હ્યુસ્ટનની શાંગ્રીલા આર્ટ ગેલેરીમાં ગુજરાતી સાહિત્ય સરિતાનાં ઉપક્રમે એક નવતર પ્રયોગ યોજાયો જેમાં રંગ, ચિત્રોના અને કલ્પનાનાં હીલોળે ચઢ્યા.
પહેલી માર્ચની હુંફાળી બપોરે ગુજરાતી સાહિત્ય સરિતાની 72મી બેઠક યોજાઇ જેમા નિયમીત આવતા 35 સભ્યોની હાજરીમાં નિયત સમયે એસોસીએટેડ કો ઓર્ડીનેટર શ્રી પ્રશાંત મુંશાએ શ્રી પ્રકાશ ની પ્રાર્થના થી બેઠકનો આરંભ કર્યો. કવિ ન્હાનાલાલની ‘પ્રભો અંતરયામી જીવન જીવના દીન શરણા’ ગવાયુ અને સમુહ સભા પ્રાર્થના ના નવે નવ મુક્તકોને ગાયા અને માણ્યાં. પ્રશાંતભાઇએ સભા સંચાલન દેવિકાબેન ધ્રુવને સોંપ્યું. ‘નજર’ વિષય ઉપર કાવ્યો રજુ કરવા વિશે જાણ કરી આ બેઠક માં શેરાક્ષરી -2 રજુ થઇ
.
વિવિધ કવિઓ અને લેખકો પોતાની રચના રજુ કરતી વખતે શ્રી વિનોદ પટેલ તરફથી વિનંતી થઇ કે બે કળા- ચિત્ર કળા અને કાવ્ય કળાના અદભુત સંગમને યાદગાર બનાવવા કવિ મિત્રો ને જે ચિત્ર જોતા લખવાનુ મન થાય તેવુ કાવ્ય, મુક્તક કે શેર લખે.
જેનો પ્રતિસાદ બે કલાકે દેખાયો કવિ શ્રી સુમન અજ્મેરી, રસિક મેઘાણી,હેમંત ગજરાવાલા, મનોજ મહેતા,શૈલા મુંશા,રમઝાન વિરાણી, વિજય શાહ અને અશોક પટેલે પોત પોતાની કલમ રજુ કરી.જે ચિત્રો ઉપર કવિતા લખાઇ તેના ચિત્રકારો હતા સંગીતા પસરીજા, મિશ્તા સ્માલી, અનીતા હલ્દિપુર, હોમી ડેવિયર, સોનુ આનંદ (ઇશ્વિન)અને અવન ભર્થેના.મુખ્ય હતા
શ્રી અતુલ અને આરતી વીરની આ આર્ટ ગેલેરીમાં તે સાંજે હ્યુસ્ટનનાં જનરલ કોંસ્યુલર દ્વારા કોમ્યુનીટી સ્થાનિક કલાકારોનાં ચિત્રોનું પ્રદર્શન ખુલ્લુ મુકાવાનું હતુ. જેમા 19 જેટલા ભારતિય ચિત્રકારોનાં લગભગ 100 જેટલા ચિત્રો પ્રદર્શીત થયા હતા.ચિત્રકારો કોઇ કવિને ઓળખતા નહોંતા અને તેઓ સાંજે પાંચ વાગ્યે આવવાના હતા.સંવેદન શીલ કવિમિત્રોને આ ઇજન સોનામાં સુંગંધ ભરે તેવુ તો હતુજ..અને નવો પ્રયોગ ઘણી નવી ઉર્જા લાવી ગઇ. અને લગભગ નવ ચિત્રો પર બાર જેટલા કાવ્યો તે બેઠક ના બે કલાક દરમ્યાન લખાયા.
મિશ્તા સ્માલી ચિત્ર 1, 2
જુની છતાં વિરાટ હવેલીના બારણા
ખુલ્લાં કદી જે પ્રેમથી ધબકી રહ્યા હતા
આજે પડેલા કેમ છે સૂના સપનની જેમ
વીટેલ વાદળો છે કાં ત્યાં અંધકારનાં
રસિક મેઘાણી –
સંગીતા પસરીજા -ચિત્ર 1
મારી હાજરી નથી તેથી તે ઉદાસ છે
ઉડીને પહોંચુ તેવી મારી આશ છે
સુરેશ બક્ષી
2.
હતાશ નજરે જોઇ રહી છું જુના મહેલો તરફ
સારું થયું નાદારી નોંધાવી સત્તા તરફ
યુવાન લાગણી અને જોબનની મિલ્કત થી.
નવી દાસ્તાન બનાવીશું નવી પેઢી થી.
હેમંત ગજરાવાલા
અવન ભર્થેના ચિત્ર 2
નાજુક બે આ ગરદનો ને કેવો છે આ ભાર
થાય ગમે તે હવે ઉગારી લેવો છે આ ભાર
મનોજ મહેતા
સંગીતા પસરીજા ચિત્ર 4
ઓત પ્રોત છે એકબીજામાં લાલ ને કાળો રંગ
વાંસડાની ફર્સ જો વેઠે એમને ખુદને અંગ
મનોજ મહેતા
અવન ભર્થેના ચિત્ર 1
સીંદુરી કુમ કુમ સેંથીમાં રાજ
મને મિલન નો ઉલ્લાસ પ્રગાઢ
સખે કરુ સૌ આજ નર્તન આજ
સજન તુ આવ આવ ને આવ
વિજય શાહ
હોમી ડેવીયર ચિત્ર ૩
ઇચ્છાઓનાં અશ્વો જુઓ કેવા હણહણે
નથી પુરી થતી બધી છતા તે હણ હણે
કવચીત એકાદ થાયે પુરી
હજારો નવી થઈ ઉભી હણ હણે
અશોક પટેલ્
સંગીતા પસરીજા ચિત્ર 4 અનીતા હલ્દીપુર ચિત્ર 1
સજી સોળ શૃંગાર સખીરી, બેઠી રમણ કાજે
ખુલ્લી આંખે ભાળું કેવાં,સપના નેણ સજાવે
ભર્યું ભર્યું મલપતુ હૈયું, કોના ખ્યાલે મદમાતું
પુલક પુલક આ મુખડે મીઠી, યાદ સરે ઝલકાતી
સખીરી હું તો ઘેલી ઘેલી થાતી
પ્રો સુમન અજ્મેરી
સોનુ આનંદ (ઈશ્વીન)ચિત્ર ૪
દુઃખો આ નારીએ વેઠ્યા ઘણા છે કારમા
વ્યાકુળ નયનો,ચિંતીત મુદ્રા,કોના ઇતજારમાં
રમઝાન વિરાણી
અનીતા હલ્દિપુર ચિત્ર 2
વાસંતી વાયરાએ કર્યુ અડપલુને
ખીલ્યો ગુલમ્હોર મારે અંગ
ખીલ્યો તે ચંપો ને ખીલ્યો કેસુડો
ને છંટાયો રંગ કસુંબલ મારે અંગ
શૈલા મુંશા
હોમી ડેવિયર ચિત્ર-2
પર્વતોને છાંયડે વસ્યું ગામડું
કેવું ગમ્યું
પ્રતિતિ કરાવે પળ માટે
કે વસ્યા એવા કેટલાય ગામ
ગામે -ગામ
દેશભરમાંને ખાસ
આપણા ગરવા ગુજરાતમાં
રમઝાન વિરાણી
ચિત્રકારો અને કવિની રુબરુ મુલાકાત દરમ્યાન લાગણી ઓ જે હિલોળે ચઢી તેનુ વર્ણન કરવુ હોય તો આ રીતે કરી શકાય કે બે કલાબહેનો પ્રેમથી એકમેકને ભેટી. ચિત્રકારને થયું કે તેમની કલાને દેહ મળ્યો અને કવિને તેમની કલ્પના વાસ્તવમાં કેનવાસ ઉપર ઉભરી…
ચિત્રકારોમાં મહદ અંશે વિનોદ પટેલ અને હોમી ડેવીયર સિવાય ભાગ્યે જ કોઇ ગુજરાતી હતા પણ છતા દરેક ચિત્રકારોને તેમના ચિત્ર ઉપરથી લખાયેલ કાવ્ય સમજવાની અને માણવાની ઇંતેજારી ને જો ઉપમા આપવી હોય તો કંઇક આવી અપાય..તાજી પ્રસુતા જેમ પોતાના સંતાનને પહેલી વખત જુએ અને હરખે તેમ હતુ..જ્યારે કવિ પણ તેમના કાવ્યને સંભળાવતા અને ભાવનુવાદ કરતા હરખાતા હતા જાણે કે તેમને પણ્ કોઇ નવી સિધ્ધિ ના મળી હોય.
ગુજરાત ટાઈમ્સે લીધેલી આ પ્રસંગની નોંધ અહી જુઓ