Category Archives: કવિતા

અબોલા- પ્રહલાદ પારેખ

તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ,
બંધ હોઠ કર્યા મેં જ્યારે, – આંખે માંડી વાત !

આંખોને યે વારું ત્યારે, – જોવુ ના તુજ દિશ
એમ કર્યું તો, – સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ

તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ,
– નીર ફર્યા એ પાછાં તેથી ઊભરાતાં તુજ નેન

અંતર મારે ભય જાગે : શું બંઘો જાશે તુટી ?
શબ્દો, આંખો, અંતર, દેશે નિજનું તુજને, લૂંટી ?
– સઘળું નિજનું તુજને લૂંટી ?

– પ્રહલાદ પારેખ

http://layastaro.com/?p=10708

પ્રહલાદ પારેખ જેવા મોટાગજાનાં કવિ દ્વારા સર્જાયેલ આ નાનકડૂ અને સચોટગીત જાતેજ એટલું બોલકું છે કે તેના આસ્વાદની જરુર જ ન પડે. લગભગ દરેકે દરેક પ્રકારનાં અબોલામાં “અંતર મારે ભય જાગે.”.તેથી જ તો વહાલા સાથેનાં અબોલા વહાલપમાં ફેરવાય અને ફરીથી જન્મો જન્મ સાથે રહેવાનાં કૉલ દેવાયને?

વા’લી સખી

તારી અપેક્ષાઓનો અંત આવે ના કદી,

તે ના પુરી થાય તેથી સુખ ના મળે કદી.

કાં મારી જેમ સંતોષાઇ જા વા’લી સખી,

કે પછી રોઇ રોઇને  ભર દરિયો સખી.

સમજાવી સમજાવી થાક્યો કે સખી  જો ના પામી શકાય ના તેવા ઉંચા ઉંચા સ્વપ્ના..અને અપેક્ષાઓની વાદે વાદે ના ચઢાય .જ્યારે સપનાઓ ભાંગે ત્યારે રડી રડી ને ભર ના દરિયા.

સુખની એક માત્ર દવા છે, છે તેનો સંતોષ અને નથી તેનો ના હોય કોઇ ઉચાટ. હું તો સંતોષાઇ ગયોછું મારી પાસે જે છે તેનાથી.. અને હવે નથી જોઇતુ કંઇ આના થી વધુ..

દુઃખ માત્ર મારું એટલું જ કે નવાસુખોની અપેક્ષામાં તુ નથી માણતી આજ્ને..કે નથી ભુલતી ગઇ કાલને..આવતી કાલની કલ્પનાઓ માં વેઠે છે તુ દુઃખ આજે અનેક   વધુ તો શું કહું માની જાને સખી! જેટલું હાથે તેટલું જ સાથે….

એકાંતે આવી યાદ તારી સજન

આ કાવ્યનો રસાસ્વાદ તો ફક્ત એટલોજ કે  સજની ભૂતકાળે વહે છે અપેક્ષાઓ ઘણી છે ગુસ્સે છે. સાજન  આજમાં વહે છે અપેક્ષાઓનો ચશ્મો નથી રહ્યો અને વેઠી લે છે સૌ અને કહે છે ફક્ત અપેક્ષાનો ચશ્મો ઉતાર આવ આજમાં અને ચાલ મારી સાથે. સમય વહેતો જાય છે ગુસ્સો પીગળતો જાય છે અને રાતનાં એકાંતે સાજન ની યાદ પાછી આવે છે. સર્વ માન્ય આ કથા સૌના જીવને હોય છે વાત આગળ વધારવી હોય તો ઘણી વધે.. પણ અત્યારે આટલું જ…રીસાયેલી સજની સાજન ને કહે .. જરા તમેજ કલ્પના કરોને?

Boss, આ ગુજરાત છે ! ઇ-મેલ પરાગ મહેતા

 
અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
Boss, આ ગુજરાત છે !
 
અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
Yes, આ ગુજરાત છે !
 
અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !
 
અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !
 
અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !
 
અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે !

__________________________________________________________

મૃત્યુબીક

કોઇ ક્યાં સાથે આવે છે, ઘડી બે ઘડીની વાતો છે.
કહેવાયે સૌ પોતાના પણ, રાત્રે  એકલતા ડારે છે
જન્મ્યા જીવ્યા તે તો ઠીક! મૃત્યુબીક બહુ લાગે છે
ચાલ્યા ગયા સૌ સ્વજનો, હવે એકલતા ડારે છે

 

 

હાઈકુ

સુકું તે ઝાડ
થઈ ગયું લીલેરું
ફાગણ સ્પર્શે

૦-૦

તુ પુછે કેમ્
હોળી સળગાવી તેં!
પાપો બાળવા

૦-૦

શ્વાસોચ્છશ્વાસ
જન્મથી મૃત્યુ સુધી
સમય  ચાલે

નિરપેક્ષીત થા

oct06news2

તુ અપેક્ષાપ્રચુર

તેથી થાયે ક્ષણે ક્ષણે તને દુઃખોનાં પ્રચંડ આઘાત.

તેથી તુ રડે

પ્રભુને કરે ઘણી ઘણી ફરિયાદ્.

પછી જ્યારે કશું ન થાય ધાર્યુ,

ત્યારે કહે પ્રભુ તો બહેરો છે.

oct06news2નથી સાંભળતો મારી દરેક ફરીયાદ્

પણ પ્રભુએ તો તને દીધુ એક વરદાન ખબર છે ને…?

ફક્ત કાર્ય તુ કર

હાક માર.. તને નથી ફળનો અધિકાર્

યોગ્ય સમયે જરુર મળશે તને

યથા યોગ્ય પરિણામ….

oct06news2ખબર છે ને દ્રૌપદીનાં ચીર પુર્યા હતા

ને સુદામાનાં તાંદુલ આરોગી મહેલ દીધા હતા

મીરાને અપાયેલ ઝેરનો પ્યાલો ખીરથી છલકાવ્યો હતો

ને નરસૈંયાની હુંડીઓ ભરપાઇ કરી હતી

તે સૌએ જે કર્યુ હતું તે તું કરે છે?

મુક શ્રધ્ધા કે તે જે કરે છે તે સાચુ છે

oct06news2તુ ફરિયાદ ન કર

પ્રભુને જે પ્યારા છે તેમને મદદ કર.

સુખ સંતોષ માં છે …

સુખ મનમાં છે

પ્રાર્થના કર.. સહન કર..

નિરપેક્ષીત થા

છોડો વડીલ “જોઇએ”નું વળગણ

સુરજે રોજ સવારે ઉગવુ જોઇએ
સાંજ ઢળે તેને આથમવુ જોઇએ
કોયલે ગ્રીશ્મમાં ટહુકવુ જોઇએ
શ્રાવણે મંડુકે ડ્રાઊં કરવું જોઇએ
રાત પડેને તમરા રડવા જોઇએ
સવારે ઝાકળે ફુલને ધોવા જોઇએ
આ બધુ તો ઠીક વડીલ  મુરબ્બી
સમયકેદે તમારે કાં રહેવુ જોઇએ?

આઠને ટકોરે તમે બહાર ચાલો
નવનાં ટકોરે ઉત્સર્જન પ્રવૃત્તિ
દસ્ ટકોરે ગરમાગરમ સુપ્
અગીયારે દાળ ભાત રોટલી
બાર વાગે ટીવીનું ધ્યાન
તકીયો ઉગમણે જોઇએ
બેઠક આથમણે જોઇએ
જોઇએ જોઇએની યાદી
દિનભર થાતી ટુંકી લાંબી

પ્રભુ ક્યાં છે ? ક્યાંછે તેનું ચિંતન?
ક્યાંછે આતમ જ્ઞાનનું ઉંજણ?
ભવાટવીનાં ફેરા વધતા જાશે
ઘડીયાળ છોડી બાંધો આતમ કંઠી
છોડો વડીલ “જોઇએ”નું વળગણ

જીવ્યા કરીયે ચાલને સખી

જિંદગીના આટલા લાંબા સફર પછી
તુ કહે કે હું જેમ જીવી તેમ ના જીવી હોત તો
કેટલા બધા બચ્યા હોતે પૈસા સજન!

આ તો ઉંધા ચશ્મા જ વળી…
ચશ્મો સીધો કરને સખી
જે છે તેને જોને…સખી
જે નથી તેને છોડને સખી!

“આજ” આપણી લાખેણી,
“કાલ” બંને “આજ”થી તાણેલી
જીવ્યા કરીયે ચાલને સખી,
આજને બસ આજની રીતે…

તે જ તો પાનખરનું કામ છે.

Picture courtsey: tahuko.com/?p=605

પાંદડુ તો પીળું હતુ જ, અને ખરી પડ્યું, તેમા પાનખરનો શું વાંક્?
વૃક્ષ ઉભું છે ને કડે ધડે, પડેલાં પાન સડે, તેજ તો પાનખરનું કામ છે.

કુદરતનો તે છે વહેવાર, પડેલા પાન રડે, તેમાં પાનખરનો શું વાંક?
જગ્યા કરવી નવ પલ્લવીત કુંપળની તેજ તો પાનખર નું કામ છે.

કૂપળોને કહો ખુલે ખીલે અને પ્રસરે ચોતરફ પાનખર કંઇ નહી કરે
ગુમાવી જો જિંદગીની લીલાશ, ખેરવી નાખવુ પાનખરનું કામ છે.

હાથ ચાલતા બંધ થયા અને આશાનાં દરવાજા બંધ જો જાતે કર્યા
તો શ્વાસ બંધ કરી મૃત્યુ દ્વાર બતાવવું તે જ તો પાનખરનું કામ છે.

પ્રભુ! તારે દ્વારે ઉભી છે તે મારી બા છે

તમે પ્રેમથી ભર્યુ ભર્યુ જીવન દીધું
વસમી વિદાયે તે આંસુઓથી ભર્યુ
કેવી રીતે કહુ કે બા તમે આજે નથી
તો કેવુ એકલુ અટુલુ ને વસમું લાગ્યું
 
બધા છે છતા તમે નથી નો આ ગમ
કેમ વારે વારે આંસુ બનીને સર્યા કરે.
પ્રભુ! તારે દ્વારે ઉભી છે તે મારી બા છે
તેં બોલાવી છે છતા કહું છું ધ્યાન રાખજે
 
મારી બા છે. તારી બા ની જેમ્ જ.. મોંઘી અને વહાલી
તેને બધુ દેજે,  તારી પણ બા ને જેમ દે તેમજ તો.. 

અચાનક આંખ ખુલી

મને રાત્રે એવુ સ્વપ્ન આવ્યું કે
મારો દેશ મહાન છે એવુ કહેતા
દરેક રાજકારણીઓ
પોતાના કાળા નાણા, પીળા નાણા, સ્વીસ નાણા અને રાતા નાણા
( ડોલર પાઉન્ડ અને સ્વીસ ફ્રાંક, રુબલ અને પેટ્રો નાણા)
બધા દેશને અર્પણ કરી રહ્યા છે અને
ખુરશીસેવા દેશભક્તીથી કરી રહ્યા છે

અચાનક આંખ ખુલી

બોંબ ધડાકાથી દેશ લોહી લુહાણ્ હતો
મેરા દેશ મહાન ગુંડા રાજ્..
મોંઘવારી અને હાડમારીથી ધ્રુજતી જનતા
કહેતી હતી ક્યાં છે નવા દેશનાં સ્વતંત્ર સેનાનીઓ?

સ્થિતપ્રજ્ઞતાની આ દશા

સર્જન હરેક ક્ષણે માનવ તુ કરે
પછી તેના ઉપર આશાઓ તુ કરે
આશાના ફળે તો મનથી ખુબ રડે

સર્જન ના કરે અને ફક્ત જોયા કરે
થનાર જે છે તે હરદમ થયા કરે, 
તો  સુખ કે દુઃખને તુ કદી ન રડે

સ્થિતપ્રજ્ઞતાની આ દશા તને મળે
જો માન શાન અપમાનમાં સમાન રહે

સૌ સાચી વાતે

berenerchamion-128.jpg

પ્રભુ સાથે વાતો કરતો માનવ બોલી ઉઠ્યો કે
પ્રભુ કેમ આપ્યુ શેતાન નાં સંતાન મન ને મસ્તિક્માં ઉંચેરુ સ્થાન્
અને હ્રદયને વેંત નીચે છાતીમાં?

પ્રભુ કહે

મન તો વિકલ્પોમાં ગુંચવે,
કરે નહી કોઇ વહેવારીક વાત
મન તો વિપરીત બુધ્ધી.
સાચુ કદીયે ના જુએ.

તેથી તે સાવકુ અને રાખ્યુ દુર ખાસ.

સમજે હ્રદય મારી બાની તેથી
તેનુ સ્થિર સુરક્ષીત દેહમાં સ્થાન
હ્રદય તો સ્વયં સંચાલીત,
મન નુ ના ચાલે કોઈ જોર.

હ્રદય સાચે જ ધડકે અને ધબકે સૌ સાચી વાતે

શક્યતા

આમ તો મુકી દીધી હતી
તને મળવાની સર્વે આશાઓ
કારણો ઘણાં તેથી ,
નશીબનાં ભરોંસે છોડ્યો  હતો તને
ને વરસાવતો હતો ઘણા આશિષો અશ્રુધારે, 
કે મળે તારુ ધાર્યુ સર્વ સુખ તને,
અંતે તુ જ તો છેને એક માત્ર પીંડ અમારુ
નક્કી સમાંતરે ચાલતા ગ્રહે ખુણો બદલ્યો છે
તેથી તો આજે ફોન આવ્યો.
જિંદગીમાં ક્યારેય નહી મળુ ના ધુંધવાતા
અગ્ની ઉપર્ આશનું અમી છંટકાયું
હવે ક્યારેક તો મળીશુની
શક્યતા ઉજાગર કરી તેં.

નવી ક્ષીતિજો

cry.jpg 

આ કોઈ  હાર નથી, જો માને તો આ વહાલ છે સખી!
પંખી માળામાંથી જાય્, તે તો જગ વ્યવહાર છે સખી!

જનમ્યું તે જાય, એ વાત સાચી સંસારની છે સખી!
રડ નહીં આતો, બધી રોજની ઘટમાળ છે સખી!

કાલનો સુરજ આવશે, કોઇ વાત નવી લઈને સખી!
આ ઘાતને,સમજથી કે હીબકીને વિતાવીયે સખી!

ધર્મ કહે ,કરેલુ કદી એળે જતુ નથી તે જાણ ને સખી
બંધ દ્વારને જોઈ, નવી ક્ષીતિજો અણદેખી કર ના રે સખી

દઈએ ડંખ કેમ?

berenerchamion-128.jpg 

કરીલે કરવા હોયે તેટલા જુલમો જુલ્મી
સહીને ડંખ સૌ કોશેટો પતંગિયું બને છે

કરેલા સૌ જુલ્મોનાં હિસાબો જ્યારે કરીશું
અમે સ્મિત ભરેલું  તમારું કવન બનીશું

જાત અમારી મકરંદની તેથી તો આ જેલ
કમળ જેવા કોમળ શરીરે દઈએ ડંખ કેમ?

આયખું લાંબુ તેથીતો પરિવર્તનની આશ
નહીંતો એક ચિત્કાર અને બંધ થાય શ્વાસ.

મારા પિતાજી

fathers-day.jpg

 માન કેટલુંય દઉં તમને મારા પિતાજી!
માવજત કરી ઉછેર્યો મુંને મારા પિતાજી!

મુજ બાળહાસ્યોથી ખીલ્યા મારા પિતાજી!
મુજ સફળતા દેખી કોળ્યા મારા પિતાજી!

કૌટુંબીક ધોરણે પોષ્યો મુંને મારા પિતાજી!
સંસ્કાર અમિથી મુંને સીંચ્યો મારા પિતાજી! Continue reading →

વાત ઘણી નાની

વડિલોને માન આદર અને પ્રણામ
મારી પેઢીમા વહેંચવા હાસ્ય ઘણાય
દિકરા દિકરીને દેવા અનુભવના જ્ઞાન
બાળ ગોપાળને દેવા ઘણા વ્હાલ

કમાયાથી અર્ધુ બચાવવું અને
અર્ધામાંથી અર્ધુ સમાજને આપવું
સાબુત રાખી શરીરને વજન જાળવવું
આમ આખુ વર્ષ નફે રહેવું ને રાખવું

દેશ માતૃભાષા કુટુંબ અને દેહ
માંગે તેથી વધુ આપવું અને કમાવું
આમ તો છે આ વાત ઘણી નાની
પચાવી લો તો ઘણી અદભુત જાણી

નવા વર્ષની પ્રભાતે લેવાનાં સંકલ્પો

nutanvarshnisavare.jpg

વડીલોને માન અને સન્માન
મારી પેઢી સાથે હાસ્ય ગુલાલ
દીકરા દીકરીને દેવું અનુભવ જ્ઞાન (જો માંગે તો)
બાલ ગોપાલને સૌ વ્હાલ દુલાર.

કમાયાનું અર્ધુ બચાવવું અને
અર્ધામાંથી અર્ધુ પાછુ આપવું (સરકારને)
સાબુત રાખી તનને, વજન જાળવવું
વર્ષ આખુ નફે રહેવુ અને રાખવું.

દેશ, ભાષા, દેહ અને કુટુંબ સાચવવા
જે જ્યારે જેટલુ માંગે તે આપવું
દરેક વર્ષની જેમ તન અને મનને
સક્ષમ અને પ્રભુમય રાખવું,રખાવવું .

પ્રભુ પ્રસાદ

માનવ તું જ તો છે  સર્જન પ્રભુનું
 તુજમાં સર્જ્યો પ્રભુએ તેનો આવાસ

વરંવાર દુઃખી થઈને ના પુછ્યા કર
પ્રભુનું કાં નથી જગઐશ્વર્ય મુજ પાસ્

પરમસુખ તો ભલે ગમતુ તને પણ
જાણ દુઃખ છે ઘડતરનો પ્રભુ પ્રયાસ્

ભક્તિ કર,ધ્યાન કર કે ધર ચિત્તે શાતા
કારણ સુખ કે દુઃખ એતો છે પ્રભુ પ્રસાદ

પ્રભુ તું જ હવે તાર તાર!

folkartmask1.jpg

કેવો મુર્ખ હું પ્રભુ!
જે ડાળ પર બેઠો તે કાપુ
માયા કેરા ચશ્મે માનુ
હું જોઉં તે સર્વે સાચુ.

હાંક્યા સૌને એક લાકડીએ
માન્યા મન ઉત્પાતો સૌ સાચા
તેથી પડ્યો ભવાટવી જંગલે
પ્રભુ તું જ હવે તાર તાર!

ગોરજવેળા ભણ

 જોને વહે આ ક્ષણ
જોને બને એ મણ

કે છે દરેકે કણ
વીણે દરેકે જણ

આખુ ય રાતુ રણ
મૃગજળ ને હણ

માથુ તુ ન રે ખણ
બેસી પલાખા ગણ

પરબડીએ ચણ
જીવદયા તુ લણ

પાછાવળ્તા જો ધણ
ગોરજવેળા ભણ

ચગડોળ છે જિંદગી

giantwheel.jpg

ઘણું બધુ થાય પણ નયને, આંસુ ન સરે,
ચચરાટ ને ઉકળાટ ઘણો, શાતા ન મળે

હળાહળ ઝેર પીતા શીવને ઉમા આણ છે
હું તો સીધો માણસ મને તો તે ઝેર નડે

સમુદ્ર મંથને નીકળે ઘણું, ખબર ન પડે
મેરુ બની કેમ ફર્યા કરુ શેષનાગની ધરે

ખુટતી જાય છે જીવન ક્ષણો ક્ષણે ક્ષણે
છતા ચિત્ત ચઢ્યા કરે દ્વિધાની અવઢવે

સમજાય ના ઓ ઇશ તુ કરવા શું ચહે
સ્વિકારી લઉં સુખ દુ:ખ પ્રસાદી સ્વરુપે?

આજ છે અજંપ ઘણી,કાલની ના ખબર
ચગડોળ છે જિંદગી ચાલે ઉંચે નીચે ખરે

અલભ્ય

કદીક કશુંક અલભ્ય રહે તો
તે સારું જ છે.
કારણ દરેક ચાહતો પુરી થવી જોઈએ
એવુ ક્યાં ધર્મગ્રંથોમાં લખ્યું છે પરમ પિતા પરમેશ્વરે?
અને મળે તે બધુ ગમે તેવુ પણ ક્યાં થતું હોય છે?

ગમતુ મળે તે ભાગ્ય!
પણ મળે તેને ગમાડે તે માણસ
ન ગમતાને ગમાડે તે સંત
માટે જ તો તે પ્રભુને ગમતો

આ સંદેશ ગર્ભિત છે

કળયુગમાં સંત થવુ અઘરુ છે કારણ તે દરેક પરિસ્થિતિમાં તેના ગમાને ઓગાળી દરેકને સારુ સીંચતો ફરે છે. અને તેથી સાચા સંત અલભ્ય હોય છે. સાચા સંતને પોતાના આગમનનાં ઢંઢેરા પીટવા નથી પડતા, મઠ સ્થાપવા નથી પડતા,કે નથી ફંડફાળા ઉઘરાવવા પડતા.તેના સત્કાર્યો જ તેમની સુવાસ પુરતા હોય છે જેમકે મધર ટેરેસા કે જલારામ … કો’કને માઠા સમયે મદદ કરતો માણસ અને મદદ કર્યા પછી કદી તે મદદ ને યાદ પણ ન કરતો માણસ કદાચ આજનાં જમાના નો મહામુર્ખ માણસ કહેવા પણ આવા માણસો હજી આ પૃથ્વી ઉપર છે અને તેથી તો પૃથ્વી હજી વિના ટેકે અવકાશે મુક્ત ફરે છે.

ખોટમાં

traffic-jam.jpg

છે ચક્કાજામ આ ભીડો બધી,
ને ઘટે છે ઘટનાઓ થોકમાં,

જે ઉદાસી પહેરી રોયા કરે,
કેમ બોલીયે ના રહે શોકમાં

જિંદગી આમ ચાલ્યા જ કરે,
આંખ પાણી વહે તો રોક મા.

પ્રભુ તુજ છે જેની આશ છે,
નહિ તો જીવન જશે ખોટમાં

દુર નિયંત્રણ (Remote Control)

ના બન તુ ભૂતકાળનો કેદી
ના શોધ એકલા દુ:ખના દરિયા
જીવીલે તુ રૂડી આજમાં
આજ તે છે જ્યાં પ્રભુ છે ભરિયા

દૂરદર્શને જેમ બદલાયે દ્રષ્યોને ચેનલો
તેમ ફેરવ નજર દુર નિયંત્રણ હાથ વગુ
સુખ શોધ ભૂતકાળમાં ને આજમાં જીવ
એજ તો છે સખી ભવિષ્યની રૂડી જીત કહું

નિયંતાએ જ્યાં પૂર્ણ વિરામ કર્યુ
ત્યાં શકટ નીચે ચાલતા શ્વાનની જેમ
પ્રશ્નો કરી કરી તાણ ન કર કારણ
નિયતીનાં ન્યાયને બદલતો ન જોયો લગાર..

ઉદધિ

ઉદધિ જોને કેવો ઘુઘવે
શીખવે આપણ ને એક વાત
સમાવી અનેક સરિતાઓ ઉદરે
છતા ન છોડ્યો એણે કિનારો
કદી ના છલકાયો
કદી ના ઉભરાયો
કદી ના રાખ્યું કંઇ તેની પાસે
સમાવી અનેક સરિતાઓને ઉદરે
ને નિપજાવ્યા અનેક વાદળો ભારે કાળાં
કિનારે રાખ્યાં છીપલા અનેક
અતલ ઉંડાણે પકવ્યા મોતી અનેક

કંઇ કેટલાયને પાળતો પોષતો
તે છતા કદી ન ઢંઢેરો પીટતો
ઉદધિ જોને કેવો મધુરો ઘુઘવતો..