વાને શામળી તેથી શ્યામા તેના શ્યામ પાસે અને સાસરે હડધુત થયા કરે.. વળી દસ વર્ષનાં લાંબા દાંપત્ય જીવન પછી પણ નિઃસંતાન હોવાથી શ્યામ દારુની લતે ચઢ્યો. ભણેલી ગણેલી શ્યામા સફળતાથી ટ્યુશનનાં ક્લાસ ચલાવે અને શ્યામની લગભગ સમકક્ષ રહેતી તેથી શ્યામસુંદર ઠાકોરનો પારો હંમેશા ૧૦૨ ડીગ્રી પર રહે. અને પીન્નતમાં ગાળો ભાંડે- ”તુ કાળી જ્યારથી મારા જીવનમાં આવી ત્યારથી મારી જિંદગી મેશ કરી નાખી ” ” વાંઝણી તેં તો મારો વંશ કાઢી નાખ્યો” ” મારા જેટલુ કમાય છે તે કંઈ ઉપકાર નથી કરતી…તારા બાપનું ઘર ભરે છે..”
પણ ક્યારેક જ્યારે શ્યામાએ સવારનાં ઉઠતાવેંત લીંબુ પાણી આપ્યુ હોય અને સરસ ચા બનાવી હોય્..ત્યારે પાછો માફી પણ માંગી લેતો શ્યામ બધી તકલીફોનું કારણ દારુ ઉપર ઢોળી રાતની બૂમાબૂમ અને ગાળોનો લગ્નજીવનમાંથી બાદબાકી પણ કરી લેતો. શ્યામા આ ઠાગા ઠૈયા કરી સરતા જીવનથી ખુશ તો નહોંતી પણ એ કરે તો શું કરે? તેના બા અને બાપુજીએ તેના નામે ઘર લીધુ ત્યારે શ્યામને ખબર નહોંતી..પણ જ્યારે ખબર પડી ત્યારે ઉઠીને તેના મકાનમાંથી શ્યામાનું નામ કાઢી નાની બેન અને ભાણીયાનું નામ દાખલ કરી દીધું. Continue reading →




