મૃત્યુ જ કહેશે અંતે બધુ December 31, 2007
Posted by vijayshah in : તમે અને મારું મન, કાવ્ય રસાસ્વાદ , add a commentક્યારેક જિંદગી આપે ઘણું, ને શીખવાડે ના કશુ
ક્યારેક જિંદગી લઈ લે ઘણું, ને દેખાડે ના તસુ
સાનમાં સમજ મનવા તુ, તો ચોકીદાર ઠાલો
જિંદગી તો બેવફા, મૃત્યુ જ કહેશે અંતે બધુ
કમળ પત્રનો રસ ચુસતો મકરંદ જેમ ઢળતી સંધ્યાએ બંધ કમળ પત્રોમાં કેદ થાય તેમ ઓ માનવ જિંદગીનાં રસ પીવામાં મગ્ન ન થા. દેહ એ વિલાસનું માધ્યમ નથી. દેહ દ્વારા ભવબંધન કાપવામાં વ્યસ્ત થા નહિ તો જેમ ભ્રમર કમલ પત્રોમાં કેદ થાય છે તેમ આ ભવછુટી જશે અને ભવાટ્વીનાં ફેરામા ફરી ભટકાઈ જશે.
નવા વર્ષની પ્રભાતે લેવાનાં સંકલ્પો December 30, 2007
Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , add a commentવડીલોને માન અને સન્માન
મારી પેઢી સાથે હાસ્ય ગુલાલ
દીકરા દીકરીને દેવું અનુભવ જ્ઞાન (જો માંગે તો)
બાલ ગોપાલને સૌ વ્હાલ દુલાર.
કમાયાનું અર્ધુ બચાવવું અને
અર્ધામાંથી અર્ધુ પાછુ આપવું (સરકારને)
સાબુત રાખી તનને, વજન જાળવવું
વર્ષ આખુ નફે રહેવુ અને રાખવું.
દેશ, ભાષા, દેહ અને કુટુંબ સાચવવા
જે જ્યારે જેટલુ માંગે તે આપવું
દરેક વર્ષની જેમ તન અને મનને
સક્ષમ અને પ્રભુમય રાખવું,રખાવવું .
પ્રભુ પ્રસાદ December 27, 2007
Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , add a commentમાનવ તું જ તો છે સર્જન પ્રભુનું
તુજમાં સર્જ્યો પ્રભુએ તેનો આવાસ
વરંવાર દુઃખી થઈને ના પુછ્યા કર
પ્રભુનું કાં નથી જગઐશ્વર્ય મુજ પાસ્
પરમસુખ તો ભલે ગમતુ તને પણ
જાણ દુઃખ છે ઘડતરનો પ્રભુ પ્રયાસ્
ભક્તિ કર,ધ્યાન કર કે ધર ચિત્તે શાતા
કારણ સુખ કે દુઃખ એતો છે પ્રભુ પ્રસાદ
ઇશુનાં બદલાતા વર્ષની શુભ કામનાઓ December 25, 2007
Posted by vijayshah in : પ્રકીર્ણ , add a commentઅભાર્
સૌ વાચક મિત્રોનો
સૌ પ્રચારક મિત્રોનો
સૌ સહયોગીઓનો
સૌને ઇશુનાં બદલાતા વર્ષની શુભ કામનાઓ
હરરોજ વેબ ઉપર મળતા રહીયે
શુભ ભાવોની.મૈત્રીની અને
વિકાસની ઉજાણીઓ કરીયે
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!-ભરત દેસાઇ December 23, 2007
Posted by vijayshah in : લઘુકથા, વિચાર વિસ્તાર્ , add a commentમસ્જીદ નાં દ્વાર પાસે ઉભા રહી એક બંદો બુલંદ અવાજે આંખ મીંચીને કહે છે.
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!
ત્યાં રહેલ બીજા બંદા એ કહ્યું
દ્વાર તો ખુલે હૈ બસ તુ તેરી આંખ ખોલદે!
શીકાગોનાં કવિ મિત્ર ભરત દેસાઇ સાથે વાત ચાલી રહી હતી અને તેમનો આ રમુજી ટુચકો તે સમયે તો હાસ્ય જન્માવી ગયો પણ પછી જેમ વિચારતો ગયો તેમ લાગ્યુ કે આ ટુચકો નથી પણ બહુ ગહન વાત ટુચકા સ્વરુપે કહેવાઇ છે. આપણે ભગવાન પાસે કે અલ્લા પાસે કે જીસસ પાસે તેની કૃપા હરદમ માંગ્યા કરતા હોઇએ છે.. સ્વભાવગત રીતે પ્રભુનુ નામ પડે અને કોઇક માંગણી અજાગૃત રીતે પણ કરતા હોઇએ છે. પણ કોઇ ક્યારેય આ વાત આપણને કહેતુ નથી કે આંખ ખોલ બધુ જે તુ માંગે છે તે પ્રભુએ તને તુ માંગે તે પહેલા આપ્યું છે.
પણ અતૃપ્ત મન અને માંગણ વૃતિનાં ત્રાગા તો જુઓ પેલાને તે આટલુ આપ્યુ અને મને કેમ તે નહીંની જીદમાં કાયમ તેના ન્યાયને ખોટો કહી દેવાની ઘૃષ્ટતા કરતા હોઇએ છે. શ્રીમદ રાજચંદ્ર તેથી તો કહે છે ” કર વિચાર તો પામ!” અને પામવા જેવુ જે છે તે “આધ્યાત્મ વિચાર” છે અને તે આંખ ખુલે તો મળેને?-
વિજય શાહ્
વિચાર વિસ્તાર December 16, 2007
Posted by vijayshah in : વિચાર વિસ્તાર્, વિજય શાહ , add a commentતને તારુ ધારેલ સ્વર્ગ મળે
કે તું જે પામે તે સ્વર્ગ બને
ખુબ ઘુંટાઈને આવેલ આ આશિર્વચન કે શુભેચ્છામાં લેખક જીવનની સચ્ચાઈ અને જીવન જીવવાનો રસ્તો બતાવી જાય છે. જો સુખી થવુ હોય તો કોઈ પણ જાતની ફરિયાદ વિના જે મળ્યુ તે પ્રભુ પ્રસાદ સમજી જીવી જાવ અથવા અનુકુલન શક્તિ વિકસાવી જે મળ્યુ તે સ્વર્ગ બનાવીને જીવ્યે જાવ. જે જીવનને ઊત્તમ કાર્યો કરવા માટે પ્રભુએ ચીંધેલ રસ્તે ચાલે છે અને સંતોષથી જીવે છે તેને કદી આધિ વ્યાધિ કે ઊપધિ આવતી નથી કારણ્ કે તેઓને જે પામ્યા તેને સ્વર્ગ બનાવતા આવડે છે.
૩૦મી લગ્નતિથિ December 13, 2007
Posted by vijayshah in : અન્ય બ્લોગ ઉપરથી ગમે, તમે અને મારું મન , add a comment
www.humanrevolution.wordpress.com
ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
છું તારી છાયા ને તારી જ સાથે જીવવાનું છે.
- ડો.વિવેક મનહર ટેલર
આજે ૩૦મી લગ્નતિથિ છે અને આવો સુંદર શેર સખીને કહેવા મળી જાય તે કેવો સુખદ યોગ કેમ ખરુને?
વર્ષમાં આજનો જ એક દિવસ છે જેમા ક્યારેક જો ગુસ્સો હોય તો આ દિવસ જિઁદગીમાં કેમ આવ્યો? તુ મળી ( કે મળ્યો) અને મારો જન્મારો છુટી પડ્યો જેવા કટુ વચનોથી સવાર પડે.અને જો સારો દિવસ હોય તો..સાત ભવ મને મળજે( કે મળજો) ને હું તો દુનિયામાં સૌથી સુખી તને (કે તમને) પામીને વાળા ભાવભર્યા ગીતોનાં સૂરો નીકળે..બસ આવા જ ભાવો ભરીને આજે આ શેર સંભળાવ દીધો અને સવાર સુધરી ગઈ..(ફુલો પણ સાથે હતા તેથી સાંજ સુધીની હસતી સખીને માણવાની મઝા પણ હતી..)
પછી …થઈ તડ ફડ (જે સાવ સહજ છે… )અને મને સુજ્યું
તેંતો કહી દીધું નથી જોઈતો તું મને,![]()
મને પણ ખબર નથી જોઈતો હું મને
કહીશ છતા તારા નયનો કહે શું મને
કે તારા વિના રહી ન શકુ સમજ જરા,
ખબર છે એટલી આ પ્રેમ જીવાડે અમને
તેથી જ ગમે તે કોઈ કહે, મન બંને રડે
સવારે હસતા બપોરે રિસાતા અને રાત્રે ઉદ્વિગ્ન મને બંને સુતા..
ફરી ડો વિવેક ટેલરનો છેલ્લો શેર કામમાં આવ્યો
સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,
ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.
courtsey : www.vmtailor.com
પૂ. મોટાભાઇ ( પચીસ) December 9, 2007
Posted by vijayshah in : પૂ મોટાભાઇ , 3 commentsતમારા પત્રનાં અનુસંધાનમાં મને તમને જે નહોંતુ જણાવવુ તે જણાવી રહ્યો છું.
અમેરિકન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ વચ્ચે નો તણાવ કહો કે માબાપ તરીકેનો આમારો સંતાનો પરનો આંધળો વિશ્વાસ આજે અમને અસહ્ય વેદના અને પરિતાપથી ઘેરી રહ્યા છે.
મારા મનને તો કદાચ હું ધર્મ અને કર્મના નામે વાળી લઉં પણ શીખાનાં મનને જે ધક્કો પહોંચ્યો છે તેની વાત કરવી લગભગ અશક્ય છે છતા થોડો પ્રયત્ન કરુ…
તેણે જ્યારે ગામ છોડ્યુ ત્યારે તે સ્પષ્ટ હતો કે તેનુ ભણવાનુ અને રહેવાનુ બધુ તે અમેરિકન છોકરાની જેમ કરશે..પણ હું એમ માનતો કે બાપ તરીકે તે મારી ફરજ છે..અને શીખા પણ તેને કહેતી રહેતી કે ભાઇ આપણી પહોંચમાં રહેવુ અંને કરકસરથી રહેવુ.તે નોકરી કરવાને બદલે પોતાની કંપની ખોલી પૈસા કમાવાની વાતો કરતો.. કદાચ તેને ભણવા કરતા અમેરિકન પધ્ધતિ પ્રમાણે રહેવાનું અને મુક્ત જીવન ગમ્યુ..પૈસાની મારી સલાહો તેને કદી ગમી નહોંતી પરંતુ તેને જરુરી બધી રહેવની અને ખાવાપીવાની સવલતો માટે એક ક્રેડીટ કાર્ડ આપેલુ અને દરેક બે અઠવાડીય્રે તે ગામ આવી શકે તે માટે જરુરી નાણાકીય સવલતો હાથ વગી રાખી હતી. (more…)
પ્રિય સોહમ (ચોવીસ) December 6, 2007
Posted by vijayshah in : પૂ મોટાભાઇ , add a commentતારો પત્ર મળ્યો
તટસ્થ ભાવથી જોઉં છું તો મને લાગે છે કે તુ યુધ્ધમાં વિજેતા થઇને નથી આવતો.પણ કંટાળીને નવા બહાનાસર રણક્ષેત્ર છોડી અત્રે આવે છે.મારા મનમાં એવુ તો છે જ કે તારી જિંદગીનો એક હિસ્સો “અંશ” તુ ત્યાં મુકિને આવે છે. તને પણ મને નડતી એકલતા નડે છે અને રહી રહીને યાદ આવે છે
અવસ્થામાં યૌવન હોવું એનું નામ જીવન અને
યૌવનમાં અવસ્થા હોવી એનું નામ જીવનનો વિવેક.
તેં કર્મ સત્તા સામે મસ્તક જુકાવ્યુ છે પણ મને તે ગમતુ નથી.મા બાપ ની અને સંતાનો ની ફરજ છે કે મતભેદ હોઈ શકે પણ મનભેદ ન હોવો જોઇએ. અબોલા તે મનભેદની નિશાની છે. (more…)
Know our Great City-”Vadodara” compiled by Dhananjay Wagh & Bhavin Parikh
Posted by vijayshah in : પ્રકીર્ણ , add a commentPlease click the link to see amazig gayakavadi vadodara for year 1890 and onwards…
Email courtsey:Vilas M Bhonde
પ્રભુ તું જ હવે તાર તાર! December 4, 2007
Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન, વિજય શાહ , 1 comment so farકેવો મુર્ખ હું પ્રભુ!
જે ડાળ પર બેઠો તે કાપુ
માયા કેરા ચશ્મે માનુ
હું જોઉં તે સર્વે સાચુ.
હાંક્યા સૌને એક લાકડીએ
માન્યા મન ઉત્પાતો સૌ સાચા
તેથી પડ્યો ભવાટવી જંગલે
પ્રભુ તું જ હવે તાર તાર!


