વિજયનું ચિંતન જગત

|

વેબ ઉપર ફરતા અને લખતા ગમેલા ગુજરાતી સાહિત્યની રોજનીશી

Archive for May, 2008

તારું શરણું પ્રભુ!

Monday, May 26th, 2008

 prayinghands.jpg

સંતૃપ્તતાનો અહેસાસ હવે મને
 જૉઇએ સુખ કે દુઃખ કંઈ ના પ્રભુ!
આપવુ હોય તો આપ ફક્ત એક
તારુ સાંનિધ્ય,તારું શરણું પ્રભુ!

સંતૃપ્તતાનો અહેસાસ માણસને વૈરાગ્ય માર્ગે ચઢાવે છે.જ્યાં કોઈ વહાલુ નથી દવલુ નથી અપેક્ષા નથી અને આવતી કાલની કોઈ ઉજળી આશા નથી. સુફી સંતો આ દશામાં જ રત રહેતા હોય છે અને કદાચ આવી દશાનાં અંતે જ મીરા એ ગાયુ હશે કે પાયોજી મેને રામ રતન ધન પાયો…પ્રભુનુ સાનિધ્ય મળે કે પ્રભુનું શરણ બંને તબક્કામાં અપેક્ષા ક્ષીણ થઈ જાય અને તે પરિસ્થિતિ પામવાની તલપ લાગવી તે પણ્ ઉર્ધ્વગમનની ઉજળી શક્યતાઓ જ કહેવાય્ આ પરિસ્થિતિથી પાછુ કોઈ વળતુ નથી તેથી જ તો મીરા ઝેર પણ પી ગઈ અને નરસિંહ મહેતાને નાત બહાર મુકાયો તો ય હરિજનોને દ્વાર તે કૃષ્ણ ને ભજતા..

નિવૃત્તી નિવાસ

Wednesday, May 21st, 2008

નિવૃત્તી નિવાસમાં એક સન્નાટો છવાઇ ગયો હતો સરગમ બેન ને રાત્રે ભારે હ્રદય રોગનો હુમલો થયો હતો. તેમણે ઉઁઘમાં જ દેહ છોડ્યો. સવારનાં છને ટકોરે હાજર થઇ જનારા સરગમ તે દિવસે સાડા છ સુધી ના આવ્યા ત્યારે મીનાબેનને અજુગતુ લાગ્યુ અને તે જાગ્યા છે કે નહિં તે તપાસવા ગયા અને ખબર પડી ત્યારે તેઓ છુટ્ટા મોઢે રડી પડ્યા.

.ડો.વિનયે તેમને તપાસી દુ:ખમાં નકારાત્મક માથુ હલાવ્યુ ત્યારે તો સહુ રહેવાસીઓની આંખો ચોધાર રડતી થઇ ગઇ હતી. ડો વિનય ગળ ગળા અવાજે બોલ્યા

” આ નિવૃત્તી નિવાસનો મુખ્ય પ્રાણ ગયો…જોકે તેમની ગતિ ચોક્કસ જ સારી થયેલ છે. આખા નિવૃત્તિ નિવાસની ચાકરી અને માવજત કરતી સરગમ કોઇની પણ સેવા લેવા ન રોકાઇ. બહુજ ભલા બહેન હતા. આ નિવૃત્તિ નિવાસમાં દરેક્ની કાળજી દિકરા અને દિકરીની જેમ રાખતા અને સહુના દુ:ખને હકારાત્મક અભિગમોથી હલકુ કરતા હતા.” (more…)

પદાર્થ પાઠ

Thursday, May 15th, 2008

Picture Courtsey Mahendra Shah Pittsburg

તે સમજી શકતી નહોંતી કે લગ્ન પહેલા અને લગ્ન પછી આટલો માણસ બદલાઈ જઈ શકે…સ્મીતાને મન તો સપ્તપદીના સાત ફેરા એટલે સાત ભવનું બંધન..જ્યારે હર્ષનો હરખ તો હનીમુન પુરતો પણ ન રહ્યો..સ્મિતાને મન હર્ષ એટલે સાત દરિયા જેટલી યુવા તરસોને ક્ષણ માત્રમાં ઈલમી હાસ્યથી દુર કરતો જાદુગર…કઁઇ કેટલાય શમણા સજાવતી નવવધુ ભારતથી આવી પણ અમેરિકાની ધરતી પર મુકતાજ સ્મિતા ને બીજા હર્ષનો અનુભવ થયો (more…)

મધર્સ ડે

Sunday, May 11th, 2008


(આમ તો વાત મેં મારી અને મારી મમ્મી ની કરી છે,પણ કદાચ એ બધી જ મા-દિકરી નાં સંબંધ ની વાત છે.આજ ના આ દિને,બધી જ મમ્મીઓ ને મારા જેવી બધી જ દિકરીઓ વતી આ લેખ અર્પણ કરું છું.)

મમ્મી,
Happy Mothers Day
આમ તો મારો હર દિન, હર ક્ષણ તારી જ છે, પણ તોય, ખાસ આજ નો દિવસ તો કેમ ભુલાય !અને એ પણ અહી તારા થી આટલે દુર,પરદેશ માં રહી ને!!

મમ્મી,તારી મમતા,નિઃસ્વાર્થ પ્રેમ આગળ તો આ શબ્દો વામણા અને મારી કલમ બુઠ્ઠી!મારી હર ક્ષણ ને તું કેટલાં આનંદ અને પ્રેમ થી સજાવતી રહી.ક્યારેક પ્રેમ થી તો ક્યારેક તારા સ્નેહાળ ગુસ્સાથી સમજાવતી રહી.તારા અમુલ્ય સંસ્કાર અને પ્રેમ ને તું હરપળ મારા માં સિંચતી રહી.મારા પર ભુલથી પણ આવી જતી એક હળવી આંચ ને લઈ ને તું ભગવાન થી યે રિસાતી રહી,ને સંજોગો થી લડતી રહી! એક માં થી વધી ને તું ક્યારેક મારી દોસ્ત બની છે,તો ક્યારેક મને જીવન નાં પાઠ શિખવવા એક કડવી શિક્ષિકા પણ બની છે.મને શિખવેલ હર ઉપદેશ,સંસ્કાર નું પોતે જ આચરણ કરી ને મારી આચાર્ય બની છે તું.હર પળ મને સાચો માર્ગ બતાવી મારી ગુરુ બની છે તું. ભગવાન કરતાં ય વધુ વિશ્વાસ તે મારી દરેક વાત માં મુક્યો છે. રસોડામાં રસોઈ શિખવતા કે વાત વાત માં જ જાણે તે મને સંસાર ની પી.એચ.ડી શિખવી દીધી.સહજ રીતે ન માનું એવી કેટલીયે વાતો તે મને તારા પ્રેમ નાં ઘુંટડે પિવડાવી. અહીં,તારા થી હજારો માઈલ દૂર છું,છતાંય ક્યારેક ઉદાસ હોઉં ને ત્યાં જ તારો ફોન આવે”બેટા,તું મજામાં છું ને!! તને કેવી રીતે ખબર પડી જતી હશે મમ્મી.!?તું સાચ્ચે જ અનન્ય છે મમ્મી.

તારા વિશે લખવામાં તો જો પૃથ્વી ને શાહી નુ પાત્ર અને આકાશ ને પત્ર બનાવું ને, તોય આસમાન ક્યાંય નાનું પડે!મમ્મી,તને હર ખુશી આપી શકું,એ માટે પ્રભુ મને સક્ષમ બનાવે.હર જન્મે તારો પ્રેમ પામી શકું,મને બસ તારી જ દિકરી બનાવે.તારી ખુશી ની હર પળ પ્રાર્થના કરું છું.માફ કરજે પ્રભુ,તમારા થી પહેલા વંદન તો હું મારી માં ને જ કરું છું.

તારી દિકરી.

http://dhwanijoshi.blogspot.com/2008/05/blog-post.html( લંડનથી ધ્વની જોશી નો આ લેખ મન ને સ્પર્શી ગયો સાથે એક વાત ઉમેરવી ગમે છે કે દિકરી હોય કે દિકરો મા તો બંને ને વહાલી હોય જ છે અને તેજ રીતે માને પણ બંને એટલા જ પ્રિય હોય છે.)

વાત ઘણી નાની

Wednesday, May 7th, 2008

વડિલોને માન આદર અને પ્રણામ
મારી પેઢીમા વહેંચવા હાસ્ય ઘણાય
દિકરા દિકરીને દેવા અનુભવના જ્ઞાન
બાળ ગોપાળને દેવા ઘણા વ્હાલ

કમાયાથી અર્ધુ બચાવવું અને
અર્ધામાંથી અર્ધુ સમાજને આપવું
સાબુત રાખી શરીરને વજન જાળવવું
આમ આખુ વર્ષ નફે રહેવું ને રાખવું

દેશ માતૃભાષા કુટુંબ અને દેહ
માંગે તેથી વધુ આપવું અને કમાવું
આમ તો છે આ વાત ઘણી નાની
પચાવી લો તો ઘણી અદભુત જાણી

સમય

Sunday, May 4th, 2008

charioteer.jpg

સમય જ સારથી ને સમય જ જિંદગી રથ
સમયની સાથે ચાલો તો સમય જ જીવન પથ

એવા વીરલા કો’ક

Friday, May 2nd, 2008

નવી નવી પેઢી જમાવવી તે સહજ વાત નહોંતી અને તે પણ મશીન ટૂલ્સમાં કે જ્યાં ગળાકાપ સ્પર્ધામાં પૈસા વિના તે તો લગભગ અશક્ય જ કે તે કામને અખીલે પોતાનુ સર્વસ્વ બનાવી દીધુ અને ઓછા નફે બહોળો વહેપારની રણ નીતિ અપનાવી નાના ખોબલા જેવી ઓફીસમાં ભાણા ને સાથે લઈને કામ શરુ કર્યુ. જબાને સાકર અને વહેવાર ચોખ્ખો વેપારી જામતા વાર ના લાગી પણ તે બહુ જ ફરતો અને દરેકે દરેક વાતમાં સાચી સલાહ આપતો અને પૈસા કરતા સબંધોને વધુ મહત્વ આપતો પ્રશાંત તે દિવસે સી જે ટુલ્સના ચેરમેનને પ્રભાવીત કરી એજન્સી મેળવી લઈ શક્યો.

એજન્સી હાથમાં આવતા વિશ્વાસ વધ્યો અને બેંકમાં શાખ વધી. જે આવકો નોકરી છોડ્યાને કારણે અસ્થિર થયેલી તે સ્થિર થઈ.

છો બેનો નો સૌથી નાનો ભાઈ
પત્ની અને બે પુત્રીઓનો પિતા

કુદરતને શું સુજ્યું કે એક પગે એક હાડકુ રોજે રોજ વધે.. એક ઓપરેશન, બે ઓપેરેશન, ત્રણ ઓપરેશન થયા પણ જેમ ઓપેરેશન વધે તેમ રોગ ઘટવાને બદલે વધ્યા જ કરે. ઘણા ઈલાજો થયા પૈસા પાણી ની જેમ વહ્યાં. દુખતા પગે પણ સ્કૂટર ઉપર ધંધાની દોડતો એવીજ્..સહેજ જો ઢીલો પડે તો એજન્સી જોખમાય…

તે દિવસે ખુબ જ લોહી વહી ગયું ડોક્ટર પાસે ઓપરેશન ઉપરાંત કોઇ જ ઈલાજ નહોંતો ડોક્ટરે કહી દીધું વધતુ હાડકું કીડનીને નુક્શાન કરે છે તમે હવે આરામ કરો કે ભ્ગવાનનુ નામ લો કારણ કે બોન કેન્સર હવે છેલ્લા તબક્કામાં છે. બધી બહેનો ની રડારોળ સાથે પત્ની અને બે પુત્રીઓની ચીંતા..ને શરુ થયો જીવલેણ કેન્સર સાથે ખરાખરીનો જંગ. બને તેટલુ રોકાણ ફીક્ષ અને બોંડમાં ફેરવાયુ. ભાણેજ ને છુટો કર્યો અને તેની દુકાન માંડી અપાવી પત્નીને ધંધામાં બેસી સમજાવવા માડ્યું કે ગમે તે થાય આ પેઢી તુ જીવે ત્યાં સુધી રહેવી જોઈએ..આ મારી અન્નપુર્ણા છે અને તે તમને પણ પાળશે.

પત્ની ખુબ જ સહે છે તે ખબર હોવા છતા તેને કહેતો આ દેહ નાં દંડ છે દેહે ભોગવવા પડે છે..હું ગમે તેટલી વેદના ભોગવુ તુ બહુ જ મજબુત રહેજે..જતા જતા છેલ્લે એટલે કહુ છું મને આત્મા અને દેહને છુટો પાડવાની પ્રક્રિયા પ્રભુ શીખવાડે છે.તે શીખતા મારુ હૈયુ તમને ત્રણેયને જોઈને વલોવાયા કરે છે. પ્રભુની મહેરબાની થી ઘર ગાડી બધુ લોન મુક્ત છે ધંધો પણ ધીખતો છે.. ખાલી પડેલી બાકીની જિંદગી લાંબી છે..મારી વિધવા બનીને જિંદગી તુ ન કાઢીશ.. જો યોગ્ય પાત્ર મળે તો ફરી લગ્ન કરી લેજે.હું તો રાજી થઈશ.

પત્ની ચોધાર આંસુ એ રડતી રહી અને બાળકની જેમ નાડી દાયણ કાપે તેમ વિધાતાએ છ મહિનામાં પ્રશાંતની જિંદગી ટુંકાવી દીધી..અકથ્ય વેદના છતા મન પર અને આત્મા પર કોઈ બોજ લીધા વીના તેણે જાતને સંકોચી લીધી. તે સમય દરમ્યાન જાતે રોજ મણબંધી કેળા કેટલાય અબોલ પ્રાણીઓને ખવડાવતો રહ્યો અને મનમાં અને મનમાં પ્રભુને પ્રાર્થતો કે સૌનું કલ્યાણ થાય

કેન્સરના કેટલાય દર્દીઓ પોતાના શરીર ઉપર બંધાયેલ ટાઈમ બોંબને ફાટતા પહેલા કંઇ કેટલીયે વાર મરતા હશે પણ પ્રશાંત તો વીર હતો તે મૃત્યુને પણ પોતાના આત્મબળે જીવી ગયો તે વાતની ખબર મને ત્યારે પડી જ્યારે ડોક્ટરે કહ્યુંકે તેનુ છેલ્લુ ઓપેરેશન તદ્દન નિષ્ફળ હતું અને તેઓ માનતા હતા કે તે દસ પંદર દિવસ્નો મહેમાન છે. પણ તે ત્યાર પછી ખાસુ જીવ્યો લગભગ નવ મહીના .. અને જેટલુ ધર્મ ધ્યાન, વટ વહેવાર અને કુટુંબ વહાલ અમિ વહેવડાવ્યુ..ત્યારે મનમાં અવાજ ઉઠે હા એવા વીરલા કો’ક…કે જે નીડર થઈને મૃત્યુને ભેટ્યા

સત્ય ઘટનાનાં આધારે..

Powered By Indic IME