મૃત્યુબીક
Monday, March 30th, 2009કોઇ ક્યાં સાથે આવે છે, ઘડી બે ઘડીની વાતો છે.
કહેવાયે સૌ પોતાના પણ, રાત્રે એકલતા ડારે છે
જન્મ્યા જીવ્યા તે તો ઠીક! મૃત્યુબીક બહુ લાગે છે
ચાલ્યા ગયા સૌ સ્વજનો, હવે એકલતા ડારે છે
કોઇ ક્યાં સાથે આવે છે, ઘડી બે ઘડીની વાતો છે.
કહેવાયે સૌ પોતાના પણ, રાત્રે એકલતા ડારે છે
જન્મ્યા જીવ્યા તે તો ઠીક! મૃત્યુબીક બહુ લાગે છે
ચાલ્યા ગયા સૌ સ્વજનો, હવે એકલતા ડારે છે
એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી…
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી…
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…
ગુજરાતની લગભગ દરેક શાળામાં દરેક વિદ્યાર્થીએ અને દરેક વિદ્યાર્થીનીએ કેટલાય દાયકાઓથી ‘એક જ દે ચિનગારી’ થી પ્રાર્થના કરી છે અને આજે પણ કદાચ કરે છે. ‘એક જ દે ચિનગારી’નું સર્જન એક અલૌકિક વાતાવરણમાં થયું તેના સર્જનની પાર્શ્વભૂમિકા અત્યંત રસદાયક અને અદભુત છે. ‘એક જ દે ચિનગારી’ નાં કવિ અને મારા પૂ. પિતાશ્રી હરિહર ભટ્ટ ઇ.સ ૧૯૧૯ થી ૧૯૩૦ સુધી અમદાવાદ મહાત્મા ગાંધીજી નાં સાબરમતી આશ્રમમાં તેમના અંતેવાસી તરીકે રહ્યા હતા. (more…)
અચાનક ફરીથી જ મા યાદ આવી,
બધાંયે દરદની દવા યાદ આવી…
અહમદ મકરાણી
બા જ્યારે નાની વાતોની ચિંતા કરતી ત્યારે થતું કે બા હવે ના ફીકર કર્. હવે મોટા થઈ ગયા..એના ચહેરા પર હાસ્ય આવતુ અને કહેતાં કે “તુ નાનકો..હંમેશા નાનો જ રહેવાનો ભલેને સાચ્ચે જ નાના થઈને કેમ મને મળવા ન આવે…”
હવે તો ખૈર એનુ હાસ્ય ક્યાં જોવા મળે છે? તસ્વીર ઉપરનાં ફુલો સુકાયા અને આશિર્વચનો વરસાવતા તમે હવે તો ફોટો થઈ ગયા..
પહેલા આંસુ આવતા હતાને બા યાદ આવતા
હવે બા યાદ આવે છે ને આસુ આવે છે.
Thanks to Vijay Dharia for sending this in email
સુકું તે ઝાડ
થઈ ગયું લીલેરું
ફાગણ સ્પર્શે
૦-૦
તુ પુછે કેમ્
હોળી સળગાવી તેં!
પાપો બાળવા
૦-૦
શ્વાસોચ્છશ્વાસ
જન્મથી મૃત્યુ સુધી
સમય ચાલે

તુ અપેક્ષાપ્રચુર
તેથી થાયે ક્ષણે ક્ષણે તને દુઃખોનાં પ્રચંડ આઘાત.
તેથી તુ રડે
પ્રભુને કરે ઘણી ઘણી ફરિયાદ્.
પછી જ્યારે કશું ન થાય ધાર્યુ,
ત્યારે કહે પ્રભુ તો બહેરો છે.
નથી સાંભળતો મારી દરેક ફરીયાદ્
પણ પ્રભુએ તો તને દીધુ એક વરદાન ખબર છે ને…?
ફક્ત કાર્ય તુ કર
હાક માર.. તને નથી ફળનો અધિકાર્
યોગ્ય સમયે જરુર મળશે તને
યથા યોગ્ય પરિણામ….
ખબર છે ને દ્રૌપદીનાં ચીર પુર્યા હતા
ને સુદામાનાં તાંદુલ આરોગી મહેલ દીધા હતા
મીરાને અપાયેલ ઝેરનો પ્યાલો ખીરથી છલકાવ્યો હતો
ને નરસૈંયાની હુંડીઓ ભરપાઇ કરી હતી
તે સૌએ જે કર્યુ હતું તે તું કરે છે?
મુક શ્રધ્ધા કે તે જે કરે છે તે સાચુ છે
તુ ફરિયાદ ન કર
પ્રભુને જે પ્યારા છે તેમને મદદ કર.
સુખ સંતોષ માં છે …
સુખ મનમાં છે
પ્રાર્થના કર.. સહન કર..
નિરપેક્ષીત થા