વિજયનું ચિંતન જગત

|

વેબ ઉપર ફરતા અને લખતા ગમેલા ગુજરાતી સાહિત્યની રોજનીશી

Archive for October, 2007

પાણો અને પરમેશ્વર- પ્રવીણચંદ્ર કે શાહ

Monday, October 29th, 2007

હું શિખ્યો છું આ પથ્થર પાસથી;
કેમ બની શકાય પરમેશ્વર !
ને મળી શિક્ષા પરમેશ્વર પાસથી;
પુજાવા થવું પડે છે પથ્થર !

મુર્તિ પૂજાની વાતો કરતા લગભગ્ સમગ્ર ધર્મનાં મોવડીને સીધી સાદી ભાષામાં સમજાવતી બે પંક્તિને આગળ વધારવી હોય તો એવુ કહેવાય..કે પુજાવાનું રહેવાદો પણ પૂજનીય થવા તેઓ એ જે કર્યુ તેવુ કરવા સક્રિય થાઓ..કૃષ્ણે તે સમયનું શ્રેષ્ઠ કામ કર્યુ..મિત્ર અને પરમ સખા અર્જુન ને કર્મ જ્ઞાન દીધું..રામે પોતાના વર્તન દ્વારા રામ રાજ્યની કલ્પના સાકાર કરી. શિવ શંભુએ હળાહળ ઝેર પીધુ..આજના જમાનાની વાત કરીયે તો ગાંધીએ સ્વરાજ્યની કલ્પના મૂર્તિમંત કરી. ડો અબ્દુલ કલામ આઝાદે સુઘડ જીવન અને ઉચ્ચ વિચારોમો દાખલો સ્થાપ્યો. મધર ટેરેસાએ ગરીબોની આજીવન સેવા કરી. રાજનીતિજ્ઞ અલ ગોર પરિ આવરણ સમસ્યાથી જેટલા પ્રખ્યાત થયા તેટલા તેમની રાજ્કીય કારકીર્દીથી નહોંતા થયા

કામ કરનારા ગરજતા નથી અને જે ગરજે છે તે કામ કરતા નથી.

પૂ. મોટાભાઈ ( ચોવીસ)

Saturday, October 27th, 2007

moon-venus_filtered.jpg

આપના પગનો દુ:ખાવો અને હુંફનો અભાવ એ બે રોગ વિશે તમારી પાસેથી પહેલી વાર સત્ય સ્વરુપે જાણ્યું.

બા મને કાયમ કહેતા જ્યારે તુ ત્રણ વર્ષનો હતો ત્યારે મોટાભાઇ ઓફીસે જાય અને તને ન લઇ જાય ત્યારે તુ અચુક બારણું પકડી તેમની સાથે જવાની જીદ કરતો અને તેઓ હમણા મૉટાભાઇ આવશે અને તને લઇ જશે કહી પટાવતા. સાંજ પડે અને એજ બારણા પાસે તુ આતુર નયને તેમની રાહ જોતો…બીજા છોકરા ભણતા પણ તુ હજી નાનો તેથી તારી પાસે મોટાભાઇની રાહ જોવાનું કામ..અને જેવી તેમની જીપ આવે એટલે મોટાઇ આવ્યા મોટાઇ આવ્યા કરતો આનંદ મગ્ન થઇ જતો. મોટાભાઇ જમવા બેસે એટલે તેમના ખોળામાં ભરાઇને કે તેમની પાસે બેસીને તેમની સાથે ખાવા તમે હેવાયો કરેલો. (more…)

કોડિયું-ડો.દિનેશ ઓ શાહ

Saturday, October 27th, 2007

kodiyu.jpg

ભીની રે માટી ચડાવી ચાકડે, મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો, લૈ દોરી મુજને કાપ્યો રે…

સીતાજીની સમ આગમાં મુકી, અંગારે ખૂબ તપાવ્યો રે
પાવન થઇ બહાર નીકળ્યો, કો’કે કોડિયું કહી અપનાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!

કો’કે મુકી એક વાટ લાંબી, કો’કે તેલ ભરી છલકાવ્યો રે
કો’ક રુપાળા હાથે મુજને, ઉંચે ગોખ ચઢાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!

સૂરજ ડુબ્યો અંધાર છવાયાં, કો’કે મુને પ્રગટાવ્યો રે
દુર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાળ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!

તેલ ખુટ્યું ને વાટ ખુંટી, મારા સપનાનો અંત ન આવ્યો રે
લાખ દિવા એક જ્યોતમાં દીઠા, સાર જીવન નો જાણ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
સપ્ટેમ્બર 10 , 2007

આ કાવ્ય વાંચતા પહેલો વિચાર આવ્યો કે કેટલા સરળ શબ્દોમાં આખા જીવનની સફર અને તેનો સાર કવિ સમજાવી ગયા..ભીની માટી થી શરુ થયેલ જીવન યાત્રા ચાકડે ચઢી આગમાં ભુંજાઇ અને પાવન થઇ જે હેતુ થી તેનું નિર્માણ જે હેતુ થી થયુ હતુ તે હેતુ તરફ સરે છે.. આખા જગનાં અંધારા દુર કરવાનાં સપના તો છે પણ એક ગોખલો ઉજાળીને જીવન જાણે પુરુ થયું ત્યારે લાખ દિવા એક જ્યોતમાં ભાળી તેમા વિલિન થઇ જવું..કહે છે પ્રભુએ તમને જે કામ માટે સર્જન કર્યુ છે તે કામ સરસ રીતે નિભાવો અને સમય આવે તે પરમ આત્મા માં કોઇ પણ હરખ શોખ વિના વિલિન થઇ જાવ તે જ તો જિંદગીનો સાર છે…સપનાઓ અસંખ્ય હોય તે સૌ પુરા ના પણ થાય.. એક ગોખલો ઉજાળ્યો તે પણ ઉત્તમ જિંદગીનું કામ છે.

પ્રિય સોહમ ( ત્રેવીસ)

Friday, October 26th, 2007

moon-venus_filtered.jpg

તારી વાતનાં અનુસંધાનમાં ‘ખાટીમીઠી’ એક વાત કહેવાની ઇચ્છા થાય છે. અને તે છે.. સુખના દિવસોને રોકી નથી શકાતા અને દુ:ખના દિવસોને જવા નથી દઇ શકાતા. સુખના દિવસો ટૂંકા લાગે અને દુ:ખની દિવસો લાંબા લાગે. બધી ઘટના મન સાથે જ સંક્ળાયેલ છે ને?સમય તો એની રીતે જ સરતો રહે છે.

આ સમયની મને અને તારી બાને હવે ઉણપો વર્તાય છે.લીલી વાડી છે સુંદર તેમાં ઘણા ભુલકાં છે અને તે વાડી આગળ ચાલે છે પણ કોણ જાણે કેમ હવે બસ ક્યારે આ જિંદગીને રામ રામ કહી જીવન લીલા સંકેલી લેવાની વાત મજબૂત થતી જાય છે. સંપૂર્ણ વાસણમાં છલોછલ જીવન તો છે અને હજી સમય તે વાસણમાં જિંદગી ભર્યા કરે છે અને તે જીવન જળ છલ્કાઇને વ્યર્થ વહી જતુ હોવાનો અફસોસ થયા કરે છે. (more…)

પૂ મોટાભાઈ( ત્રેવીસ)

