Category Archives: અન્ય બ્લોગ ઉપરથી ગમે

પ્રમાણિકતા -વલીભાઈ મુસા

valibhai-musa.jpg
પ્રમાણિકતા

ચાણક્યે નોંધ્યું છે કે, “માણસે વધારે પડતા પ્રમાણિક ન થવું જોઈએ. સીધાં ઝાડ વહેલાં કપાય છે અને સીધા માણસોને પહેલા ભીંસવામાં આવતા હોય છે.” મારા આ લઘુ નિબંધની શરૂઆતમાં જ મારા વાંચકોને આ અવતરણ, શીર્ષકથી કંઈક અંશે વિપરીત વાંચીને આશ્ચર્ય થશે, પણ આપણે “વધારે પડતા” શબ્દો ઉપર ધ્યાન આપીશું તો સ્પષ્ટ થઈ જશે કે ચાણક્યે પ્રમાણિકતાના ગુણને સર્વથા નકારી કાઢ્યો નથી; પરંતુ ગુઢાર્થમાં પ્રમાણિક માણસોને માર્ગદર્શન આપ્યું છે અને ચેતવ્યા છે કે વધારે પડતી પ્રમાણિકતા દાખવતાં વિપરીત પરિણામ માટે તૈયાર રહેવું પડશે. પ્રમાણિકતાને લંબાઈ, વજન કે કદમાં માપી શકાય નહિ. બીજા શબ્દોમાં પ્રમાણિકતાને ગણતરી સ્વરૂપની વ્યાખ્યા આપી શકાય નહિ અને તેથી જ પ્રમાણિકતાને આટલા કે તેટલા પ્રમાણમાં ગણવાનો કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આમ અહીં “વધારે પડતા” શબ્દો અર્થહીન બની જાય છે અને પ્રમાણિકતા એની જગ્યાએ કાયમ જ રહે છે કે જે માણસના ચારિત્ર્યઘડતરમાં ખૂબ જ મહત્વનું પરિબળ બની રહે છે. Continue reading →

મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’

400px-scuba_diver.jpg 

એક નેમ છે અને એને વિસરવાનું નહીં
બીજી ભણી માથાને વિહાવાનું નહીં
મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’
ડૂબકી જ મારવાની હો, પછી તરવાનું નહીં
‘મરીઝ’

courtsey: www.tahuko.com

કેવી સુંદર વાત!

કોઈપણ લક્ષ્ય્ ઉપર પહોંચવુ હોય તો આડા અવળા વિચારોને તાબે થયા વિના એક જ ધ્યેયે એક નિશાને ચાલે તેને સિધ્ધિ મલે મળે અને મળે જ… પુરાણોમાં અર્જુનને જ્યારે ફક્ત ડાબી આંખ જ દેખાઈ તો તેનો લક્ષ્ય વેધ સફળ થયો તેજ વાત કવિ એ મરજીવાનાં રુપક થી અત્રે સિધ્ધ કરી.. મોતી પામવા હો તો ડુબકી મારવી જ પડે.. પછી સાપ કે શાર્ક આવશે તો ખાઈ જશે.. કે તળિયે પહોંચતા પહેલા શ્વાસ ખુટી જશે તો મરી જવાશે એવા ભયોથી કિનારે રહી જનાર મોતી કદી પામતા નથી..ધ્યેય સંધાન માટે “એક નેમ છે તેને વિસરવાનુ નહીં” અને તે નેમ જો મોતી પામવાની હોય “તો ડૂબકી જ મારવાની પછી તરવાનુ નહીં” કદાચ આવુ જ બીજુ સુંદર પદ ” કરતા જાળ કરોળીયો ભોંય પડી પછડાય” આપને યાદ હશે જ્…

ત્સુનામી ક્ષણ પહેલા

ત્સુનામી ક્ષણ પહેલાઆ ચિત્ર લેનાર કદાચ હયાત ન હોય
કે આ ચિત્ર કોમ્પ્યુટરની ઉપજ પણ હોય
પણ એક વસ્તુ જરૂર કહી જાય છે કે માણસ હજી.. પાંગળો છે
તે બણગા ભલે ફુંકે કે તે સર્વ શ્રેષ્ઠ છે
પણ ના હજી તેની ઉપર પણ કોઈક છે
જે જ્યારે ધારે ત્યારે તેને સીધો કરી શકે..
હરિકેન, ત્સુનામી , ધરતીકંપ, શીત પ્રપાત,વીજ પ્રપાત્,
દાવાનળ અને જ્વાળામુખી જેવી કેટલીય સત્તઓનો ધણી તે છે
જેને કદીક પ્રભુ, નસીબ કે પરમ તત્વ કહી માનવ નમે છે

Email Picture Courtsey : Vinod R Patel

જ્યારે તારા નયનથી નયન ટકરાય છે-ભરત દેસાઈ ‘સ્પંદન્’

jyaare1.jpg 

જ્યારે તારા નયનથી નયન ટ્કરાય છે
શાંત પડેલી લાગણીઓ ઉભરાય છે
                                જ્યારે તારા

લેણ દેણ નથી શબ્દોની આપલે પરંતુ
ઓળખ વર્ષોની હોય તેમ વર્તાય છે
 વર્કાં ચુકા પથરીલા એ પહાડ પર્
એક પગદંડી લીલીછમ દેખાય છે
                            જ્યારે તારા

રાત જાગ્યા સપના સઘળાયે મારા
મહેલ મીનારા તાજ્ ખુલ્લી આંખે ચણાય છે
 આમ મોટેથી સાદ દઈશ ના તું મને
ખાલી મારા ઘરમાં એ પડઘાય છે
                             જ્યારે તારા

સાવ નગ્ન સત્ય હકીકત “સ્પદંન”
ગઝલો આવી રીતે જ લખાય છે

રૂપિયે કિલો-હેમંત પુણેકર

રૂપિયે કિલો

હું પણ હોત એક અબજોપતિ
જો વેચાઈ જાત
આ સ્વપ્નોનો ભંગાર
રૂપિયે કિલો

-હેમંત પુણેકર

http://hemkavyo.wordpress.com/2007/05/20/rupiye_kilo/ 

કવિની નજર ક્યાંથી ક્યાં પહોંચે છે?
ક્ષણ ભંગુર સ્વપ્નાઓનો વેપાર કરી અબજો પતિ બનવુ છે.
અને અબજો પતિઓ કોઇક નવુ સ્વપ્નુ શોધવા ‘બ્રૈન સ્ટોર્મીંગ સેશન’ કરી અબજો પતિ માંથી કરોડ પતિ બનતા હોય છે.
આ અબજો પતિમાંથી કરોડપતિ બનવાની ચાવી શું છે તે ખબર છે?
અમેરીકાનાં મનો વૈજ્ઞાનિકો કહે છે મનમાં શાંતિ આવે ત્યારે જે સુખ આવે છે તે કરોડો કે અબજોમાં નથી.
આવો શાંતિનો નોબલ પ્રાઈઝ જીતી શકાય તેવો ઉપાય શબ્દ ‘દાદા’ તરીકે આપણા ભૂતપુર્વ પ્રમુખ શ્રી અબ્દુલ કલામ આઝાદે આપ્યો હતો..દા એટલે આપવુ.
તારી પાસે જે  હોય તે તુ આપ અને વારંવાર આપ તો ત્યાગ લાવશે ખુશી.. જે લાવ લાવ કરતા લેનારા લોકોને ભાવ લાવે અને આપનારનો ભાર ઘટાડે..
જેનો ભાર ઘટ્યો તેનુ ઉર્ધ્વગમન નિશ્ચીંત થઈ જાય.
આપણને ખબર છે સ્વર્ગ ઉપર છે.

વિચાર વિસ્તાર

આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.

વિવેક મનહર ટેલર

ડો વિવેક ૧૯૯૫નાં કોઇક કઠીન તબક્કામાં સાવ સીધા શબ્દોમાં અર્થ અને રક્તનાં તાણા વાણાની વાત કહી ગયા.. .પૈસા આપીને સગાનું સગપણ ખોયુ, કદાચ તે પહેલો અને સ્થુળ અર્થ પહેલી નજરે દેખાય પણ કોઇકે સાચુ જ કહ્યુ છે.

“શુન્ય વધ્યા અને વધ્યા અંતરાળ..”

જુઓ કરોડપતિઓને તેઓને ત્યાં જેમ પૈસા વધે તેમ તાળા વધે.. આ તાળા શાનુ પ્રતિક છે? અવિશ્વાસનું કે સુરક્ષાનુ?
 જો સામાન્ય જનસમાજ કરતા ઓછો પૈસો હોય તો પણ દુઃખ અને વધાર પૈસો હોય તો પણ દુઃખ્..જેમ પૈસો વધે તેમ તેને ખોવાનો ભય પણ વધે અને તેથી જ તો સુખી માણસની વ્યાખ્યા કોઇકને પુછી તો કહ્યું

“સુખી તે જ જેની પાસે કોઇ ચાવી ન હોય્..”

પરંતુ વેદના ત્યારે વધુ થાય જ્યારે રક્તનો સંબંધ લક્ષ્મી પાસે પાતળો પડે.. અને તે અર્થ સાચા સ્વરુપે વ્યાજ અને વટાવના વેઢા ગણે. છુટા છેડા તેનુ વિકૃત સ્વરુપ્ અર્થના કારણે પકડે કે ઓછી નાણાકીય સંપતિ ને કારણે વૃધ્ધ મા બાપ છોકરાને ત્યાંથી ઘરડા ઘરે ઠેલાય કે ભાઈ ભાઈથી કૌટુંબીક હક્કો ઓળવાય કે દિકરી સાસરેથી પાછી હડસેલાય….

બહુ દુઃખ સાથે કહેવુ પડે છે કે

લોહીનાં સબંધો ફક્ત આપત્તિના સમયે જ ઉછાળો મારે
પણ અર્થનાં સબંધો કાયમ એક યા બીજા પ્રકારે ઉછળે

૩૦મી લગ્નતિથિ

cawz32uq.jpg
www.humanrevolution.wordpress.com

ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
છું તારી છાયા ને તારી જ સાથે જીવવાનું છે.

– ડો.વિવેક મનહર ટેલર

આજે ૩૦મી લગ્નતિથિ છે અને આવો સુંદર શેર સખીને કહેવા મળી જાય તે કેવો સુખદ યોગ કેમ ખરુને?

વર્ષમાં આજનો જ એક દિવસ છે જેમા ક્યારેક જો ગુસ્સો હોય તો આ દિવસ જિઁદગીમાં કેમ આવ્યો? તુ મળી ( કે મળ્યો) અને મારો જન્મારો છુટી પડ્યો જેવા કટુ વચનોથી સવાર પડે.અને જો સારો દિવસ હોય તો..સાત ભવ મને મળજે( કે મળજો) ને હું તો દુનિયામાં સૌથી સુખી તને (કે તમને) પામીને વાળા ભાવભર્યા ગીતોનાં સૂરો નીકળે..બસ આવા જ ભાવો ભરીને આજે આ શેર સંભળાવ દીધો અને સવાર સુધરી ગઈ..(ફુલો પણ સાથે હતા તેથી સાંજ સુધીની હસતી સખીને માણવાની મઝા પણ હતી..)

પછી …થઈ તડ ફડ (જે સાવ સહજ છે… )અને મને સુજ્યું

man-banne-radataa.jpg

તેંતો કહી દીધું નથી જોઈતો તું મને,
મને પણ ખબર નથી જોઈતો હું મને

કહીશ છતા તારા નયનો કહે શું મને
કે તારા વિના રહી ન શકુ સમજ જરા,

ખબર છે એટલી આ પ્રેમ જીવાડે અમને
તેથી જ ગમે તે કોઈ કહે, મન બંને રડે

સવારે હસતા બપોરે રિસાતા અને રાત્રે ઉદ્વિગ્ન મને બંને સુતા..

