તારી અપેક્ષાઓનો અંત આવે ના કદી,
તે ના પુરી થાય તેથી સુખ ના મળે કદી.
કાં મારી જેમ સંતોષાઇ જા વા’લી સખી,
કે પછી રોઇ રોઇને ભર દરિયો સખી.
સમજાવી સમજાવી થાક્યો કે સખી જો ના પામી શકાય ના તેવા ઉંચા ઉંચા સ્વપ્ના..અને અપેક્ષાઓની વાદે વાદે ના ચઢાય .જ્યારે સપનાઓ ભાંગે ત્યારે રડી રડી ને ભર ના દરિયા.
સુખની એક માત્ર દવા છે, છે તેનો સંતોષ અને નથી તેનો ના હોય કોઇ ઉચાટ. હું તો સંતોષાઇ ગયોછું મારી પાસે જે છે તેનાથી.. અને હવે નથી જોઇતુ કંઇ આના થી વધુ..
દુઃખ માત્ર મારું એટલું જ કે નવાસુખોની અપેક્ષામાં તુ નથી માણતી આજ્ને..કે નથી ભુલતી ગઇ કાલને..આવતી કાલની કલ્પનાઓ માં વેઠે છે તુ દુઃખ આજે અનેક વધુ તો શું કહું માની જાને સખી! જેટલું હાથે તેટલું જ સાથે….