jump to navigation

રૂપિયે કિલો-હેમંત પુણેકર January 29, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે, કાવ્ય રસાસ્વાદ , 1 comment so far

રૂપિયે કિલો

હું પણ હોત એક અબજોપતિ
જો વેચાઈ જાત
આ સ્વપ્નોનો ભંગાર
રૂપિયે કિલો

-હેમંત પુણેકર

http://hemkavyo.wordpress.com/2007/05/20/rupiye_kilo/ 

કવિની નજર ક્યાંથી ક્યાં પહોંચે છે?
ક્ષણ ભંગુર સ્વપ્નાઓનો વેપાર કરી અબજો પતિ બનવુ છે.
અને અબજો પતિઓ કોઇક નવુ સ્વપ્નુ શોધવા ‘બ્રૈન સ્ટોર્મીંગ સેશન’ કરી અબજો પતિ માંથી કરોડ પતિ બનતા હોય છે.
આ અબજો પતિમાંથી કરોડપતિ બનવાની ચાવી શું છે તે ખબર છે?
અમેરીકાનાં મનો વૈજ્ઞાનિકો કહે છે મનમાં શાંતિ આવે ત્યારે જે સુખ આવે છે તે કરોડો કે અબજોમાં નથી.
આવો શાંતિનો નોબલ પ્રાઈઝ જીતી શકાય તેવો ઉપાય શબ્દ ‘દાદા’ તરીકે આપણા ભૂતપુર્વ પ્રમુખ શ્રી અબ્દુલ કલામ આઝાદે આપ્યો હતો..દા એટલે આપવુ.
તારી પાસે જે  હોય તે તુ આપ અને વારંવાર આપ તો ત્યાગ લાવશે ખુશી.. જે લાવ લાવ કરતા લેનારા લોકોને ભાવ લાવે અને આપનારનો ભાર ઘટાડે..
જેનો ભાર ઘટ્યો તેનુ ઉર્ધ્વગમન નિશ્ચીંત થઈ જાય.
આપણને ખબર છે સ્વર્ગ ઉપર છે.

અમ વીતી, તુજ વીતશેની વાત

Posted by vijayshah in : તમે અને મારું મન , add a comment

images.jpg 

કહે છે આજે તેને તમે યાદ નથી રહ્યાં
કારણ હવે નવી દુનીયા એની પાસે રહી
ગૈ કાલે તુ પણ તારીદુનિયામાં હતોને?
તેની જેમ જ…
ત્યારે યાદ આવતા હતા તને તારા માબાપ?
ત્યારે જે તેં કર્યુ તે આજે તે કરે
તે અફસોસ નકામો
કરેલી ભુલ ભુંસાય તેવો કાયદો ન હોય
ત્યાં ભુલ ભુલકાં અને
ભુલે માબાપ તે વાતો સાવ સહજ લે
કહેતા હતાને મા બાપ..
ઉપર ન્યાય છે..
સાચો સમય આવે ત્યારે જ સમજાયે
અમ વીતી, તુજ વીતશેની વાત…

વહેવાર અને લાગણી January 27, 2008

Posted by vijayshah in : તમે અને મારું મન , add a comment

મિત્ર તમે ગજબનાં તેની તો વાત કરું
સમજ્યા અમે ઉંધુ તેથી પ્રત્યાઘાત કરું

લાગણી તમે દુભવી તે તમને વાત્ કરું
તમારા માટે નથી કો’ દુર્ભાવ  તે વાત કરું

કાં અપેક્ષા અમારી વધુ તમને વાત કરું
કે પછી સમજ્યા વિના વાત આદાન્ કરું

તીર તો નીકળી ગયુ કમાન થી શું વાત કરું
લાવે રુદનો ઘણા  હવે કહો ઇલાજ શું કરું?

મિત્ર છો માફી માંગીને ફક્ત એ યાદ કરું
વહેવાર અને લાગણી જુદા છે  એ જાણ કરું

વંશજ January 25, 2008

Posted by vijayshah in : તમે અને મારું મન , add a comment

jack-at-18-hours1.jpg

આશિર્વાદો ઝરણા સમ્ સૌ સ્ફુટતા રહે, તુ છે વંશજ
ભરજે આનંદ અગણીત સૌ નાં મને, તુ છે વંશજ

અભિનંદન માબાપને જય જય કાર, તુ છે વંશજ
ન પીડાઓ આધી વ્યાધી કે સમય દે, તુ છે વંશજ

લોહીની સગાઈ, ધર્મની દુહાઈ તને, તુ છે વંશજ
આગમનથી તારા આનંદ ઝાઝો અમને, તુ છે વંશજ

રુપ અમેરિકન્ ભલે તેં તો ધર્યુ છતા, તુ છે વંશજ
નામ તારા સાથે ચાલે વંશનો વેલો, તુ છે વંશજ
 

સખી January 21, 2008

Posted by vijayshah in : તમે અને મારું મન , 1 comment so far

sakhi.jpg

સંતાડ્યા કરે છે મને મારી બેચેની સખી
સંતાપ્યા કરે છે મને તારી બેચેની સખી

હાસ્ય સાથે અશ્રુ પણ લાવે જીવન સખી
સમજ જરા તે કદી આવે ન એકલા સખી

ક્યારેક હસે પણ વધુ તો ફરિયાદો કરે સખી
આમ થયુ તેમ કેમ થયુ ક્ષતિશોધ કાં સખી?

શાંતિ થી જો સુખ તો વસ્યુ છે મનમાં સખી
સુખનો ઉપાય પણ વસ્યો તુજ મનમાં સખી

હ્રદય દુ:ખ્યાની વાત January 19, 2008

Posted by vijayshah in : તમે અને મારું મન , add a comment

broken-heart.jpg

જિંદગીની શુન્યતાઓને ખુબ ભરી લીધી
પ્યાસી નજરોમાં એક તરસ ભરી લીધી

જાય  દિવસો હતાશ, ઉદાસી ઘેરી વળી
તુ આવશે  નહી તે ઉદાસીને ભરી લીધી

સમય જ્યારે  આવશે તને સાથે લાવશે
તે વાતને હવે દુઃસ્વપ્ન સમ ધારી લીધી

એકલતા ક્ષણ ક્ષણ બનીને મને રિક્ત કરે
ત્યાં કરવી કોઈ આશ  મુર્ખતા ધારી લીધી

સમજ ને ફરજની વાત જ્યાં સૌની પોતાની
ત્યાં સંસ્કારબીજ ફોરશે તે વાત અંધારી દીધી

છું એક વ્યથાનુ પુષ્પ,  સુગંધ ક્યાંથી હોય?
હ્રદય દુ:ખ્યાની વાત તેથી કાવ્યે  ધારી લીધી

ફરજ અને હક્કોની વાત દરેક માણસ પોત પોતાની રીતે જોતો હોય છે. દરેકને પોતાના હક્કો યાદ રહે છે પણ તે હક્કો ફરજો બજાવ્યા પછી આવે છે તે સમીકરણ યાદ નથી રહેતુ અને તે કારણે ધીમે ધીમે તે એકલતા તરફ ધકેલાતો જાય છે. હ્રદય દુખ્યાની વાત તેથી તો કહેવાની માંડી વાળી..

વિચાર વિસ્તાર January 18, 2008

Posted by vijayshah in : વિચાર વિસ્તાર્, વિજય શાહ , 3 comments

મારી ન્યૂનતા ના નડી તને
તારી પૂર્ણતા ગૈ અડી મને

-ઉમાશંકર જોષી

 પ્રભુ અને માનવ વચ્ચેની આ વાત સ્વયં સંપુર્ણ છે.માનવ કહે છે મારામાં અપૂર્ણતા ઘણી છે અને તે વારંવાર હું મદ અને પ્રમાદ કરીને વ્યક્ત કરતો જ હોઉં છુંપણ હે પરમ પિતા તમે ક્યારેય એ ઉછાંછળાપણાને ધ્યાનમાં નથી લીધું.

પણ હે પ્રભુ તમારુ સંપૂર્ણપણુ મને કાયમ જ જોઈતુ હોય છે. લાયકાત હોય કે ના હોયતમારું સંતાન હોવાનાં નાતે કે સર્વોપરી પોતાની જાતને માનવા માટે તમારી પુર્ણતાની જલન જરુર મને થાય છે.

મારા વગર પણ…..ભરત દેસાઈ “સ્પંદન” January 17, 2008

Posted by vijayshah in : કાવ્ય રસાસ્વાદ , add a comment

બધુ જ રાબેતા મુજબ નુ લાગશે મારા વગર પણ
બે  ઘડી ની  ખૉટ નક્કી સાલશે મારા વગર પણ

રાખજે સચવાય  તો તુ સાચવીને યાદ મારી
 અર્થ એ ભીંનાશ નો સમજાવશે મારા વગર પણ

એ  જ યારો એ  જ  મૅ’ફિલ જામ સાકી ને સુરાહી
એ મદીરા પણ  જવાબો માગશે મારા વગર પણ

ક્યાંય પણ જો લાગણીનો ના મળે પર્યાય તમને
તો ગઝલ મારી દિલાસો આપશે મારા વગર પણ

દુર  દિલ થી ક્યાં કદી “સ્પંદન”તમારા થી ગયો છે
હાજરી મારી તમોને લાગશે મારા વગર પણ

- ભરત દેસાઈ “સ્પંદન”

શિકાગો સ્થિત હજી છ મહિના જુના ભરત દેસાઈ “સ્પંદન્” તેમની ચાલીસીમાં બે બાળકો અને પત્ની સાથે અમેરિકા આવ્યા છે.

બાળકોનું સુંદર ભાવી કે આર્થિક સમૃધ્ધિનું અમેરિકન શમણુ તેમનુ પુરુ થશે તેવા શ્રધ્ધાવાન આ કવિ સાથે ફોન ઉપર વાતો કરતા લાગ્યુ તેમનામાં તેમનુ પોતાનુ કહી શકાય તેવુ ઘણું બધુ છે. સારા ગાયક શ્રેષ્ઠ કવિ અને શાયર ઉપરાંત સ્ટેજ ઉપર જકડી રાખી શકે તેવી રજુઆત અને સ્ટેજ કલાકાર છે. અમેરિકન થવાની તેમની પ્રક્રીયા સહજ છે પણ પ્રસ્તુત કાવ્ય જે વતન વડોદરા છોડતા મિત્રોને અલવિદા કહેતા જ્યારે રચાયુ હશે ત્યારની તેમની વતન ઝુરાપાની શ્રેષ્ઠ ક્ષણો હશે તેમા કોઇ બે મત નથી.
  સંવેદનશીલ કવિનો મને આ શેર ખુબ જ ગમ્યો

દુર દિલ થી ક્યાં કદી “સ્પંદન”તમારા થી ગયો છે
હાજરી મારી તમોને લાગશે મારા વગર પણ

ભરતભાઈ અમેરિકા તમને તમારુ નવરંગી સ્વપ્ન સત્ય કરી ધાર્યુ સુખ આપે તેવી પ્રભુને પ્રાર્થના

તેમનો સંપર્ક ૧-૮૪૭-૮૨૪-૧૪૨૮

લાગણી ભીની જાત January 16, 2008

Posted by vijayshah in : તમે અને મારું મન , add a comment

zakal.jpg

સુખ તો સખી ઝાકળની ભીની જાત
ઝાકળનું સખી જીવન હોયે ક્ષણો સાત

આજનું તોફાન, ભારે ભારે પ્રપાત
લાગણી ઝંઝે ચઢે, હ્રદયને પક્ષાઘાત

તારુ હાસ્ય કે આંસુ જગાડે આખી રાત
ગમે તે હોય કારણ,રહેવુ ગમે મને અજ્ઞાત

ઝાકળ આપે ભીનાશ,ક્ષણમાં જ ખલાસ
જીવન મારું બને લાગણી ભીની જાત

Invisible email message: Email courtsey Gopal Parikh January 14, 2008

Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે , 1 comment so far

This is pretty unique - don’t ask me how they do it.

Place your mouse on the E below
, click and drag to the U.

E
ven though you can’t see Him, GOD i s there for yo U

Liked it?
Spread the word... 

વિચાર વિસ્તાર January 12, 2008

Posted by vijayshah in : વિચાર વિસ્તાર્, અન્ય બ્લોગ ઉપરથી ગમે, વિજય શાહ , 1 comment so far

આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.

-વિવેક મનહર ટેલર

ડો વિવેક ૧૯૯૫નાં કોઇક કઠીન તબક્કામાં સાવ સીધા શબ્દોમાં અર્થ અને રક્તનાં તાણા વાણાની વાત કહી ગયા.. .પૈસા આપીને સગાનું સગપણ ખોયુ, કદાચ તે પહેલો અને સ્થુળ અર્થ પહેલી નજરે દેખાય પણ કોઇકે સાચુ જ કહ્યુ છે.

“શુન્ય વધ્યા અને વધ્યા અંતરાળ..”

જુઓ કરોડપતિઓને તેઓને ત્યાં જેમ પૈસા વધે તેમ તાળા વધે.. આ તાળા શાનુ પ્રતિક છે? અવિશ્વાસનું કે સુરક્ષાનુ?
 જો સામાન્ય જનસમાજ કરતા ઓછો પૈસો હોય તો પણ દુઃખ અને વધાર પૈસો હોય તો પણ દુઃખ્..જેમ પૈસો વધે તેમ તેને ખોવાનો ભય પણ વધે અને તેથી જ તો સુખી માણસની વ્યાખ્યા કોઇકને પુછી તો કહ્યું

“સુખી તે જ જેની પાસે કોઇ ચાવી ન હોય્..”

પરંતુ વેદના ત્યારે વધુ થાય જ્યારે રક્તનો સંબંધ લક્ષ્મી પાસે પાતળો પડે.. અને તે અર્થ સાચા સ્વરુપે વ્યાજ અને વટાવના વેઢા ગણે. છુટા છેડા તેનુ વિકૃત સ્વરુપ્ અર્થના કારણે પકડે કે ઓછી નાણાકીય સંપતિ ને કારણે વૃધ્ધ મા બાપ છોકરાને ત્યાંથી ઘરડા ઘરે ઠેલાય કે ભાઈ ભાઈથી કૌટુંબીક હક્કો ઓળવાય કે દિકરી સાસરેથી પાછી હડસેલાય….

બહુ દુઃખ સાથે કહેવુ પડે છે કે

લોહીનાં સબંધો ફક્ત આપત્તિના સમયે જ ઉછાળો મારે
પણ અર્થનાં સબંધો કાયમ એક યા બીજા પ્રકારે ઉછળે