જ્યારે તારા નયનથી નયન ટકરાય છે-ભરત દેસાઈ ‘સ્પંદન્’
Thursday, February 28th, 2008જ્યારે તારા નયનથી નયન ટ્કરાય છે
શાંત પડેલી લાગણીઓ ઉભરાય છે
જ્યારે તારા
લેણ દેણ નથી શબ્દોની આપલે પરંતુ
ઓળખ વર્ષોની હોય તેમ વર્તાય છે
વર્કાં ચુકા પથરીલા એ પહાડ પર્
એક પગદંડી લીલીછમ દેખાય છે
જ્યારે તારા
રાત જાગ્યા સપના સઘળાયે મારા
મહેલ મીનારા તાજ્ ખુલ્લી આંખે ચણાય છે
આમ મોટેથી સાદ દઈશ ના તું મને
ખાલી મારા ઘરમાં એ પડઘાય છે
જ્યારે તારા
સાવ નગ્ન સત્ય હકીકત “સ્પદંન”
ગઝલો આવી રીતે જ લખાય છે


