ચગડોળ છે જિંદગી

giantwheel.jpg

ઘણું બધુ થાય પણ નયને, આંસુ ન સરે,
ચચરાટ ને ઉકળાટ ઘણો, શાતા ન મળે

હળાહળ ઝેર પીતા શીવને ઉમા આણ છે
હું તો સીધો માણસ મને તો તે ઝેર નડે

સમુદ્ર મંથને નીકળે ઘણું, ખબર ન પડે
મેરુ બની કેમ ફર્યા કરુ શેષનાગની ધરે

ખુટતી જાય છે જીવન ક્ષણો ક્ષણે ક્ષણે
છતા ચિત્ત ચઢ્યા કરે દ્વિધાની અવઢવે

સમજાય ના ઓ ઇશ તુ કરવા શું ચહે
સ્વિકારી લઉં સુખ દુ:ખ પ્રસાદી સ્વરુપે?

આજ છે અજંપ ઘણી,કાલની ના ખબર
ચગડોળ છે જિંદગી ચાલે ઉંચે નીચે ખરે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *