આ કોઈ હાર નથી, જો માને તો આ વહાલ છે સખી!
પંખી માળામાંથી જાય્, તે તો જગ વ્યવહાર છે સખી!
જનમ્યું તે જાય, એ વાત સાચી સંસારની છે સખી!
રડ નહીં આતો, બધી રોજની ઘટમાળ છે સખી!
કાલનો સુરજ આવશે, કોઇ વાત નવી લઈને સખી!
આ ઘાતને,સમજથી કે હીબકીને વિતાવીયે સખી!
ધર્મ કહે ,કરેલુ કદી એળે જતુ નથી તે જાણ ને સખી
બંધ દ્વારને જોઈ, નવી ક્ષીતિજો અણદેખી કર ના રે સખી
Beautiful picture and aflaatun first two line…..
સુંદર અને સાવ સાચો વિચાર…
..પેલું સરવાળાનું ડિંડક છેક નીચે મૂક્યું છે એના કારણે આખી કૉમેંટ એકવાર ઊડી ગઈ. એ ન હોય તો ન ચાલે?