
જ્યાં તુ ફક્ત સફળતાઓને વરતો
વાસ્તવે તુ તો સદાયે તારે રસ્તે ચાલતો
અને કહેતો જિંદગી મારી છે
તેને તમારા સ્વપ્નોનું રમ્ણીય ગામ ના બનાવો..
તમારા સ્વપ્નો કરતા સાચુ છે મારુ જીવનધ્યેય
તમારા તે તમારા અને મારા તે મારા
ક્ષણ માત્રમાં બાવીશ વર્ષનાં ઉપકારો ભુલી
 બે વર્ષના સબંધો મોટા કરે તે જ “પેટ”
 “પેટ” ને ના રડ ને ના રડ તે મમતાને
ઇશ્વર ન્યાય માની ને સાચો, પામ સમતાને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *