Category Archives: ચિંતન

“તીર્થોત્તમ”માં થી વીણેલું-સંકલન ભૂપેન્દ્ર ઉપધ્યાય

 

 •  Picture from www.mcl-bjm.camother%20goose%20logo%20nat
 • બાળક્ને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઇ જેને,વત્સલ મૂરત સ્નેહલ સૂરત,હ્રદય હ્રદયનાં વંદન તેને ,-ઊમાશંકર જોશી 
 •  ધન સંપતિ પ્રતિષ્ઠા સુખ સગવડ આપી દેવા મા તૈયાર થઈ જશે પરંતુ પુત્રને કદી નહિ આપે – અજ્ઞાત 
 •  ઈશ્વર સદેહ બધે પહોંચી શકે નહિ તેથી તેણે માતાનું સર્જન કર્યુ.-યહુદી કહેવત 
 •  મોંઘી માડી! જીવન ભરતી ઓટમાં તું જ ઇન્દુ –ચંદ્રવદન મહેતા 
 •   તુ જીવી, બા, જીવન હરિનું જીવવા શિર સાટે!-કરસનદાસ માણેક
 • આરાધનામાં સ્મરું રૂપ બાનું! ને બા સ્મરીને પ્રભુ રૂપ પામું-કૃષ્ણલાલ શ્રીધરાણી
 •   ચહું જન્મોજન્મે શિશુ તુજ હું, ને માત મુજ તું –ગુલાબદાસ બ્રોકર
 •   સમયને બાનો ચહેરો, વતનને બા નો ચહેરો –અજ્ઞાત
 •   માનો અર્થ દુનિયાની બધી જ ભાષામાં મા થાય છે.-રવિન્દ્રનાથ ટાગોર 
 •  માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાનાં ચરણોમાં છે-ફ્રેડરીક હેસ્ટન
 •  પ્રથમ શિશુ સૌ કહાન, માતા બધી જ યશોમતી, મૂક મિલન મ્હોંમાં બ્રહ્માંડો અનંત વિલોકતી-ઉશનસ
 •  મા એક એવી ઋતુ છે જેને કદી પાનખર આવતી નથી-અજ્ઞાત
 •  (મા,)  તું માનવીનાં પરિતાપ કેરું હતું મહાઔષધ રામબાણ-ઇંદુલાલ ગાંધી
 •  મા યુવાન થઈ વૃધ્ધ થાય છે પરંતુ તેના સંતાન સદા બાળક રહે છે.-ઇરીચ નોરીશ
 • બીમાર પડતો કોઇ પણ માણસ સૌથી પહેલો અને વારંવાર જે શબ્દો બોલે છે તે  “મા” છે. સ્વામી રામતીર્થ
 • મારી માતાએ મારા ઉપર નજર રાખીને મને મારા સાથીઓનાં બુરા પ્રભાવથી બચાવ્યો છે –દાદાભાઈ નવરોજજી
 • તારું સ્વર્ગ તારી માતાનાં ચરણોની નીચે છે- હઝરત મહમ્મદ પયગંબર

વિશેષ આભાર- નીલમ દોશીનો જેમણે “તીર્થોત્તમ” મને ભેટ આપ્યું.

મોક્ષ માર્ગ સહજ બને

કહે છે
જે તમને ચાહે છે તે તમારું પૂણ્ય છે
અને સૌ પાપો જે ધિક્કાર સ્વરૂપ છે

જીવવું એ કારીગરી શ્રેષ્ઠ બને

જ્યારે
પાપ અને પૂણ્ય શૂન્ય બને
તોજ મોક્ષ માર્ગ સહજ બને

તે દિકરી થઈ તેથી શું થયું ?

 

મારી દિકરી ચિન્મયી મહીના માં સાસરે જશે બાપ ને જયારે દિકરી વિશે આવા નાજુક સમયે લખવાનુ અને વિચારો ની રંગોળી ને કેન્વાસ ઉપર ઉતારવાનું આમંત્રણ મંજુલાબેન અને ડો ભગવાનદાસભાઈ પાસે થી મળ્યુ ત્યારે સ્વયંભુ જ સ્વિકૃતિ અપાઈ ગઈ.

દિકરો કે દિકરી વચ્ચે માબાપને તો કયારેય ભેદ નથી હોતો પરંતુ જિંદગી નો પહેલો 25 વર્ષનો તબક્કો પુરો કરી પોતાની જિંદગી શરુ કરતી દિકરી ને વળાવતા જે આંસુ નો ધોધ વહે તેટલો જ આનંદ જયારે દિકરો કુળવધુ ને લઈ ને આવે ત્યારે થતો જ હશે…. આ ધારણા પાછળ કોઈ કારણ નથી…. પણ હું મહદ્ રીતે મારા મિત્રો ના મતે આનંદ કરતા કારુણ્ય વધારે માણુ છુ એમ કહેવાય…. ખૈર. આ વાત એટલા માટે યાદ આવી કે દુનિયા ને ઈર્ષા આવે તેવી સફળતા કોલેજ કાળમાં પાંચ વર્ષ સુધી મળી હતી યુનીવર્સીટી રેંકીગ આવતુ પણ એ ખુશી કલાક ટકે અને જતી રહે પણ એમ.એસ.સી નું છેલ્લુ વર્ષ જયારે ત્રીજો વર્ગ આવ્યો તેનો અફસોસ જયાં સુધી સારી જોબ નહોંતી મળી ત્યાં સુધી ચાલ્યો હતો. Continue reading →

અન્ય શક્યતાઓ

આ ચિત્ર જ્યારે પહેલા મે જોયું ત્યારે હા આપ સૌની જેમ જ મને પણ રણમાં ઉંટો દેખાતા હતા. આ ચિત્ર બતાવનારા ડો. લુલ્લા કહે નજરનો ભેદ આજ છે..જે દેખાય છે તે હોતુ નથી અને જે નથી દેખાતુ તે શોધવા મથવુ પડે છે. આ ચિત્ર રણમાં ઉપરથી લીધેલું છે પરંતુ તે વખતે ઢળતો સુર્ય તે દરેક ઉંટોનાં પડછાયાને હુબહુ રજુ કરે છે. જે ચકતી સફેદ રેખાઓ છે તે ઉંટ છે અને જે ઉંટ દેખાય છે તે પડછાયા છે.

સંસારમાં આ દ્રષ્ટી કેળવવા બહુ જ ઝઝુમવુ પડે છે કારણ કે જે પડછાયા છે તેને પોતાના માની આપણે જિંદગી તો વિતાવી જઈએ છે પણ જે હીતકર છે જે સત્ય છે તેને બહુધા જોતા નથી. અને પછી ખોટા પડ્યાના અફસોસો સાથે મૃત્યુને વરીયે છે અથવા એમ કહું કે જન્માંતરના ફેરામાં ફરીયે છે તો ખોટુ નહી કહેવાય્ એક ઘટના જે દેખાય છે તે સાચી હોય અને ન પણ હોય તે વાત જન્મે તો તેને વાત ખોટી નીકળે તો આંચકો નથી લાગતો. આ અન્ય શક્યતાઓને સ્વિકારવાનુ નામ જ જ્ઞાન અને જે જ્ઞાની તે અનપેક્ષીત રહી આત્મ તત્વ તરફ વળે છે.