Wednesday, October 24th, 2007

moon-venus_filtered.jpg

જીવતકર્મ તમે કરો તે તો સારી ઘટના છે પરંતુ તેની સાથે એવો ભાવ આવતો હોય કે ચાલો હવે આપણે કોઇનાં માથે ભાર નથી બનવું તો મને કહેવા દો મોટાભાઇ તમે કે બા અમારે માટે ક્યારેય ભાર નહોંતા અને નહીં હોય.. કેમકે તમે જ તો અમને વડીલોની આમાન્યા અને માન રાખવાનુ શીખવાડ્યું છે..તમારા દાદા અને દાદીબા સાથેનાં વર્તનો થી.. હા કદાચ તમે જેટલુ મનથી તમારી રીતે જે દાન પૂણ્ય કરો તે વિશે અમને તકલીફ ક્યારેય ના હોય..મનમાં અને વાતોમાં આ જીવતરથી મન ઉતરી ગયુ હોય તો તેવું ન બને તેની કાળજી સૌ રાખે છે તેટલા પુરતું જ પુછવાનું.. (more…)

પ્રિય સોહમ ( બાવીસ)

Monday, October 22nd, 2007

moon-venus_filtered.jpg

તારો પત્ર મળ્યો. ગયા વર્ષે ધરતીકંપ આવ્યો ત્યારે અહીં દુરદર્શન પુરી અને સાચી માહીતિ આપતુ નહોંતુ.. જોકે હું તો ઘરની બહાર નીકળ્યો જ નહોંતો અને તે ધ્રુજારી પાંચ મીનીટમાં જતી રહી હતી. તારો અનુભવ રોચક છે પરંતુ સાથે સાથે તુ આસ્થાવાન છે તેથી શીખા કરતા તને તકલીફો ઓછી પડી તે જાણી આનંદ. અજય અને આસ્થા બંનેની તબિયત સારી છે તે જાણીને આનંદ

આ વખતે અમે લોકો જીવત ક્રિયા કરાવવાનાં છીયે..તુ કહીશ તેવો વિચાર તમને કેમ આવ્યો..અમે બધા ભેગા મળીને ઘટીત બધુ કરશુંને.. હમણા વાંચેલી આ કવિતાએ મને તે દિશામાં વિચારતો કરી દીધો

શ્રધ્ધાંજલિ જાત ને…-નિલમ દોશી
(more…)

પૂ. મોટાભાઈ (બાવીસ)

Monday, October 22nd, 2007

moon-venus_filtered.jpg

એક ઘટનામાંથી હજી બહાર માંડ નીકળ્યા અને બીજી ઉપાધી આવી નથી..થોડાક સમય પહેલા કટરીના હરિકેન આવ્યું અને ન્યુ ઓર્લીંન્સમાં હાહાકાર મચાવીને ગયુ અને લગભ એક લાખ જેટલા અમેરિકનો હ્યુસ્ટનમાં ખસેડાયા..તેમની ભાષા અને તેમના મકાન ગુમાવ્યાનાં દુ;ખો સહ્ય કરતા હતા ત્યાં હ્યુસ્ટન ઉપર રીટા નામનુ હરિકેન આવવાનું છે તે વાવડ ઉપર હ્યુસ્ટન ખાલી કરવાનાં પડઘમો વાગવા માંડ્યા..શીખા માંડ માંડ હજી એક ઉપાધીમાંથી કળ મેળવીને ઉભી થતી હતી ત્યાં આ આંધીથી અધમુઇ જેવી થઇ ગઇ..

તેને ઘર છોડી જવાનુ બહુજ આકરુ લાગતુ હતુ અને આશ્કા તે વખતે પુરા દિવસો ગણતી હતી…એક વખત તો સામાન બાંધતા તેના થી રડી દેવાયુ..હે પ્રભુ આ કેવુ..બહુ મહેનત અને જતનથી બનાવેલુ ઘર બગીચો અને સૌ ફર્નીચર અહીં સાવ રેઢુ મુકીને જાન બચાવવા દુર અજાણ્યા શહેરમાં રહેવા જવાનું..?આશ્કા હજાર માઇલ દુર હતી..અંશને ત્યાં જવુ નહોંતુ..અને હરિકેન કટરીના નો કાળો કેર દુરદર્શન ઉપર રોજ બતાવાતો હતો..

પોલીસો સતત શેરીઓમાં ફરી ફરી જાહેરાતો કરતા હતા ફલાણા રોડ થી નીકળી ગામ ખાલી કરો..જાનની રક્ષા કરો.. જીવતા હશો તો મિલકતો ફરી બનશે…વળી દરેક રોડ એક તરફી કરી દીધા છે..જાહેરાતોમાં દેખાડાતી ચિંતાથી એક પ્રકારનો ભય બહુગુણીત થયા કરતો હતો..ઘર છોડીને નીકળતા પહેલા અહીંનાં મિત્રોમાં બે અભિપ્રાયો નીકળ્યા..કોઇક નીકળી ગયુ હતુ તો કોઇક બહુ ચિંતીત નહોંતુ..જે ઓછુ ચિંતીત હતુ તે કહેતુ હતુ હરિકેન છેલ્લા ત્રીસ વર્ષમાં હ્યુસ્ટન ઉપર કેટલીય વાર આવ્યા. આપણા વિસ્તારમાં ક્યારેય આવ્યું નથી. જવું ના જવું નાં અવઢવમાં પ્રભુ પરની શ્રધ્ધા વધારતા બે ચમત્કાર દસેક મીનીટમાં થયા…

આશ્કાની સાસુનો ફોન આવ્યો..અજયનાં જન્મનો..અને આશ્કાનાં પુન:જન્મનો ( મા તરીકે) અને ટીવી ઉપર જાહેરાત થઇ હરિકેન ફંટાઇ ગયુ અને હ્યુસ્ટન ઉપરનો ભય પુર્વ તરફનાં ગામે જતો રહ્યો… મનમાં થયું.

કદીક સુખનાં અતિરેકે આવે આંખે આંસુ
કદીક દુ:ખનાં દરિયા વચ્ચે જન્મે હાસ્ય

કેવી છે આ જિંદગી મનવા કર વિચાર
ક્ષણે ક્ષણે જાય ઘટતી છતા જીવન છે

હરિકેન આવશે અને જશે કરી સૌ ત્રાસ
ફરી જિંદગી શરુ થશે એકડેએક થી કાશ!

વધતી ઉંમરે જ્યાં ઘટતી તન સ્ફુર્તી ત્યાં
કેમ શરુ કરશે નવી જિંદગી એમ વિચારી

હરિ એ તેનું હરિકેન વાળ્યુ બીજે ગામ
‘અજય’ પૌત્ર દાન હે પ્રભુ! મોટો ઉપકાર.

આમ એક દુ:સ્વપ્ન પુરુ થયુ..શીખાની તકલીફો શબ્દસ: વર્ણવી શક્યો નથી પરંતુ નાની બનવાનાં આનંદે તેના હરિકેનથી થનારી કાલ્પનીક તકલીફોમાંથી બહાર કાઢી અને જિંદગીનું ક્રીપ્ટો ક્યુબ જેમ સુખમાંથી દુ:ખ જન્માવે તેવુ કાયમ નથી થતુ આ વખતે તેણે દુ:ખમાંથી સુખ જન્માવ્યું..તે જ્યારે આજે વહેલી સવારે સુઇ ગઇ ત્યારે તેનું મન ગણગણતુ હતુ.

રાત જીતની ભી સંગીન હોગી
સુબહા ઉતની હી રંગીન હોગી

હું પણ હવે સુઇ જઇશ..આ હરિકેને છેલ્લા 3 દિવસથી દુરદર્શન ઉપર ઘણા તણાવો આપ્યા છે.. બહાર ધીમો ધીમો વરસાદ વરસે છે..ફરી થી આશ્કાને ફોન કરી તેની તબીયતની સુખાકારી પુછી લીધી તે આનંદમાં છે..નાના અજયનો ચહેરો કુંતલ જેવો છે..અને આશ્કા સ્વસ્થ છે. હરિકેને તબાહી તો ઘણી કરી છે..દુરદર્શન્ વિગતો આપે છે..ત્રણ વાગ્યા છે.મનમાં સૌ ઉપર પ્રભુની કૃપા ઉતરે તેવા મંગલ ભાવો સાથે થોડુક ઉંઘી જઇશ.

સોહમનાં પ્રણામ

છું હું ‘વિજય’ જેવો છું તેવો જાણ તું!

Monday, October 22nd, 2007

vijayshah-128.jpg

જુદા જુદા ત્રાજવે ન મુલવ મને તું
જ્યારે તું હસે ત્યારે કે તું રડે ત્યારે
બદલાયે મારો મુખવટો અંદર ફક્ત
છું હું વિજય’ જેવો છું તેવો જાણ તું! (more…)

પ્રિય સોહમ ( એકવીસ)

Friday, October 19th, 2007

moon-venus_filtered.jpg

તારી કટોકટીની ક્ષણ નાં વિગતવાર વર્ણંનથી હ્રદય એક બે વાર તો ધબકારો ચુકી ગયા જેવું થયું…શીખાને થયેલ તકલીફો અને જે સહજતા પૂર્વક તેણે બાજી સંભાળી લીધી તે માટે તેને અભિનંદન. તારી સંવેદનશીલતા અને એકલા જ્યારે હોયે ત્યારે જે હૂંફ જોઇએ તે ત્યાં શક્ય નથી તેવુ માનવુ ભૂલ ભરેલુ છે. કહે છે પરદેશમાં પહેલો સગો પાડોશી અને બીજા સગા મિત્રો…ખૈર..જીવન જ્યારે જ્યારે જે જે આપે તે હસતા કે રડતા લેવુ જ પડતુ હોય છે..વહેવારિક સુચન કહું? આવા ઘાને વિસરાવા સમયનો મલમ જ કામ લાગે. શક્ય હોય તો ધર્મ જાપ અને મંત્ર ધ્યાન વધારો ખાસ તો જ્યારે બીક લાગતી હોય ત્યારે તો ખાસ..

(more…)

કપૂરી પાન

Tuesday, October 16th, 2007

leaf.jpg

નાનકડી નાજુકડી નવલી તુ નાર
તને આપેલ કપુરી પાન તે યાદ!

પાન ચાવ્યું ને હોઠ લાલ લાલ
તેથી ખીલી ઉઠ્યા હાસ્યો તે યાદ!

આજે છે ઘણી વાતોનું અંતરે ધ્યાન
દરેક વાતોનું સંધાન એ કપૂરી યાદ!

મસ્તીમાં સરતી જતી હસતી વાત
સર્જે સબંધ સોપારી ને કપૂરી પાન!

પૂ મોટાભાઇ ( એકવીસ)

Sunday, October 14th, 2007

moon-venus_filtered.jpg

સોહમનાં પ્રણામ

પેલુ ક્રીપ્ટો કયુબ જેવુ જીવનમાં સતત બન્યા કરે છે તેનો એક વધુ ભાગ ભજવાયો

આજે હું ન્યુયોર્કમાં છુ અને શીખાનો ફોન આવ્યો ઘરમાં બારીનો કાચ તોડી કોઇ ચોર ઘુસી આવ્યો. સદનશીબે જ્યારે કાચ ઉપર તેણે હથોડો માર્યો ત્યારે શીખા ઘરમાં હતી અને તેન થયુંકે બાજુમાં પડોશીને ત્યાં કંઇક ભાંગ્યુ અને તે જોવા બહાર નીકળી અને તેના આશ્ચર્ય વચ્ચે તેણે ઘરની બારી તુટેલી જોઇ અને કોઇક કાળો માણસ ઘરની અંદર ફંફોસતો હતો.. શીખા થી અને તે ચોર થી બંન્નેનાં મોંમાથી એક સરખી ચીસ પડી ગઇ ઓહ માય ગોડ! બૂમાબૂમ કરી પોલીસ આવી અને ઘર ફંફોસ્યુ તો સારા નશીબે કશુ થયુ નથી ગયુ નથીની ધરપત સાથે તુ દોડા દોડી ના કરીશ વાળી વાત સાથે એણે ફોન મુક્યો… (more…)

પ્રિય સોહમ ( ઓગણીસ)

Sunday, October 7th, 2007

motabhai.jpg

તારા પત્રનાં છેલ્લા વાક્યે મને વિચારતો કરી દીધો.

કોણ જાણે કેમ મને વારંવાર અહેસાસ થયા કરે છે કે આપણે સમય ની કઠપુતલી થઇ ને નાચ્યા જ કરતા નથી? પ્રભુ કેવા ઘાતક દુ:ખમાં પણ સુખનાં અમિનું સિંચન કરી દેતો હોય છે ખરુંને? શું વિચારતા હોઇએ અને વિધાતા ક્યાં લઇ જાય તે તો ઘટના બને પછી જ સમજાય.
આગળનાં પત્રો ફરીથી જોયા અને વાંચ્યુ તો તારી ક્રીપ્ટો ક્યુબની કલ્પના ફરી તાજી થઇ.તેં તે વખતે તે વાક્ય જે અનુસંધાને લખ્યુ હતુ તે અનુસંધાન અને આજનુ અનુસંધાન જુદુ હોવા છતા તે હકીકતે સત્ય લાગે છે. મારા શારીરીક કષ્ટ નાં સમયે હું વ્યથીત હોઉ તે સ્વાભાવીક હોવા છતા આશ્કાની માતૃત્વ ધારણ કરવાની વાતે તો અમને પણ પ્રફુલ્લીત કરી દીધા.એકલતાનાં સમયે જે ઘાતક શારિરીક દુ:ખ આવ્યુ તે દુ:ખ ફેડવા જાણે પ્રભુ એ આ પ્રપૌત્ર જોવાની ઘટના ન જન્માવી હોય? જિંદગી બોઝ બને તે પહેલા આગળ જીવવાનું એક બહાનુ આપ્યુ..દિકરીને માથે વહાલથી અમારા વતી હાથ ફેરવીને આશિર્વાદ આપજે અને ઓવારણા લેજે.. નૂતન જિંદગી જ્યારે જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે એવુ મનાતુ હોય છે કે હજી પ્રભુને માણસ ઉપરનો ભરોંસો ખુટ્યો નથી.

(more…)

પુ. મોટાભાઇ ( ઓગણીસ)

Friday, October 5th, 2007

motabhai.jpg

આપનો પત્ર, આપની વ્યથાઓ અને આપના ઉજળા મંથનો લઇને આવ્યો. બા કહે છે તેમ થોડીક વેદનાઓ પણ થઇ. અને આંખો ભીની પણ થઇ. પણ શું કહું અને શું કરું?ની વેદનાઓ નો મલમ તો સમય છે અને તે જેમ સુચવશે તે અને તે રીતે બધુ કરીશુ.

કુંતલ અને આશ્કા હાલ તેમને ગામથી આવ્યા અને બહુ સારા સમાચાર લાવ્યા..હા. આશ્કા તેના માતૃત્વનાં તબક્કામાં છે અને ભ્રુણ પરિક્ષણમાં તેમને તેમના પહેલા બાબાને જોયો..
તમને અભિનંદન..તમારી લીલી વાડી આગળ ચાલી અને તમે તમારી ચોથી પેઢી જોશો.. મમતાનો દરિયો તો આશ્કાને જોઇ છલકાઇ ગયો..શીખા પણ આનંદમાં છે.
(more…)

સંવિત નો આધાર

Wednesday, October 3rd, 2007

જીવન કિતાબનાં કોરા પાને પાને
સુંદર અક્ષરો બનીને સચવાઇ તું

વહેલી પરોઢનાં સ્વપ્નમાં ગઇ કાલે
મંદીરની આરત પેઠે ઝણઝણી ગઇ તું

કોમળ મીણ સમયનું પીગળી જાશે
કે શમા બની જીંદગીમાં સળગી તું

રહ્યો છે સંવિત એ જ આધારે કે
નજરે મારી સ્મિત બની ખીલી હતી તું

Powered By Indic IME