અબોલા- પ્રહલાદ પારેખ

તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ,
બંધ હોઠ કર્યા મેં જ્યારે, – આંખે માંડી વાત !

આંખોને યે વારું ત્યારે, – જોવુ ના તુજ દિશ
એમ કર્યું તો, – સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ

તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ,
– નીર ફર્યા એ પાછાં તેથી ઊભરાતાં તુજ નેન

અંતર મારે ભય જાગે : શું બંઘો જાશે તુટી ?
શબ્દો, આંખો, અંતર, દેશે નિજનું તુજને, લૂંટી ?
– સઘળું નિજનું તુજને લૂંટી ?

– પ્રહલાદ પારેખ

http://layastaro.com/?p=10708

પ્રહલાદ પારેખ જેવા મોટાગજાનાં કવિ દ્વારા સર્જાયેલ આ નાનકડૂ અને સચોટગીત જાતેજ એટલું બોલકું છે કે તેના આસ્વાદની જરુર જ ન પડે. લગભગ દરેકે દરેક પ્રકારનાં અબોલામાં “અંતર મારે ભય જાગે.”.તેથી જ તો વહાલા સાથેનાં અબોલા વહાલપમાં ફેરવાય અને ફરીથી જન્મો જન્મ સાથે રહેવાનાં કૉલ દેવાયને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *