Category Archives: વિચાર વિસ્તાર્

વિચાર વિસ્તાર

બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય.

પોતાને ગોંધીને રાખેને ઈ તો ભાઈ વાડ થાય

                                            -મહેશ શાહ

હીના બહેન પારેખે તેમના બ્લોગ ઉપર આજે મુકેલ આ કાવ્યનું મુખડુ ખુબ જ સચોટ જણાયું…વાહ ભાઇ વાહ

 

 

જાત વિનાની જાત્રા ખોટી કે

 આપ સમાન બળ નહી કે તેજ પ્રકારની

અનેક વાતોનુ નવુ સ્વરુપ

બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય.

 

Why mother is always so special:

 

When I came home in the rain ………..

Brother asked “why didn’t you take an umbrella?”

Sister advised, “Why didn’t you wait till rain stopped?”

Father angrily warned, “only after getting cold, you will  realize.”
 
But Mother, while drying my hair, said, “stupid rain !….Couldn’t it wait….till  my child came home ?”
 
That’s Aai…….(Aapala…..ishwar)

Thats Maâ (Our God)

અંજામ તો એજ કે

હૃદયની લાગણીઓ, પ્રેમ ને વિશ્વાસ – સંબંધો,
થશે અંજામ શું આખર બધાનો ? કો’ક તો બોલો.

હિમલ પંડ્યા ‘પાર્થ’
અંજામ તો એજ કે

આંખમાં આસુને હૈયે શૂળ હોયે છેતરાયાની
પ્રેમ વિશ્વસ ને સબંધો ફક્ત વાતો કહેવાની

હ્રદયની લાગણી ઓ ત્યારેજ દે જવાબ ધાર્યો
જ્યાં ઝીલનાર પાત્ર હોયે દેનારા સમું દિલદાર

“પાર્થ” તેથી જ કહુ એ દોસ્ત…ગઝલ છે દવા
વાપરે જે દવા જેમ, મળે દુનીયાનું સૌ ભાન

વિચાર વિસ્તાર

છે હરણની ફાળ જેવા ઓરતા
ને ચરણમાં કાચબો પાળ્યો તમે
                  કરસનદાસ લુહાર

માણસની મોટામાં મોટી મજબુરીને કવિએ કેવા સરસ શબ્દોમાં મુક્યુ છે.મનનાં ઓરતા તો ગગન આંબવાનાં છે.. કોઈકને કરોડપતિ બનવું છે.કોઈકને અપ્સરા સમી નાર જોઈએ છે તો કોઈક્ને દેવરૂપ જીવન સાથી.આપેક્ષાઓનો તો અંત નથી અને તે અપેક્ષાનાં અશ્વોને મન બેફામ રીતે દોડાવે તેમ કાયમ બને પરંતુ તે સ્વપ્ના દરેક્ના સાચા નથી પડતા કારણ્ કે એ મનોરથોને પામવાનાં સાધનો ટુંકા છે પગે કાચબો બાંધ્યો છે..પરિણામે અપેક્ષાઓ તુટતા દુઃખનો અહેસાસ થતો હોય છે.
  
જે હ્રદયને સાંભળે છે તે પગે કાચબો બાંધ્યો છે તે સત્યને ભુલતો નથી અને તેથી કદાચ આ વણ જોઈતા જાતે ઉભા કરેલા દુઃખથી બચી જાય છે. મારી મોટર કાર ભલેને ૧૨૦ માઈલની ઝડપે ચલાવી શકાય પણ ગતિમર્યાદા ૪૫ માઈલ હોયતો ૯૦ માઈલનું અંતર એક કલાકમાં ન જ કપાય્… હવામાં ભલે ઊડો તમે પણ પગ જો હશે ધરતી પર તો પછડાટનો માર નહીં લાગે

વિચાર વિસ્તાર

મારી ન્યૂનતા ના નડી તને
તારી પૂર્ણતા ગૈ અડી મને

-ઉમાશંકર જોષી

 પ્રભુ અને માનવ વચ્ચેની આ વાત સ્વયં સંપુર્ણ છે.માનવ કહે છે મારામાં અપૂર્ણતા ઘણી છે અને તે વારંવાર હું મદ અને પ્રમાદ કરીને વ્યક્ત કરતો જ હોઉં છુંપણ હે પરમ પિતા તમે ક્યારેય એ ઉછાંછળાપણાને ધ્યાનમાં નથી લીધું.

પણ હે પ્રભુ તમારુ સંપૂર્ણપણુ મને કાયમ જ જોઈતુ હોય છે. લાયકાત હોય કે ના હોયતમારું સંતાન હોવાનાં નાતે કે સર્વોપરી પોતાની જાતને માનવા માટે તમારી પુર્ણતાની જલન જરુર મને થાય છે.

વિચાર વિસ્તાર

આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.

વિવેક મનહર ટેલર

ડો વિવેક ૧૯૯૫નાં કોઇક કઠીન તબક્કામાં સાવ સીધા શબ્દોમાં અર્થ અને રક્તનાં તાણા વાણાની વાત કહી ગયા.. .પૈસા આપીને સગાનું સગપણ ખોયુ, કદાચ તે પહેલો અને સ્થુળ અર્થ પહેલી નજરે દેખાય પણ કોઇકે સાચુ જ કહ્યુ છે.

“શુન્ય વધ્યા અને વધ્યા અંતરાળ..”

જુઓ કરોડપતિઓને તેઓને ત્યાં જેમ પૈસા વધે તેમ તાળા વધે.. આ તાળા શાનુ પ્રતિક છે? અવિશ્વાસનું કે સુરક્ષાનુ?
 જો સામાન્ય જનસમાજ કરતા ઓછો પૈસો હોય તો પણ દુઃખ અને વધાર પૈસો હોય તો પણ દુઃખ્..જેમ પૈસો વધે તેમ તેને ખોવાનો ભય પણ વધે અને તેથી જ તો સુખી માણસની વ્યાખ્યા કોઇકને પુછી તો કહ્યું

“સુખી તે જ જેની પાસે કોઇ ચાવી ન હોય્..”

પરંતુ વેદના ત્યારે વધુ થાય જ્યારે રક્તનો સંબંધ લક્ષ્મી પાસે પાતળો પડે.. અને તે અર્થ સાચા સ્વરુપે વ્યાજ અને વટાવના વેઢા ગણે. છુટા છેડા તેનુ વિકૃત સ્વરુપ્ અર્થના કારણે પકડે કે ઓછી નાણાકીય સંપતિ ને કારણે વૃધ્ધ મા બાપ છોકરાને ત્યાંથી ઘરડા ઘરે ઠેલાય કે ભાઈ ભાઈથી કૌટુંબીક હક્કો ઓળવાય કે દિકરી સાસરેથી પાછી હડસેલાય….

બહુ દુઃખ સાથે કહેવુ પડે છે કે

લોહીનાં સબંધો ફક્ત આપત્તિના સમયે જ ઉછાળો મારે
પણ અર્થનાં સબંધો કાયમ એક યા બીજા પ્રકારે ઉછળે

યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!-ભરત દેસાઇ

namazee.jpg

મસ્જીદ નાં દ્વાર પાસે ઉભા રહી એક બંદો બુલંદ અવાજે આંખ મીંચીને કહે છે.

યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!

ત્યાં રહેલ બીજા બંદા એ કહ્યું
દ્વાર તો ખુલે હૈ બસ તુ તેરી આંખ ખોલદે!

શીકાગોનાં કવિ મિત્ર ભરત દેસાઇ સાથે વાત ચાલી રહી હતી અને તેમનો આ રમુજી ટુચકો તે સમયે તો હાસ્ય જન્માવી ગયો પણ પછી જેમ વિચારતો ગયો તેમ લાગ્યુ કે આ ટુચકો નથી પણ બહુ ગહન વાત ટુચકા સ્વરુપે કહેવાઇ છે. આપણે ભગવાન પાસે કે અલ્લા પાસે કે જીસસ પાસે તેની કૃપા હરદમ માંગ્યા કરતા હોઇએ છે.. સ્વભાવગત રીતે પ્રભુનુ નામ પડે અને કોઇક માંગણી અજાગૃત રીતે પણ કરતા હોઇએ છે. પણ કોઇ ક્યારેય આ વાત આપણને કહેતુ નથી કે આંખ ખોલ બધુ જે તુ માંગે છે તે પ્રભુએ તને તુ માંગે તે પહેલા આપ્યું છે.

પણ અતૃપ્ત મન અને માંગણ વૃતિનાં ત્રાગા તો જુઓ પેલાને તે આટલુ આપ્યુ અને મને કેમ તે નહીંની જીદમાં કાયમ તેના ન્યાયને ખોટો કહી દેવાની ઘૃષ્ટતા કરતા હોઇએ છે. શ્રીમદ રાજચંદ્ર તેથી તો કહે છે ” કર વિચાર તો પામ!” અને પામવા જેવુ જે છે તે “આધ્યાત્મ વિચાર” છે અને તે આંખ ખુલે તો મળેને?-
વિજય શાહ્

વિચાર વિસ્તાર

તને તારુ ધારેલ સ્વર્ગ મળે
કે તું જે પામે તે સ્વર્ગ બને

ખુબ ઘુંટાઈને આવેલ આ આશિર્વચન કે શુભેચ્છામાં લેખક જીવનની સચ્ચાઈ અને જીવન જીવવાનો રસ્તો બતાવી જાય છે. જો સુખી થવુ હોય તો કોઈ પણ જાતની ફરિયાદ વિના જે મળ્યુ તે પ્રભુ પ્રસાદ સમજી જીવી જાવ અથવા અનુકુલન શક્તિ વિકસાવી જે મળ્યુ તે સ્વર્ગ બનાવીને જીવ્યે જાવ. જે જીવનને ઊત્તમ કાર્યો કરવા માટે પ્રભુએ ચીંધેલ રસ્તે ચાલે છે અને સંતોષથી જીવે છે તેને કદી આધિ વ્યાધિ કે ઊપધિ આવતી નથી કારણ્ કે તેઓને જે પામ્યા તેને સ્વર્ગ બનાવતા આવડે છે.

વિચાર વિસ્તાર

તજી દીધો મે મારો ક્ષુદ્ર અહમ
મને મળ્યો અગાધ આતમ દરિયો.

અતુલ જાની “આગન્તુક” નો આ વિચાર મન ને ઝણઝણાવી ગયો. કેટલી સાચી વાત છે..રાજા ભરત અને બાહુબલીનાં ભીષણ સંગ્રામ પછી પંચમુષ્ટી લોચ કરી ધર્મ માર્ગે કઠોર તપશ્ચર્યા કરતા મુની બાહુબલી ને આ અહમ તો નડતો હતો. બહેનો બ્રાહ્મી અને સુંદરીએ પ્રાર્થના કરીકે વીરા મોરા ગજ થકી ઉતરો એ વિચાર સ્વિકારનાં પગલે કૈવલ જ્ઞાન પ્રાપ્ત થયુ.. રાજા રાવણ પણ આવુજ અભિમાનનું બીજુ પ્રતિક છે જીણે મૃત્યુ ગળે લગાવ્યુ પણ અભિમાન ન છોડ્યુ. માન અને અભિમાન સત્યને વિકૃત બનાવીને જુએ છે..ક્ષુદ્ર જો બની શકે તો જ અહમ ઓગળી શકે. તેને ઓગાળવા માટે તો ઋષી મુની તપશ્ચર્યાનો કઠીન માર્ગ પકડે છે…પણ અહમને નાનો કરવાનો સરળ રસ્તો છે પોતાની દોરેલી લીટી નાની કરવાનો. જે દ્રષ્ટી બદલવાથી તરત થતો હોય છે.

કિરીટ ભક્ત કહે છે કોઇકે કોઇક કબ્રસ્તાનમાં લખ્યુ હતુ કે
“અહીં એવા લોકો પણ સુતા છે જે માનતા હતા કે તેમના વિના દુનિયા ચાલશે નહીં”
સત્ય એ છે કે તે તો જતા રહ્યા અને દુનિયા હજી ચાલે છે.

પાણો અને પરમેશ્વર- પ્રવીણચંદ્ર કે શાહ

હું શિખ્યો છું આ પથ્થર પાસથી;
કેમ બની શકાય પરમેશ્વર !
ને મળી શિક્ષા પરમેશ્વર પાસથી;
પુજાવા થવું પડે છે પથ્થર !

મુર્તિ પૂજાની વાતો કરતા લગભગ્ સમગ્ર ધર્મનાં મોવડીને સીધી સાદી ભાષામાં સમજાવતી બે પંક્તિને આગળ વધારવી હોય તો એવુ કહેવાય..કે પુજાવાનું રહેવાદો પણ પૂજનીય થવા તેઓ એ જે કર્યુ તેવુ કરવા સક્રિય થાઓ..કૃષ્ણે તે સમયનું શ્રેષ્ઠ કામ કર્યુ..મિત્ર અને પરમ સખા અર્જુન ને કર્મ જ્ઞાન દીધું..રામે પોતાના વર્તન દ્વારા રામ રાજ્યની કલ્પના સાકાર કરી. શિવ શંભુએ હળાહળ ઝેર પીધુ..આજના જમાનાની વાત કરીયે તો ગાંધીએ સ્વરાજ્યની કલ્પના મૂર્તિમંત કરી. ડો અબ્દુલ કલામ આઝાદે સુઘડ જીવન અને ઉચ્ચ વિચારોમો દાખલો સ્થાપ્યો. મધર ટેરેસાએ ગરીબોની આજીવન સેવા કરી. રાજનીતિજ્ઞ અલ ગોર પરિ આવરણ સમસ્યાથી જેટલા પ્રખ્યાત થયા તેટલા તેમની રાજ્કીય કારકીર્દીથી નહોંતા થયા

કામ કરનારા ગરજતા નથી અને જે ગરજે છે તે કામ કરતા નથી.