Archive for August, 2008
Beutiful presantations!
Tuesday, August 19th, 2008અચાનક આંખ ખુલી
Wednesday, August 13th, 2008
મને રાત્રે એવુ સ્વપ્ન આવ્યું કે
મારો દેશ મહાન છે એવુ કહેતા
દરેક રાજકારણીઓ
પોતાના કાળા નાણા, પીળા નાણા, સ્વીસ નાણા અને રાતા નાણા
( ડોલર પાઉન્ડ અને સ્વીસ ફ્રાંક, રુબલ અને પેટ્રો નાણા)
બધા દેશને અર્પણ કરી રહ્યા છે અને
ખુરશીસેવા દેશભક્તીથી કરી રહ્યા છે
અચાનક આંખ ખુલી
બોંબ ધડાકાથી દેશ લોહી લુહાણ્ હતો
મેરા દેશ મહાન ગુંડા રાજ્..
મોંઘવારી અને હાડમારીથી ધ્રુજતી જનતા
કહેતી હતી ક્યાં છે નવા દેશનાં સ્વતંત્ર સેનાનીઓ?
वन्दे मातरम् ।।
Wednesday, August 13th, 2008वन्दे मातरम्
सुजलां सुफलां मलयजशीतलाम्
शस्यशामलां मातरम् ।
शुभ्रज्योत्स्नापुलकितयामिनीं
फुल्लकुसुमितद्रुमदलशोभिनीं
सुहासिनीं सुमधुर भाषिणीं
सुखदां वरदां मातरम् ।। १ ।। वन्दे मातरम् । (more…)
સ્થિતપ્રજ્ઞતાની આ દશા
Sunday, August 10th, 2008સર્જન હરેક ક્ષણે માનવ તુ કરે
પછી તેના ઉપર આશાઓ તુ કરે
આશાના ફળે તો મનથી ખુબ રડે
સર્જન ના કરે અને ફક્ત જોયા કરે
થનાર જે છે તે હરદમ થયા કરે,
તો સુખ કે દુઃખને તુ કદી ન રડે
સ્થિતપ્રજ્ઞતાની આ દશા તને મળે
જો માન શાન અપમાનમાં સમાન રહે
આડ અસર
Saturday, August 9th, 2008
દિવાન ખંડમાંથી વિદ્યા બુમો મારતી હતી.. અરે સાંભળો છો?
કોમ્પ્યુટરમાં ખુંપેલો શિવમ્. બે ત્રણ બુમે ચલાયમાન થયો.. રોજ્ની જેમ સાથે બેસવા અને તેની લ્યુસીનાં શોમાં બેસવા બોલાવતી હશે માનીને તેણે કહ્યું
“શું છે? મને સંભળાય છે હું બહેરો નથી..”
ત્યાં તો ધમ ધમ કરતી વિદ્યા મારા રુમમાં આવી પહોંચી…તુ ય ખરો છે શિવમ ઘરમાં આગ લાગી જાય તો ય તારુ રૂંવાડુ ય ન ફરકે. શિવમે ઠંડા કલેજે કહ્યુ..જો આગ લાગી તેમ હોય તો તુ મને બુમો ના પાડે ૯૧૧ ખખડાવતી હોય્… ચાલ વાત કર શું થયુ છે? (more…)
અજાણ વિદ્યા – ધીરુ મોદી
Friday, August 8th, 2008ફાનસ ફૂટી ગયું
ત્યાં સુધી
મને ખબર જ ન્હોતી
કે મારી અંદર
અંધારું નહીં
પણ પ્રકાશ ભરેલો હતો.
-ધીરુ મોદી
ગાગરમાં સાગર જેવું એક નાનકડું અર્થગહન અછાંદસ. છેલ્લે સુધી અંદરના પ્રકાશથી અનભિજ્ઞ રહેવાનો કોઈ શાપ છે કે શું આપણા સૌના માથે જેને પરિણામે આખું જીવન અંધકારની ગલીઓમાં ભટકતા રહેવામાં જ નીકળી જાય છે ?! જાતનું ફાનસ ફૂટતું નથી ત્યાં સુધી સતનો પ્રકાશ સમજાતો નથી.
Vivek Tailor
આ હાથની રેખાઓ
Wednesday, August 6th, 2008આ હાથની રેખાઓ કરતા વધુ છે રંગોનો છંટકાવ
જિંદગીનાં રંગમંચ ઉપર શ્વાસ કરતા વધુ ઉચ્છશ્વાસ
કહે છે ‘આવજો’ કે ‘થોભ જરા’ નો ભય રણકાર!
બન્યું છે સુંદર ચિત્ર! વધુ વિચાર્યા વિના બસ માણ
શ્રી મહેન્દ્ર શાહનું સુંદર ચિત્ર જોતા જોતા ઉદભવેલા વિચારો