ફરી ડો વિવેક ટેલરનો છેલ્લો શેર કામમાં આવ્યો

સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,
ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

courtsey : www.vmtailor.com

વિચાર વિસ્તાર

તજી દીધો મે મારો ક્ષુદ્ર અહમ
મને મળ્યો અગાધ આતમ દરિયો.

અતુલ જાની “આગન્તુક” નો આ વિચાર મન ને ઝણઝણાવી ગયો. કેટલી સાચી વાત છે..રાજા ભરત અને બાહુબલીનાં ભીષણ સંગ્રામ પછી પંચમુષ્ટી લોચ કરી ધર્મ માર્ગે કઠોર તપશ્ચર્યા કરતા મુની બાહુબલી ને આ અહમ તો નડતો હતો. બહેનો બ્રાહ્મી અને સુંદરીએ પ્રાર્થના કરીકે વીરા મોરા ગજ થકી ઉતરો એ વિચાર સ્વિકારનાં પગલે કૈવલ જ્ઞાન પ્રાપ્ત થયુ.. રાજા રાવણ પણ આવુજ અભિમાનનું બીજુ પ્રતિક છે જીણે મૃત્યુ ગળે લગાવ્યુ પણ અભિમાન ન છોડ્યુ. માન અને અભિમાન સત્યને વિકૃત બનાવીને જુએ છે..ક્ષુદ્ર જો બની શકે તો જ અહમ ઓગળી શકે. તેને ઓગાળવા માટે તો ઋષી મુની તપશ્ચર્યાનો કઠીન માર્ગ પકડે છે…પણ અહમને નાનો કરવાનો સરળ રસ્તો છે પોતાની દોરેલી લીટી નાની કરવાનો. જે દ્રષ્ટી બદલવાથી તરત થતો હોય છે.

કિરીટ ભક્ત કહે છે કોઇકે કોઇક કબ્રસ્તાનમાં લખ્યુ હતુ કે
“અહીં એવા લોકો પણ સુતા છે જે માનતા હતા કે તેમના વિના દુનિયા ચાલશે નહીં”
સત્ય એ છે કે તે તો જતા રહ્યા અને દુનિયા હજી ચાલે છે.

પાણો અને પરમેશ્વર- પ્રવીણચંદ્ર કે શાહ

હું શિખ્યો છું આ પથ્થર પાસથી;
કેમ બની શકાય પરમેશ્વર !
ને મળી શિક્ષા પરમેશ્વર પાસથી;
પુજાવા થવું પડે છે પથ્થર !

મુર્તિ પૂજાની વાતો કરતા લગભગ્ સમગ્ર ધર્મનાં મોવડીને સીધી સાદી ભાષામાં સમજાવતી બે પંક્તિને આગળ વધારવી હોય તો એવુ કહેવાય..કે પુજાવાનું રહેવાદો પણ પૂજનીય થવા તેઓ એ જે કર્યુ તેવુ કરવા સક્રિય થાઓ..કૃષ્ણે તે સમયનું શ્રેષ્ઠ કામ કર્યુ..મિત્ર અને પરમ સખા અર્જુન ને કર્મ જ્ઞાન દીધું..રામે પોતાના વર્તન દ્વારા રામ રાજ્યની કલ્પના સાકાર કરી. શિવ શંભુએ હળાહળ ઝેર પીધુ..આજના જમાનાની વાત કરીયે તો ગાંધીએ સ્વરાજ્યની કલ્પના મૂર્તિમંત કરી. ડો અબ્દુલ કલામ આઝાદે સુઘડ જીવન અને ઉચ્ચ વિચારોમો દાખલો સ્થાપ્યો. મધર ટેરેસાએ ગરીબોની આજીવન સેવા કરી. રાજનીતિજ્ઞ અલ ગોર પરિ આવરણ સમસ્યાથી જેટલા પ્રખ્યાત થયા તેટલા તેમની રાજ્કીય કારકીર્દીથી નહોંતા થયા

કામ કરનારા ગરજતા નથી અને જે ગરજે છે તે કામ કરતા નથી.