પ્રભુ! તારે દ્વારે ઉભી છે તે મારી બા છે

તમે પ્રેમથી ભર્યુ ભર્યુ જીવન દીધું
વસમી વિદાયે તે આંસુઓથી ભર્યુ
કેવી રીતે કહુ કે બા તમે આજે નથી
તો કેવુ એકલુ અટુલુ ને વસમું લાગ્યું
 
બધા છે છતા તમે નથી નો આ ગમ
કેમ વારે વારે આંસુ બનીને સર્યા કરે.
પ્રભુ! તારે દ્વારે ઉભી છે તે મારી બા છે
તેં બોલાવી છે છતા કહું છું ધ્યાન રાખજે
 
મારી બા છે. તારી બા ની જેમ્ જ.. મોંઘી અને વહાલી
તેને બધુ દેજે,  તારી પણ બા ને જેમ દે તેમજ તો.. 

4 replies on “પ્રભુ! તારે દ્વારે ઉભી છે તે મારી બા છે”

 1. Rekha Sindhal says:

  મા તો હૈયામાં લાગણી બનીને હમેંશા ધબકતી રહેવાની. વિજયભાઈ દુ:ખી ન થશો.

 2. neetakotecha says:

  આદરણીય વિજયભાઈ

  આપનાં બા નાં વિષે સાંભળ્યું..દુઃખ થયું..

  કારણકે માતા પિતા કેટલા પણુ ઉંમર વાળા થાય પણ એ લોકો હાજર હોય તો
  આપણને આપણી દુનિયા ભરેલી લાગે…એમ થાય આપણે બહુ સમ્રુધ્ધ છીયે…

  અને જ્યારે એમાથી કોઇ આપણને મુકીને ચાલ્યા જાય છેં ત્યારે એમ થાય છે કે અરે એમ કેમ બને ?

  કેટલા લોકો નાં પપ્પા એમના બચ્ચાઓ ને મુકીને જાતા હશે પણ જ્યારે મારા પપ્પા ગયા ત્યારે હુ માની જ નહોતી શકતી કે હું એમના વગર જીવી શકીશ..મને એમ થાતુ હતુ કે મારા મમ્મી પપ્પા તો જાય જ નહી…બહુ મુશ્કેલી થી મે મન ને મનાવ્યુ હતુ કે મારા પપ્પા પણ એક સાદા સીધા વ્ય્કતી જ હતા..કે જેમણે જન્મ લેવાનો છે અને મ્રુત્યુ પામવાનુ છે…. પણ એ મારા પપ્પા હતા એટલે હુ નહોતી માની શક્તી ..તો હુ પ્રભુ ને એટલી જ વીનંતી કરીશ કે પ્રભુ તમને શક્તી આપે…

 3. Jayesh Jay says:

  વિજયભાઇ

  દોસ્તી માટે મેં થોડાક મારા વિચારો મુક્યા હતા એમાં એક હતો કે દોસ્તી ખીસ્સાનો નહી ખભાનો ભાર છે આ સમયે દોસ્તો સ્વજનો ના ખભાજ ટેકો દેતા હોય છે

 4. વિજય શાહ says:

  અભાર મિત્રો
  હ્ર્દય્ની ઉર્મિઓ અને એવા અનેક ખભાઓ કે જેના ટેકે આ આકસ્મીક મૃત્યુ ભાર સહ્ય કરી શક્યો છું.

  આપ સૌનો આભાર માની આ ભાર હળવો નથી કરતો પરંતુ ઋણ સ્વિકારુ છું અને આનંદુ છું કે આપ સૌ નો સાથ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *