માગે એ ન મળતું કદીયે, ભલેને જીવન આખું પુરું થાય
મળતું એને શોભે જેને, વર્તનથી ઉજવળ જીવન બનતું જાય
માનવી માગે ભેખ ભલેને, મળતી ન એને જીવન એળે જાય
કર્મ ભલે પરદુ:ખે કરતો, નીશદીન પરસેવે છોને ન્હાય.
એક તણખલું સ્નેહથી આપે જીવન આખું એ તરી જાય
એના મનડાં હરખી હરખી જાય, એને હૈયે હરખ હરખના માય….માગે એ ન….
સજ્જનતાના સોપાન ચઢે જે, મળતા માનને રોકી જગમાં
સ્નેહતણા આઈને આવી, તનડાં સ્વચ્છ થતાં એ નીરખે
ગુર્જર સુણી પોકાર કરે એ જાણે દેહમાં જીવ વસે.
પરમાત્માનો પોકાર સુણે જે સન્માન સાચું જગમાં પામે તે….માગે એ ન….
માનવ મનને સંતાપ થતો મેળવી સંતોષ કરેલા કર્મ નો
પ્રદીપ મનમાં મુંઝાય આજે, પર ઉપકારને હું વળગી રહું
સંસાર વિંટમણામાં હું વિટાતોં બની તણખલું હું પડું.
બનુ સહારો જ્યારે કોઈનો સન્માન સાર્થક પામુ હું ….માગે એ ન….
સારુ નરસું ભલે જગતમાં માનવી વચ્ચે ફર્યા કરે
કર્મ તણા આ અતુટ બંધને સૃષ્ટિ આખી સર્જાયા કરે
કેવી આ કુદરતની લીલા માનવ જન્મો ધર્યા કરે
સૃષ્ટિનો સંહાર થતાં અવતાર પરમાત્મા ધારણ કરે. ….માગે એ ન….
ભલે આ માયા જગમાં ફર્યા કરે. કુદરત લીલા કર્યા કરે
માનવ મનડાં શરણું શોધે જીવન પુષ્પ તણું છે દીસે
ચોમેર સુવાસ પ્રસરી રહે, મહેંકી રહે જીવન સારું
ધન્ય જીવન બની રહે, સાર્થક માનવદેહે છે સન્માન મળે….માગે એ ન….
નિર્મળ જળમાં તરંગ દીસે જીવન ઊજવળ તેવું છે દીસે
કર્મતણા વ્યવહારમાં સંગે પરમાત્માનો સહવાસ મળે
માનવ એવા સંગને શોધે માન મોભો જેને છે શોભે
આત્માના ઉદગારને પામી, ઉજવળ જીવન કરવાને તરસે….માગે એ ન….
http://rdgujarati.wordpress.com/2006/08/13/kaavya-sanchary3/