વિજયનું ચિંતન જગત

|

વેબ ઉપર ફરતા અને લખતા ગમેલા ગુજરાતી સાહિત્યની રોજનીશી

Archive for July, 2008

સૌ સાચી વાતે

Thursday, July 31st, 2008

berenerchamion-128.jpg

પ્રભુ સાથે વાતો કરતો માનવ બોલી ઉઠ્યો કે
પ્રભુ કેમ આપ્યુ શેતાન નાં સંતાન મન ને મસ્તિક્માં ઉંચેરુ સ્થાન્
અને હ્રદયને વેંત નીચે છાતીમાં?

પ્રભુ કહે

મન તો વિકલ્પોમાં ગુંચવે,
કરે નહી કોઇ વહેવારીક વાત
મન તો વિપરીત બુધ્ધી.
સાચુ કદીયે ના જુએ.

તેથી તે સાવકુ અને રાખ્યુ દુર ખાસ.

સમજે હ્રદય મારી બાની તેથી
તેનુ સ્થિર સુરક્ષીત દેહમાં સ્થાન
હ્રદય તો સ્વયં સંચાલીત,
મન નુ ના ચાલે કોઈ જોર.

હ્રદય સાચે જ ધડકે અને ધબકે સૌ સાચી વાતે

વિવેકાનંદ ની કવિતા-સંશોધન: ગોપલ પારેખ

Wednesday, July 23rd, 2008

આપણે બધાં બીજી બધીયે
ભાંગી નાખીએ મૂર્તિ
મારો ભગવાન એવો છે કે
એના હાથમાં સ્ફૂર્તિ.
આપણું શરીર એ એનું શરીર
આપણા પગ તે એના પગ
આપણી અંદર-બહાર વસે એ :
ચારે બાજુ એનું જગ
તમરાં, ભમરા, પતંગિયાં ને
એ જ આપણો પરમેશ્વર છે
નજીક  જુઓ કે દૂરથી
મારો ભગવાન એવો છે
કે એના હાથમાં સ્ફૂર્તિ. (more…)

‘Chalo Gujarat’

Sunday, July 13th, 2008

Hey Friends,
 
Check out the post on Urmi’s site and Please spread the word…
 
http://urmisaagar.com/saagar/?p=648
 
…and keep giving me the links of ‘Chalo Gujarat’ news if you know.
 
Regards,

માણસનાં કૌટુંબિક દુશ્મનો!- વલીભાઈ મુસા

Saturday, July 12th, 2008

valibhai-musa.jpg

  આજે આ લેખ દ્વારા આપ સૌ વાંચકો સમક્ષ હું ઉપસ્થિત થાઉં છું.  લેખનું શીર્ષક નવાઈ પમાડનાર તથા આપણા કૌટુંબિક દુશ્મનો વિષે જાણવા માટેની જિજ્ઞાસા જગાડનાર લાગશે.  હું આગળ વધું તે પહેલાં, આપ સૌ વાંચકોને વિનંતિ કરીશ કે આપ સૌ હળવા મને આરામથી બેસીને આગળ વાંચવાનું શરૂ કરશો. અહીં જે દુશ્મનોની વાત કરવામાં આવનાર છે તેઓ બહારના નથી, પણ આપણાં જ સ્વજન કે જે એક જ છાપરા નીચે આપણી સાથે જ રહેતાં આપણાં જ કુટુંબીજન છે. આ શબ્દો મારા પોતાના નથી, પણ કોઈકે નોંધ્યું છે કે ” જ્યારે કોઈ પુત્ર પિતાને માન ન આપે, પુત્રી માતા સામે પોતાનું માથું ઊંચકે,  પુત્રવધુ પોતાની સાસુ સામે જીભાજોડી કરે,  ત્યારે એ બધાં આપણાં કૌટુંબિક દુશ્મનો બને છે.” અહીં હું એક વાત સ્પષ્ટ કરીશ કે માત્ર પુત્રવધૂઓ જ કૌટુંબિક અશાંતિ માટે હંમેશાં જવાબદાર નથી હોતી, સાસુ પણ તેટલી જ જવાબદાર હોય છે. સાસુ પણ વારંવાર ભૂલી જતી હોય છે કે કોઈક સમયે તે પોતે પણ કોઈકની પુત્રવધૂ હતી. એ જ પ્રમાણે પુત્રવધૂએ પણ હંમેશાં યાદ રાખવું જોઈએ કે પોતે પણ ભવિષ્યે સાસુ બનવાની છે. (more…)

શક્યતા

Saturday, July 12th, 2008

આમ તો મુકી દીધી હતી
તને મળવાની સર્વે આશાઓ
કારણો ઘણાં તેથી ,
નશીબનાં ભરોંસે છોડ્યો  હતો તને
ને વરસાવતો હતો ઘણા આશિષો અશ્રુધારે, 
કે મળે તારુ ધાર્યુ સર્વ સુખ તને,
અંતે તુ જ તો છેને એક માત્ર પીંડ અમારુ
નક્કી સમાંતરે ચાલતા ગ્રહે ખુણો બદલ્યો છે
તેથી તો આજે ફોન આવ્યો.
જિંદગીમાં ક્યારેય નહી મળુ ના ધુંધવાતા
અગ્ની ઉપર્ આશનું અમી છંટકાયું
હવે ક્યારેક તો મળીશુની
શક્યતા ઉજાગર કરી તેં.

ફાનસવાળાં સન્નારી -વલીભાઈ મુસા

Wednesday, July 2nd, 2008

 

florence-nightingle.jpg

ફ્લોરેન્સ નાઈટીંગલનું નામ ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ જન્મે ઈટાલિયન હતાં, પણ તેમનો ઉછેર અને અભ્યાસ ઈંગ્લેંડમાં થયાં. અંતરાત્માનો અવાજ સાંભળીને તેમણે બીમારોની સેવા માટે માતાપિતાની અનિચ્છાને અવગણીને પણ નર્સીંગના વ્યવસાયને અપનાવ્યો. તેઓ ઉચ્ચ વર્ગમાંથી આવતાં હતાં અને એ દિવસોમાં નર્સીંગના વ્યવસાય પ્રત્યે લોકોને ઓછું માન હતું. પરંતુ આ વ્યવસાય સાથે ફ્લોરેન્સના જોડાવાથી વિશ્વભરમાં આ વ્યવસાય પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાઈ ગયો. તેઓ પોતાની ફરજ પ્રત્યે ખૂબ જ નિષ્ઠાવાન હતાં; અને બીમારોની સેવા અર્થે રાત્રે પણ અહીં તહીં દીવો હાથમાં લઈને ફરતાં હતાં. બીમાર વ્યક્તિઓએ તેમની સેવાઓથી ઉપકૃત થઈ તેમને દીવા સાથેનાં દેવીના ઉપનામથી નવાજ્યાં. (more…)

Powered By Indic IME